Image Credit : pixabay.com |
કોટકે ફેસ્ટિવ દિવાળી સેલ માટે Amazon.in સાથે ભાગીદારી કરી કોટક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, બોનસ ઓફર અને આકર્ષક ઇએમઆઇ અને નો-કોસ્ટ ઇએમઆઇ વિકલ્પો પણ ઉપલબ્ધ |
||||||||||||||||||||||||||||||
પ્રકાશનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે કોટક મહિન્દ્રા બેંક (કોટક)એ Amazon.in સાથે તેના ફેસ્ટિવ દિવાળી સેલ માટે ભાગીદારી કરી છે. 29 ઓક્ટોબર ગુરુવારથી 4 નવેમ્બર, 2020 સુધી કોટક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો Amazon.in ઉપર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવશે. ગ્રાહકો આકર્ષક ઇએમઆઇ અને નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર્સ પણ પ્રાપ્ત કરી શકે છે. Amazon.in ઉપર એક સપ્તાહ લાંબી ઓફર કોટકની વાર્ષિક ફેસ્ટિવ સીઝન સેલિબ્રેશન –Khushi Ka Seasonનો હિસ્સો છે. Discount Offer:
વધુમાં બોનસ કેશબેક ઓફર સાથે ગ્રાહકો ઓફરના સમયગાળા દરમિયાન રૂ. 30,000 અથવા વધુ રકમના સિંગલ ટ્રાન્ઝેક્શન ઉપર રૂ. 1,500નું વધારાનું એમેઝોન પે કેશબેક પણ મેળવશે. Bonus Cashback Offer:
કોટક મહિન્દ્રા બેંક લિમિટેડના પ્રોડક્ટ્સ, ઓલ્ટરનેટ ચેનલ્સ એન્ડ કસ્ટમર એક્સપિરિયન્સ ડિલિવરીના પ્રેસિડેન્ટ પુનિત કપૂરે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ બની રહ્યો છે ત્યારે અમે Amazon.in સાથેની ભાગીદારી દ્વારા ફેસ્ટિવ દિવાળી સેલ દ્વારા અમારા ગ્રાહકોને ઉજવણીનું વધુ એક કારણ ઓફર કરતાં ખુશી અનુભવીએ છીએ. આ દિવાળીમાં ઘરની સજાવટ, નવા કપડાં ખરીદવા અથવા પરિવાર અને મિત્રોને ગિફ્ટ આપવી વગેરે કોટક ગ્રાહકો માટે વધુ લાભદાયી અને વળતરયુક્ત રહેશે. |