ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી દ્વારા પાંચમું કોન્વોકેશન વડોદરામાં યોજાયું
વડોદરા: ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી વડોદરા ભારતની પ્રથમ વોકેશનલ સ્કીલ્સ યુનિવર્સિટીએ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા યુનિવર્સિટીના પાંચમા કોન્વોકેશનમાં તેના સ્નાતકો તેમજ ડિપ્લોમા ધારકોને એકત્ર કર્યા હતા અને કુલ 52 ડિગ્રી અને ૧૪ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. કોન્વોકેશનનું ફેસબુક પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. ડો. એચસી ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને યુનિવર્સિટીનો અહેવાલ રજૂ કર્યો હતો. ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડો. અવની ઉમટએ સ્નાતકોને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કર્યા હતા અને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોશીએ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.કુલ 52 ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં (6 BBA (ફાઇનાન્સ), 4 BBA (માર્કેટિંગ), 12 B.Com. (ફાઇનાન્સ અને બિઝનેસ ઓપરેશન્સ), 6 B.Sc. (હોસ્પિટેલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ), 13 BCA, ૭ B.Sc. (આઈ. ટી. – આઈ એમ એસ), ૪ B.Sc. (મેકાટ્રોનિક્સ), અને 14 ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી મા 2022માં સફળતાપૂર્વક તેમના સંબંધિત અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામા આવ્યા હતા.
પાંચ મા કોન્વોકેશનમાં આઠ વિદ્યાર્થીઓ જેમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના શર્મા સોનલ, દેસાઈ બિરાજકુમાર અને રોહિત ક્રુણાલ, હોસ્પિટાલિટી અને પ્રવાસન વિભાગના જાટવઅભય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના સૂર્યવંશી સુહાસી અને બારિયા લિઝા, આરોગ્ય, જીવન અને એપ્લાઇડ સાયન્સ વિભાગના રાઠવા જાગૃતિબેન અને મેકાટ્રોનિકસ વિભાગના રાજપૂત કાજલસિંઘને શૈક્ષણિક વર્ષ 2022-23 માટે TLSU સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રોવોસ્ટ પ્રો. ડૉ. અવની ઉમટએ મુખ્ય વક્તવ્યમાં સ્નાતકોને તેમની મહેનત, સમર્પણ અને દ્રઢતા માટે અભિનંદન આપ્યા બાદ સ્નાતકોને આપણા સમાજના ભાવિ આગેવાનો તરીકે સંબોધ્યા હતા. તેમણે જીવનભરના શિક્ષણને સ્વીકારવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કહ્યું કે “શિક્ષણ એ ફક્ત વર્ગખંડ અથવા પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી અને તે અભ્યાસક્રમ અથવા ડિગ્રી દ્વારા વ્યાખ્યાયિત નથી પરંતુ સમયની સાથે દુનિયા સતત બદલાતી રહે છે અને તે શીખવા માટે હંમેશા ઘણું બધું હોય છે.” તેમણે સ્નાતકોને ટીમલીઝ કૌશલ્ય યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરેલા પાઠ, મૂલ્યો, સિદ્ધાંતો, કૌશલ્યો અને જ્ઞાનની યાદ અપાવી હતી અને તેમને તેમના એ જ જુસ્સાને અનુસરવા અને તેઓએ અહી થી મેળવેલ શિક્ષણનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું યોગદાન આપવા માટે સલાહ આપી હતી. સફળ અને જવાબદાર નાગરિક બનવા માટે જીવનના વિવિધ સિદ્ધાંતો પર બોલતા પ્રો. ડૉ. ઉમટએ જાણાવ્યું કે “શિક્ષણ એ ગંતવ્ય નથી પરંતુ શીખવું એ પ્રવાસ છે” .શ્રીમતી રીતુપર્ણા ચક્રવર્તીએ સ્નાતકોને સલાહ આપી કે તેઓ તેમના ગ્રેજ્યુએશનની પૂર્ણતાને શિક્ષણની એક નવી શરૂઆત તરીકે ધ્યાનમાં લે જેથી તેઓ તેમને પોતાને વધુ કુશળ બનાવી શકે.
મુખ્ય મહેમાન CA વિશાલ દોશીએ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેદવારોની સિદ્ધિઓમાં માતા-પિતાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્નાતકોને સલાહ આપી કે હમેશા એવા કાર્યો કરો કે માતાપિતાને તેમના કાર્યો પર ગર્વ થાય. સમગ્ર જીવન દરમિયાન અખંડિતતા અને પ્રામાણિકતા જાળવવાના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. “જ્ઞાન એ અમૂર્ત સંપત્તિ છે, તે ક્યારેય દેખાતી નથી, પરંતુ હંમેશા તમે જે કામગીરી કરો છો તે કાર્યમાં તેમાં દેખાય છે” સીએ દોશીએ તેમના દિક્ષાંત સંબોધન દરમિયાન જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને ભારતના સફળ અને જવાબદાર નાગરિક બનવા માટે અસંખ્ય ટીપ્સ અને માર્ગદર્શન સાથે CA દોશીએ પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા. ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જે રીતે જ્ઞાન અને કૌશલ્ય આપવામાં આવે છે તે જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો.
યુનિવર્સિટીના પ્રમુખ અને ટીમલીઝ સર્વિસીસ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને સહ-સ્થાપક શ્રી મનીષ સભરવાલે સ્નાતકોને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા.