July 25, 2024
Republic News India Gujarati
ગુજરાતબિઝનેસ

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Chamber's 'Sparkle International Gems and Jewelery Exhibition - 2023' Grand opening by Gujarat BJP State President C.R. Patil

સુરતના જ્વેલર્સોએ ભારતીય સંસ્કૃતિની સાથે મેચ કરી અવનવી જ્વેલરી ડિઝાઇન કરી છે, જેમાં લોકોનું આકર્ષણ વધે છે : સી.આર. પાટીલ

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સ્પાર્કલ પ્રદર્શનના માધ્યમથી જ્વેલરીને વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવા પ્રયાસ કરાશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો આજથી ભવ્ય શુભારંભ થયો છે. તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી આ પ્રદર્શનની મુલાકાત લઇ શકાશે.

શુક્રવાર, તા. રપ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉદ્‌ઘાટક તરીકે પધાર્યા હતા અને તેમના હસ્તે સ્પાર્કલ પ્રર્દશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ધર્મપત્ની ગંગાબેન પાટીલની સાથે જ્વેલરી સ્ટોલની વિઝીટ કરી અવનવી ડિઝાઇનર જ્વેલરી નિહાળી હતી અને જ્વેલર્સોને પ્રોત્સાહિત કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ પણ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા અને તેમણે પણ જ્વેલરીના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્પાર્કલ પ્રદર્શનમાં સર્વેને આવકાર્યા હતા અને શાબ્દીક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સાથે જ ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટે ઉદ્યોગકારોને હાંકલ કરી છે ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ હાથ ધરેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સુરતમાં જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે ત્યારે મિશન ૮૪ અંતર્ગત સ્પાર્કલ પ્રદર્શનના માધ્યમથી વધુમાં વધુ જ્વેલરી વિદેશોમાં એક્ષ્પોર્ટ થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.

સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનું જે કામ છે એ ખૂબ જ સારી રીતે કરે છે એ સ્પાર્કલ પ્રદર્શનના આયોજનથી પ્રતિપાદિત થાય છે. ચેમ્બર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસીને ઉદ્યોગ માટે અનુકુળ કરવા પ્રયત્નો કરે છે. સુરતના જ્વેલર્સોએ ભારતીય સંસ્કૃતિ સાથે મેચ કરી જ્વેલરી ડિઝાઇન કરી છે, જેમાં લોકોનું આકર્ષણ વધે છે. લોકોની ખરીદ શકિત વધે છે એના પરથી લોકોની આર્થિક સ્થિતિ સારી છે તે ખબર પડે છે. સ્પાર્કલના આયોજન માટે તેમણે ચેમ્બરને અભિનંદન સાથે એકઝીબીશનની સફળતા માટે શુભેચ્છા આપી હતી.

તેમણે વધુમાં કહયું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે વાઇબ્રન્ટ ગુજરાત– ર૦ર૪માં પણ સ્પાર્કલ જેવા એકઝીબીશનને સામેલ કરવા માટે રાજ્ય સરકારને અનુરોધ કરવો જોઇએ.

ચેમ્બર દ્વારા બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના ૩૦ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્‌ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શનમાં મુકાઇ છે.

સુરતના જ્વેલર્સો દ્વારા બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારોને ધ્યાને લઇને ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં મુકાયા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ ગ્રાહકોને જોવા મળશે. ખાસ કરીને લગ્નસરાને ધ્યાને લઇને જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં ગ્રાહકોને જોવા મળશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્પાર્કલ એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો તથા ચેમ્બરના સભ્યો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમારોહનું સંચાલન કર્યું હતું.

ચેમ્બરના ઓફિસ બેરર્સ, ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો અને એકઝીબીટર્સની ધર્મપત્નીઓ તથા લેડીઝ વીંગ અને વુમન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ દીપ પ્રાગટયવિધિ સંપન્ન કરી હતી.


Related posts

ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo

Rupesh Dharmik

બાંધકામમાં તિરાડો થી છુટકારો મેળળવા જોગાણી રેઇનફોર્સમેન્ટ કંપનીએ બસાલ્ટ ફાઈબર ભારતમાં લોન્ચ કર્યું

Rupesh Dharmik

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના

Rupesh Dharmik

ડાયનામિક સર્વિસિસ એન્ડ સિક્યોરિટી લિમિટેડ દ્વારા NACOF નિથીન ના *વ્યૂહાત્મક અધિગ્રહણ અને સોલર પાર્ક ઉપયોગ મંજૂરી પર શેરોમાં 10% થી વધુનો ઉછાળો

Rupesh Dharmik

ક્રાંતિકારી સિદ્ધિ : જોગાણી રિઇન્ફોર્સમેન્ટે ભારતમાં અદ્યતન કોંક્રિટ ફાઇબર માટે 20-વર્ષની પેટન્ટ મેળવી

Rupesh Dharmik

મારુતિ એક્ઝિમ પોતાની ઇન્ટરનેશનલ પ્રેઝન્ટ અને કામગીરીને વધુ આગળ વધારવા માટે કટિબદ્ધ

Rupesh Dharmik

Leave a Comment