Republic News India Gujarati
ગુજરાતસુરત

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Honoring 21 women who gave life to people through Donate Life on the occasion of International Women's Day

આ કર્ણભૂમિ પર તમે કર્ણ કરતા સવાયા પુરવાર થયા છો-ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલ

ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દાન અંગે જાગૃતિ ફેલાવી અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેમના અંગોનું દાન કરાવીને, જેમના ઓર્ગન ફેલ થયા છે તેવા દર્દીઓના જીવનમાં નવી આશા આપવાનો છે.

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે પોતાના પતિ અથવા બાળકોના અંગદાન માટે સહમતિ આપી, તેઓનું અંગદાન કરાવી જેમને ઓર્ગનની જરૂર છે તેવા દર્દીઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવનાર ૨૧ મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ડોનેટ લાઈફ દ્વારા યોજવામા આવ્યો હતો. જેમાં સુરત શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલના વરદ્દહસ્તે આવી હિંમતવાન અને સંવેદનશીલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડોનેટ લાઈફ ના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાએ આ મહિલાઓને આવકારતા તેઓને વંદન…પ્રણામ… સલામ કરતા જણાવ્યું હતું કે તમારા નિર્ણય ને કારણે સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળ્યું છે વર્ષ ૨૦૦૬ માં કિડની દાન થી શરુ થયેલું આ અભિયાન લિવર, પેન્ક્રીઆસ, હૃદય, ફેફસાં અને હાથના દાન સુધી વિસ્તર્યું છે.

આ પ્રસંગે સન્માનિત જ્યોતિબેન શાહ  અને વૈશાલીબેન શાહે પોતાનો પ્રતિભાવ આપીને પોતાના સ્વજનોના અંગદાન કરવાના નિર્ણયની યાત્રા વર્ણવી હતી. આ સંવેદનશીલ પ્રતિભાવ યાત્રા આપતા ડોનેટ લાઈફને સેવાકિય કાર્ય કરવા બદલ અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલબેને આ ૨૧ મહિલાઓને સન્માની અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તમને બધાને હું નમન કરું છું, તમારું હૃદય ખુબજ વિશાળ છે. તમે તમારા પ્રાણપ્રિય સ્વજનના અંગદાન માટેની સહમતી આપી તેના કારણે ઘણા બધા પરિવારોમાં ઉજાસ ફેલાયો છે. આ કર્ણભૂમિ પર તમે કર્ણ કરતા સવાયા પુરવાર થયા છો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની આવી ઉજવણી દેશમાં કોઈ પણ શહેરોમાં નહિ થઇ હોય. લોકોને

નવજીવન આપનાર ૨૧ મહિલાઓના સન્માનની આ પહેલ માટે તેઓએ ડોનેટ લાઈફ સંસ્થાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ડાયમંડ અને ટેક્ષટાઇલ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરને અંગદાનના ક્ષેત્રમાં તમારા અવિરત કાર્યને લીધે ઓર્ગન ડોનર સીટી તરીકેની નવી ઓળખ મળી છે.

ડોનેટ લાઈફ દ્વારા જાન્યુઆરી ૨૦૦૬ મા સ્વ.જગદીશભાઈ શાહ નામના બ્રેઈનડેડ વ્યક્તિના કિડનીનું દાન સુરત થી કરાવવામાં આવ્યું હતું, ત્યાર થી ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિના બીજા વવાયા હતા સ્વ.જગદીશભાઈ ના ધર્મપત્ની જ્યોતિબેન શાહ અને વર્ષ ૨૦૦૬ મા સૌથી નાની વયના (સાડા ચાર વર્ષ) બાળક કુશાંગના અંગોનું દાન થયું હતું તેના માતૃશ્રી વીણાબેન પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તદ્દ ઉપરાંત ગુજરાતમાં  સૌ પ્રથમ વખત ફેફસાં, હાડકા અને સૌથી નાની ઉંમરના બાળકના બંને હાથનું દાન કરનાર પરિવારના સભ્યો તેમજ કિડની, લિવર, હ્રદય, ફેફસાં અને ચક્ષુઓના દાન કરનાર પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોનેટ લાઈફ અંગદાનની જનજાગૃતિ માટે છેલ્લા ૧૮ વર્ષથી સેમિનાર, વર્કશોપ, વોકાથોન, સ્ટ્રીટ પ્લે, એક્ઝિબિશન પતંગોત્સવ, ગણેશ ઉત્સવ તેમજ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૭૩ અંગોને દાન કરવામાં આવ્યું છે.


Related posts

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Rupesh Dharmik

સુરતના વેસુમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રામલીલા મંડપની સ્વસ્તિક પૂજન

Rupesh Dharmik

ફેશનેબલ સુરતવાસીઓ લેટેસ્ટ ફેશન ઓફર જોવા માટે તૈયાર થઈ જાઓ, ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

Leave a Comment