- એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આયોજિત જ્ઞાન અને અનુભવ વહેંચણી કાર્યક્રમનો એક ભાગ રૂપે આ મુલાકાત રાખવામાં આવી હતી .
- પ્રતિનિધિઓએ ટીએલએસયુની સ્કિલ આધારિત કાર્યક્રમો વિષે ની કામગીરી, પ્રોગ્રામ ડિઝાઇન અને શિક્ષણશાસ્ત્રના માળખા વિશે જ્ઞાન મેળવ્યું
વડોદરા (ગુજરાત): બાંગ્લાદેશ સરકારના છ અધિકારીઓ અને એશિયન ડેવલપમેન્ટ બેંકના ત્રણ સભ્યોના બનેલા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતમાં વડોદરા ખાતે આવેલી ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (ટીએલએસયુ)ની મુલાકાત લીધી હતી. ટીએલએસયુ દેશની એકમાત્ર સ્કિલ ડેવલપમેન્ટ આધારિત યુનિવર્સિટી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આયોજિત જ્ઞાન અને અનુભવ વહેંચણી કાર્યક્રમ અંતર્ગત ભારતની પ્રથમ સ્કિલ યુનિવર્સિટી ટીએલએસયુ ની મુલાકાત લીધી હતી.
બાંગ્લાદેશથી આવેલા પ્રતિનિધિઓનું સ્વાગત પ્રો. એચ.સી. ત્રિવેદી, I/C રજિસ્ટ્રાર ટીએલએસયુ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટીમલીઝ સર્વિસિસ લિ.ના કો-ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીઇઓ રિતુપર્ણા ચક્રવર્તી અને ટીએલએસયુ ના મેનેજમેન્ટ પ્રતિનિધિએ યુનિવર્સિટીની શરૂઆતથી અત્યાર સુધીની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો.જયારે ટીએલએસયુ ના i/c પ્રોવોસ્ટ પ્રો. ડૉ.અવની ઉમટ એ પ્રતિનિધિઓને તેના વિવિધ સ્કિલ-આધારિત કાર્યક્રમોની રચના અને વિકાસ સહિત યુનિવર્સિટીની વ્યાપક ઝાંખી આપી હતી.
મુલાકાત દરમિયાનના આ સમયમાં ટીએલએસયુ ના પ્રતિનિધિઓ શ્રી દિશાંક ઉપાધ્યાય અને શ્રી સુમિત કુમારે તેના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવતા કાર્યક્રમોની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો અને યુવાનોને રોજગારી યોગ્ય બનાવવા માટે એપ્રેન્ટિસશીપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામના મહત્વ પર ભાર મૂક્યો.
પ્રતિનિધિઓને ટીએલએસયુ ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરવા માટે કેમ્પસ પ્રવાસ પર લઈ જવામાં આવ્યા હતા, જેમાં તેની પ્રયોગશાળાઓ પણ સામેલ છે જે વિદ્યાર્થીઓને વાસ્તવિક-વિશ્વ સંસ્થાકીય કાર્યનો વ્યવહારુ અનુભવ પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓની ઉચ્ચ સ્તરની વ્યવહારિક કુશળતાએ પ્રતિનિધિઓને પ્રભાવિત કર્યા.
મુલાકાતી ટીમમાં બાંગ્લાદેશના અર્થશાસ્ત્ર સંબંધ વિભાગના નાયબ સચિવ શ્રી મહમુદુલ ઈસ્લામ ખાન, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના નાયબ સચિવ શ્રી મોહમ્મદ ઝહુરૂલ ઈસ્લામ, શ્રી અનારુલ કબીર, સહાયક કાર્યકારી પ્રોજેક્ટ ડિરેક્ટર (SEIP), શ્રીમતી નાઝિયા ઈસ્લામનો સમાવેશ થાય છે. નાયબ સચિવ, સામાજિક-આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ, જોઈન્ટ સેક્રેટરી, FD, MOFના સુશ્રી નસરીન સુલતાના, જોઈન્ટ સેક્રેટરી, TMEDના શ્રી મોહમ્મદ બોહરાનુલ હક હાજર રહ્યાં હતા. એશિયન ડેવલપમેન્ટ બેંકના અધિકારી શ્રી એસ.એમ. અબ્દુર રહેમાન, વરિષ્ઠ સામાજિક ક્ષેત્ર અધિકારી (ADB), શ્રી નીતિન ભૂષણ, ADB સલાહકાર અને ADB INRMના સુશ્રી નેહા કપૂરે ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (ટીએલએસયુ) વિષે માહિતી મેળવી હતી.