Republic News India Gujarati
એજ્યુકેશન

વડાચૌટાની રહેવાસી ઘટા શાહને બી.કોમ. તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ


મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ટ્યુશન લીધું નથી: ઘટા શાહ

સુરત: સુરતના વડાચૌટા વિસ્તારમાં રહેતી અને એસ.પી.બી.કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ઘટા શાહને બી.કોમ. માં ઉચ્ચત્તમ માર્ક્સ તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના ખાસ વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ મળ્યા છે. ઘટા શાહના પિતા હરેશભાઈ શાહ સી.એ. છે અને માતા આભાબેન નવયુગ કોલેજમાં પ્રોફેસર છે. તેણે હર્ષ વ્યકત કરતાં જણાવ્યું કે, મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારના ટ્યુશનની મદદ વિના આ સિદ્ધિ મેળવી છે. એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગ વિષય અઘરો હોવા છતાં હું જાતે જ શીખી આગળ વધી છું. અને આ વિષયમાં પારંગત થઈ છું.

માતાપિતાના સહયોગ અને શિક્ષકોના માર્ગદર્શનથી ભણી-ગણીને આગળ વધવાની પ્રેરણાના કારણે આજે ગોલ્ડ મેડલ અને પારિતોષિક મેળવીને મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે.


Related posts

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, બારડોલીનો ભવ્ય પ્રારંભ – શિક્ષણ ક્ષેત્રે નવી દિશાની શરૂઆત

Rupesh Dharmik

MICA એ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૮ નો ભવ્ય પ્રારંભ કર્યો, બી. વી. રાવે પરિવર્તન અને સખત પરિશ્રમનો પાઠ ભણાવ્યો

Rupesh Dharmik

RJ Vision: વડોદરામાં NEET અને JEE માટે વિશ્વસનીય કોચિંગ સંસ્થા તરીકે ઉભરતું નામ

Rupesh Dharmik

સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

Rupesh Dharmik

દહિસરમાં મહિલાઓ દ્વારા સંચાલિત UAV Pilot Academy નું નવું ડ્રોન ટ્રેનિંગ સેન્ટર શરૂ – ભારતના સ્કિલ્ડ UAV વર્કફોર્સને મળશે નવી દિશા

Rupesh Dharmik

માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

Rupesh Dharmik

Leave a Comment