રાજકોટ: અલોહા સેન્ટર દ્વારા રાજકોટ ખાતે 17મી નેશનલ લેવલની બેટલ ઓફ બ્રેઈન સ્પર્ધાના અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯ કલાકે કાલાવાડા રોડ પર રત્નવિલાસ પેલેસ ખાતે આયોજીત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1100 વિદ્યાર્થીઓ થી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે દાખલાઓ તથા પ્રશ્નોની સંખ્યા ૭૦ હતી. જ્યારે પ્રિ મેટ લેવલ-૧ કેટેગરી બી અને મેટ લેવલ ૧ કેટેગરી બી માં ૧૨૦ દાખલા હતા.
સાથેજ વિદ્યાર્થીઓ માટે દરેક પેપરનો સમય ૬ મિનિટનો જ હતો. આ સહિત ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સાથે જુના સ્ટુડન્ટની કોન્વોકેશન સેરેમોની નું પણ આયોજન થયું હતું જેમાં 300 વિદ્યાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત થયા હતા વિદ્યાર્થી તથા પેરેન્ટ્સ સહીત ટોટલ 3500થી વાંધો સંખ્યામાં ભાગ લીધો હતો.