સુરત: તમારી લેટેસ્ટ ફેશનને ફ્લોન્ટ કરવા માટે તૈયાર રહો, કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ખૂબ જ ટ્રેન્ડિંગ ફેશન કલેક્શન સાથે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ફરી એક વખત પાછુ આવી રહ્યું છે. હાઈલાઈફ એક્ઝિબિશનમાં તમે તમારી મનપસંદ અને ઈચ્છા મુજબની દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. અહીં બ્રાઈડલ વેર, ડિઝાઈનર એપેરલ્સ, જ્વેલરી, ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ્સ, કલાકૃતિઓ અને ડેકોર ખાસ આકર્ષણ છે. આ સિઝનમાં હાઈલાઈફ એક્ઝિબિશન તમારા શોપિંગ અનુભવને ફરી એકવાર સમૃદ્ધ બનાવવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ કરવા માટે તૈયાર છે
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, “આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે સુરતના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સનો અનુભવ લે. આ શોકેસથી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ સુરતીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું સુરતના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છું કે તે આગામી પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશનનો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી ૧૫૦ થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.”