Republic News India Gujarati
ગુજરાતદક્ષિણ ગુજરાતસુરતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોનાના વિકટ સમયમાં સુરત જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થવા ગુજરાત નિદેશાલયના ૫૬ NCC કેડેટ્સ યોગદાન આપવા સ્વેચ્છાએ આગળ આવ્યા

56 NCC cadets from Gujarat Directorate volunteered to help Surat district administration in difficult times of Corona.

કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ આપશે યોગદાન

સુરત: સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે, તેવા સંજોગોમાં ગુજરાત નિદેશાલયના NCC કેડેટ્સ જિલ્લા વહીવટીતંત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે. સુરતના જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી વિનંતીના પ્રતિભાવરૂપે ૫૬ એન.સી.સીના ઉચ્ચ પ્રેરિત કેડેટ્સ (છોકરા અને છોકરીઓ) સ્વેચ્છાએ સુરતમાં કોવિડ-૧૯માં કામ કરી રહેલી એજન્સીઓને મદદરૂપ થવા આગળ આવ્યા છે.

ગુજરાત નિદેશાલયમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના માત્ર સિનિયર ડિવિઝનના છોકરા અને સિનિયર વિંગની ગર્લ્સ કેડેટ્સને NCC યોગદાન કવાયત-II અંતર્ગત પ્રશાસનને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ કેડેટ્સ સિનિયર વોલિન્ટીયર કેડેટ્સ રહેશે. કેડેટ્સને નિયુક્ત કરતા પહેલાં કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ તેના વિશેની તાલીમ આપવામાં આવી હતી. દિલ્હી ખાતે NCC મહાનિદેશાલય દ્વારા પણ પૂરતા પ્રમાણમાં સ્વૈચ્છિક કેડેટ્સની સલામતી માટેની જોગવાઇ કરવામાં આવી છે. દિલ્હી ખાતે NCCના DG સક્રિયપણે જોડાયેલા છે અને કેડેટ્સની નિયુક્તિ માટે જરૂરી મંજૂરી આપી રહ્યા છે.

ગુજરાત, દાદરા નગરહવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ગયા વર્ષે કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સને મહત્તમ સંખ્યામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેની મહાનુભાવો અને ગુજરાતના લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં એવી પણ ખાતરી આપી હતી કે, NCC યોગદાન II કવાયત માટે નિયુક્ત કરવામાં આવતા ગુજરાત નિદેશાલયના કેડેટ્સ અને સ્ટાફ માટે કોવિડ-૧૯ સંબંધિત તમામ સલામતીની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કેડેટ્સને નિયુક્ત કરવા માટે તેમના માતાપિતાએ આગળ આવીને મંજૂરી આપી તે બદલ તેમનું પણ અભિવાદન કર્યું હતું.

કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ પણ યોગદાન આપશે, જેથી છેલ્લાં એક વર્ષથી કોરોના સામે યુદ્ધ કરી લોકોને સુરક્ષિત રાખવા માટે કાર્યરત ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ અને સુરક્ષા સ્ટાફનું પણ મનોબળ વધશે.


Related posts

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શું તમે ઊંચા અવાજે ઘોરા કરો છો? સવારમાં ઉઠતા થાક લાગતો હોય છે? દિવસ દરમિયાન વધારે ઊંઘ આવે છે?

Rupesh Dharmik

વર્કિંગ વુમનમાં હોર્મોનલ સ્વાસ્થ્ય, તણાવ અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો અંગે જાગૃતિ માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા મહિલા દિવસ નિમિત્તે વિશેષ વર્કશોપનું આયોજન

Rupesh Dharmik

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી  દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત

Rupesh Dharmik

કેન્સર દર્દીઓ માટે વિકસાવવામાં આવેલ આયુર્વેદિક ફોર્મ્યુલા – ડૉ. હરીશ વર્મા

Rupesh Dharmik

Leave a Comment