Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સૂરતના આઠ ઝોનમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે 

Out of the eight zones of Surat, the Athwa zone is number one with the vaccination of 1,59,524 people

સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી

સૂરત: કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યો છે. શહેરમાં કુલ ૮,૭૬,૦૨૧ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૭,૦૯,૯૦૯ લોકોને પ્રથમ ડોઝ અને ૧,૬૬,૧૧૨ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ આંકડામાં શહેરમાં સમાવાયેલા નવા વિસ્તારોમાં ૨૦,૪૭૭ લોકોના રસીકરણનો પણ સમાવેશ થાય છે.

શહેરના અન્ય ઝોનના રસીકરણની વિગતો જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં ૯૫,૬૮૬, વરાછા ઝોન-એમાં ૧,૦૬,૨૮૩ તેમજ વરાછા ઝોન-બીમાં ૭૬,૭૫૬, સાઉથ ઝોન-ઉધનામાં ૧,૦૦,૭૮૦, નોર્થ ઝોન-કતારગામમાં ૧,૦૬,૧૩૪, વેસ્ટ ઝોન-રાંદેરમાં ૧,૨૨,૨૯૧, સાઉથ ઈસ્ટ ઝોન-લિંબાયતમાં ૮૮,૦૯૦ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. કોરોના પ્રતિરોધક રસીનો ડોઝ લઈને કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.

સુરત મહાનગરપાલિકાના આસિ. કમિશનરશ્રી જયેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનના શહેરીજનોએ વેક્સિનેશન કામગીરીમાં પાલિકા તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનીય છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મૂકાવવા માટે લોકો અચકાતા હતા, પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતા તેમજ હાલ વધી રહેલા કોરોના સંક્રમણમાં રસીકરણ અસરકારક શસ્ત્ર છે એવી સમજના કારણે લોકો રસી લેવા આગળ આવ્યા અને અન્ય લોકોને પણ રસી લેવા પ્રેરિત કરી રહ્યાં છે.


Related posts

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

Rupesh Dharmik

વોક્હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નર્સિંગ સ્ટાફના યોગદાનને સપ્તાહભર ઉજવણી સાથે અપાયું સન્માન

Rupesh Dharmik

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ

Rupesh Dharmik

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment