Republic News India Gujarati

Category : ગુજરાત

ગુજરાત

કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

Rupesh Dharmik
વડનગર, મહેસાણા: વર્ષ 1984માં પ્રખર સમાજસેવક અને તબીબ ડૉ. વસંત પરીખ તથા સ્વ. રત્નપ્રભાબહેન પરીખના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સ્થાપિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે ગુજરાતની અગ્રણી સેવાકીય સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી ટ્રસ્ટ આરોગ્ય, શિક્ષણ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ, પર્યાવરણ સંરક્ષણ, ગૌસેવા તથા આપત્તિ રાહત જેવા વિવિધ ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ સેવા આપી રહ્યું છે. ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાનો છે. “ઝડપી અને સીધી સહાય, સંપૂર્ણ પારદર્શિતા અને લાભાર્થી સુધી લાભની સુનિશ્ચિતતા” જેવા મૂલ્યોને કેન્દ્રમાં રાખીને સંસ્થા કાર્યરત છે. આરોગ્ય ક્ષેત્રે અનોખી પહેલ કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલ અને વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે સારવાર, દવાઓ અને ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને “કેશ કાઉન્ટર વિના હોસ્પિટલ”ની સંકલ્પના દ્વારા સમાજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી રહી છે. શિક્ષણ દ્વારા સશક્તિકરણ ટ્રસ્ટ સંચાલિત ડૉ. વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ, રત્નપ્રભા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ (સ્કૂલ અને કોલેજ), નર્સિંગ કોલેજ તથા આઇ.ટી.આઇ. સંસ્થા દ્વારા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય અને હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ છાત્રાલયની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. માનવતાની સેવા માટે સતત પ્રયત્ન સંસ્થા દ્વારા નિયમિત રીતે અનાજ વિતરણ, કપડાં અને ધાબળા વિતરણ, આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ તેમજ અન્નક્ષેત્રનું સંચાલન કરવામાં આવે છે. વડનગરમાં સ્વ. રત્નપ્રભાબહેન પરીખ દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેત્ર આજે પણ સતત કાર્યરત છે અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડે છે. પર્યાવરણ અને ગૌસેવામાં આગવી ઓળખ પર્યાવરણ સંરક્ષણ માટે ચેકડેમ, તળાવો અને બગીચાઓના વિકાસ તેમજ જાળવણી જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટ સંચાલિત વસંત વગડો હર્બલ બોટાનિકલ ગાર્ડન ઔષધીય વનસ્પતિઓના સંવર્ધન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસ્યું છે. સાથે જ ગીર ગાયોની સંભાળ રાખતી ગૌશાળા પણ સંચાલિત કરવામાં આવે છે. આપત્તિના સમયમાં માનવતાનો આધાર સુનામી, ભૂકંપ, પૂર અને દુષ્કાળ જેવી કુદરતીઆપત્તિઓતથાકોરોનામહામારીજેવાસમયમાંકરુણાસેતુટ્રસ્ટસત્તતરાહતપુનર્વસન અનેમેડિકલહેલ્પનાકાર્યક્રમોનીસક્રિયભુમિકાભજવેછે. ટ્રસ્ટ માને છે કે સાચી સેવા એ છે જે દુઃખના સમયમાં આશા અને સંબળ પૂરું પાડે. કરુણાથી સર્જાતો પરિવર્તનનો સેતુ કરુણા સેતુ ટ્રસ્ટ માટે સેવા માત્ર આંકડાઓ કે નાણાકીય મૂલ્યોથી માપી શકાય તેવી બાબત નથી. એક દર્દીને મળેલું સ્વાસ્થ્ય, એક વિદ્યાર્થીને મળેલું શિક્ષણ અને એક વરિષ્ઠ નાગરિકને મળેલી સંભાળ – એ જ સંસ્થાની સાચી સફળતા છે. સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે પણ “સત્ય, પ્રેમ અને કરુણા”ના મૂલ્યો સાથે માનવસેવાનો સેતુ બનીને લાખો લોકોના જીવનમાં આશાનું અજવાળું ફેલાવી રહ્યું છે. Website: www.karunasetutrust.org...
ગુજરાત

ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી

Rupesh Dharmik
સુરત, 8 જાન્યુઆરી 2026: નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. સુરત સ્થિત કારકિર્દી ટેક્નોલોજી પ્લેટફોર્મ...
ગુજરાત

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik
ભાવગરમાં ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર શાહ સંગઠનના છે અનુભવી નેતા ભાવનગર: આજે રાજ્યના વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોની નિમણૂક કરાઈ છે ત્યારે રાજકીય...
ગુજરાતબિઝનેસ

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik
સુરતના જ્વેલર્સોએ ભારતીય સંસ્કૃતિની સાથે મેચ કરી અવનવી જ્વેલરી ડિઝાઇન કરી છે, જેમાં લોકોનું આકર્ષણ વધે છે : સી.આર. પાટીલ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪...
ગુજરાતસુરત

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી વધુ એક અંગદાન આર.ટી.એસ.વી ડાયમંડ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું. બ્રેઈનડેડ જય દિનેશભાઈ ખેરડીયા ઉ.વ ૨૪ના પરિવારે જય ના ફેફસા,...
ગુજરાતફેશન

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik
ભાવનગર: રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સ એ ભાવનગર જિલ્લાના  સિહોરશહેરમાં તેનો નવો સ્ટોર શરૂ કરવાની...
ગુજરાત

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik
ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૨ વર્ષ થી દક્ષીણ ગુજરાતમા ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન...
ગુજરાતસુરત

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik
આ કર્ણભૂમિ પર તમે કર્ણ કરતા સવાયા પુરવાર થયા છો-ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલ ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય...
ગુજરાતબિઝનેસ

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik
ભારત દેશ આખા વિશ્વને મિલેટ્‌સ પૂરુ પાડશે, આથી મિલેટ્‌સને પ્રોત્સાહન આપો અને એકત્રિત થઇને ખેતી કરો : પરષોત્તમ રૂપાલા જીવનભર તંદુરસ્ત રહેવું હોય તો પ્રકૃતિ સાથે...
ગુજરાત

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા                                                                    

Rupesh Dharmik
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ૨૨ ડિસેમ્બર થી ૨૬ ડિસેમ્બર દરમ્યાન  રાજકોટમાં યોજાયેલ અમૃત મહોત્સવમાં રાષ્ટ્રનિર્માણમાં અનેરું યોગદાન આપનાર સમગ્ર દેશ માંથી...