Republic News India Gujarati
બિઝનેસસુરત

ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ‘સિટમે– ર૦ર૩’નો શુભારંભ 

India's Union Minister of State for Textiles Darshanaben Jardosh inaugurated 'Sitme-R0R3'

  • ભારતને આત્મનિર્ભર બનાવવા ટેકિનકલ ટેક્ષ્ટાઇલરેડીમેડ ગારમેન્ટ તથા હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ માટેની મશીનરી સુરતમાં બનાવવા માટે દર્શનાબેન જરદોશે ઉદ્યોગકારોને હાંકલ કરી 
  • મશીનરી માટેના સોફટવેર અહીં ડેવલપ થયા છે ત્યારે સુરત પોતે રિચર્સ કરી મશીનરી તથા એના સ્પેરપાર્ટસ ડેવલપ કરી શકે છે અને એના માટે સરકાર ફંડ પણ આપશે : મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ 
  • આવનારા દિવસોમાં ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો જેમ જેમ વપરાશ વધશે તેમ તેમ પાણીનો વપરાશ ઘટશે અને ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રી ઇએસજી કોમ્પ્લાયન્સ તરફ આગેકૂચ કરશે : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૦૪/૦૩/ર૦ર૩ થી ૦૬/૦૩/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન શનિવાર, તા. ૪ માર્ચથી સોમવાર તા. ૬ માર્ચ ર૦ર૩ દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

આ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ આજે સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. જેમાં ઉદ્‌ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ (આઇ.એ.એસ.)એ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનની સાથે ડિજીટલ પ્રિન્ટર્સ પણ મૂકવામાં આવ્યા છે. આ એકઝીબીશનની ખાસિયત એવી છે કે અહીં ૧પ૦૦ મીટર/કલાકની ઝડપ ધરાવતું ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ પ્રદર્શનમાં મુકાયું છે. વિદેશોમાં એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગથી બનતા કાપડ અને તેમાંથી બનતા ગારમેન્ટની માંગ ખૂબ હોય છે. ભવિષ્યમાં કન્વેન્શનલ પ્રિન્ટીંગ ધીરે ધીરે ઓછું થતું જશે અને તેની જગ્યા ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજી લેશે. ડિજીટલ પ્રિન્ટીંગમાં પાણીનો વપરાશ પણ ઘટી જવાના કારણે પર્યાવરણની જાળવણીનો હેતુ પણ સાકાર થાય છે.

વિકસિત દેશોમાં જો આજે કોઈ માલની નિકાસ કરવી હોય તો નિકાસકારોએ એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) કોમ્પ્લાયન્સના પુરાવાઓ આપવા પડે છે અને તો જ તેઓના પ્રોડકટ એક્ષ્પોર્ટ કરી શકે છે. સાથે જ આજે સમગ્ર વિશ્વમાં સસ્ટેનિબિલીટી ઉપર ભાર મૂકવામાં આવી રહયો છે ત્યારે આવનારા દિવસોમાં ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો જેમ જેમ વપરાશ વધશે તેમ તેમ પાણીનો વપરાશ ઘટશે અને ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રી ઇએસજી કોમ્પ્લાયન્સ તરફ આગેકૂચ કરશે.

ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૯થી એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઇ હતી. દેશને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ કરીને સેકટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. જેમાં ટેકિનકલ ટેક્ષ્ટાઇલ, રેડીમેડ ગારમેન્ટ તથા હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ટેકિનકલ ટેક્ષ્ટાઇલ કોટન બેઇઝ હતી પણ હવે કોટનને બદલે સિલ્ક, જયુટ અને  વિસ્કોસનો ઉપયોગ કરવો પડશે. એના માટે સરકારની પીએલઆઇ ટુ સ્કીમ તૈયાર થઇ રહી છે.

દેશને આત્મનિર્ભર બનાવવા માટે એમ્બ્રોઇડરી મશીનરીનું મેન્યુફેકચરીંગ સુરતમાં કરવું પડશે. સાથે જ રેડીમેડ ગારમેન્ટ, મેન મેઇડ ફાયબર અને હેન્ડલુમ હેન્ડીક્રાફટ માટે મશીનરીનું ઉત્પાદન કરવું પડશે તથા એમાં યુવા પેઢીને જોડી શકાય છે. દેશમાં હેન્ડલુમ હેન્ડીક્રાફટ ઇન્ડસ્ટ્રી પણ ઘણું સારું કામ કરી રહી છે. રેડીમેડ ગારમેન્ટ તૈયાર કરવા માટે મહિલાઓને હેન્ડલુમ હેન્ડીક્રાફટની ૪પ દિવસની તાલીમ આપી શકાય છે. જેથી કરીને તેઓને ઇન્ડસ્ટ્રીનું જ્ઞાન મળી શકે.

વધુમાં તેમણે કહયું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સરકારની નવી સ્કીમ માટે ચેમ્બર ઓફ કોમર્સ ભારત સરકાર સાથે સંકલન કરે તેવો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને જે કઇ રજૂઆત તથા સૂચનો હશે તે લઇને દિલ્હી બોલાવ્યા હતા.

સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતમાં ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે મશીન ઓરિએન્ટેડ મોટું સેકટર ડેવલપ થયું છે અને તેેને કારણે સુરતનો તેનો ઘણો લાભ થઇ રહયો છે. મશીનરી માટેના સોફટવેર અહીં ડેવલપ થયા છે ત્યારે સુરત પોતે રિચર્સ કરી મશીનરી તથા એના સ્પેરપાર્ટસ ડેવલપ કરી શકે છે અને એના માટે સરકાર ફંડ પણ આપશે. તેમણે વધુમાં કહયું કે કોટન, જ્યુટ, સિલ્ક બધા એન્વાયર ફ્રેન્ડલી કાપડ છે અને આ દિશામાં સમગ્ર વિશ્વમાં મોટું માર્કેટ ડેવલપ થઇ રહયું છે. મંત્રાલય, ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત મહાનગરપાલિકા સાથે મળીને શહેર માટે સારું કામ કરી રહયાં છે અને સુરત મહાનગરપાલિકા એના માટે કટિબદ્ધ છે.

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ સંંદીપ દુગ્ગલે જણાવ્યું હતું કે, ભારતમાં એમ્બ્રોઇડરી મશીન ઘણી ઓછી બને છે ત્યારે સરકાર તરફથી માર્ગદર્શન મળશે તો ચોકકસપણે એમ્બ્રોઇડરી મશીનરીનું ઉત્પાદન સુરતમાં કરવામાં આવશે અને એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી એ દિશામાં ચોકકસપણે આગળ વધશે.

સિટમે– ર૦ર૩ ના ચેરમેન વિજય મેવાવાલાએ એકઝીબીશન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં ૬૦ એકઝીબીટર્સ દ્વારા વિવિધ પ્રકારના એમ્બોઇડરી મશીનરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. દેશભરમાંથી ૧૮ હજારથી વધુ લોકોએ પ્રદર્શનની મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે ત્રણ દિવસ દરમ્યાન રપ હજારથી વધુ વિઝીટર્સ એકઝીબીશનની મુલાકાત લેશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.

આ એકઝીબીશનમાં ડિજિટલ પ્રિન્ટીંગ મશીન, એમ્બ્રોઇડરી મશીન, ફયુઝન મશીન્સ, કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન, ડાયટ ફેબ્રિક પ્રિન્ટર, ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન, બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક, સકર્યુલર નિટિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, રોલ ટુ રોલ મશીન, એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ, એમ્બ્રોઇડરી ઓઇલ, એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ, એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર અને એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. ટેક્ષ્ટાઇલ મશીનરીનું એકઝીબીશન હોવાથી ૧૬ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં તેની નોંધ લેવા વિઝીટર્સને અનુરોધ કરવામાં આવ્યો છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા, એકઝીબીશન કન્વીનર બિજલ જરીવાલા, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના ઉપ પ્રમુખ રાજેશ ગુપ્તા તથા દિલીપ લાઠીયા સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની એસબીસી કમિટીના ચેરમેન પરેશ પારેખ અને જીજ્ઞા પાઠકે સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું.


Related posts

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘આઇપીઓપ્રિન્યોર્સ’ વિષે કાર્યક્રમનું આયોજન

Rupesh Dharmik

ચેમ્બર દ્વારા સરસાણા ખાતે યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું સમાપન, ૧૮ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન અને ફેશન ટ્રેન્ડસ સાથે ૦૩ અને ૦૪ ફેબ્રુઆરી મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

વાસ્તુ ડેરી પરિવાર દ્વારા રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નીકળી

Rupesh Dharmik

Leave a Comment