Republic News India Gujarati
સુરત

મહાનગરપાલિકાની ચુંટણી માટે સુરત ચૂંટણીતંત્ર સુસજ્જ


ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો

વોર્ડ નં.૦૨ માં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો જ્યારે વોર્ડ નં.૧૫ માં સૌથી ઓછા ૮૪,૬૪૬ મતદારો

સુરત: મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાન શાંતિપૂર્ણ, સરળતાપૂર્વક અને કોરોના માર્ગદર્શિકા અનુસાર થાય તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ છે. શહેર ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાની તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા-એ, વરાછા-બી, કતારગામ અને રાંદેર ઝોનના કુલ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકોની ચૂંટણી યોજાશે.
શહેરમાં મતદાન માટે ૯૬૭ બિલ્ડીંગ અને ૩૧૮૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. દરેક મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૩૨ મતદારો નોંધાયા છે. વોર્ડ નં.૦૨ માં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો છે, જ્યારે સૌથી ઓછા ૮૪,૬૪૬ મતદારો વોર્ડ નં.૧૫ માં છે. તા.૨૦મીના રોજ ૩૦ વોર્ડમાં ૧૫ આર.ઓ. અને પોલિંગ સ્ટાફ ફરજ બજાવવા ફરજના સ્થળે રવાના થયા હતાં. મતદાન માટે પ્રત્યેક મતદાન મથકમાં સરેરાશ ૧૪૦૦ મતદારોની ગણતરી કરતાં જરૂરી ઈ.વી.એમની વ્યવસ્થા પણ કરાઈ છે. જેમાં ૧૦% રિઝર્વ તથા ૫% તાલીમ માટેના ઈ.વી.એમ સહિત ૩૬૯૦ કંટ્રોલ યુનિટ, ૭૨૪૦ બેલેટ યુનિટ, જિલ્લામાં ઉપલબ્ધ વર્કીંગ કન્ડીશનમાં હોય તેવા ઈ.વી.એમ.માં ૪૦૦૦ કંટ્રોલ યુનિટ અને ૮૦૦૦ બેલેટ યુનિટ તેમજ વધારાના ૩૧૦ કંટ્રોલ યુનિટ અને ૭૬૦ બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

GreatWhite Electrical દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન

Rupesh Dharmik

GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા સુરતમાં ભવ્ય ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન; 500થી વધુ ઇલેક્ટ્રિશિયન્સની નોંધપાત્ર હાજરી

Rupesh Dharmik

અગસ્ત એન્ટરટેઇનમેન્ટે મુક્તા એ2 સિનેમાઝ દ્વારા સંચાલિત પ્રીમિયમ થ્રી-સ્ક્રીન પ્રોપર્ટી સાથે સુરતનો સૌથી વૈભવી સિનેમા અનુભવ લોન્ચ કર્યો છે

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૧૭ અને ૧૮ ડીસેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment