સુરત. કોરોના સામેની લડાઇ હજી પણ જારી છે અને કોરોના વોરિયર્સ જીવના જોખમે લોકોને સંક્રમણથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શહેરના મધુસૂદન ગ્રુપ દ્વારા એક સામાજીક જવાબદારી નિભાવવા માટે પોલીસ જવાનો માટે પોલીસ વિભાગને 10 હજાર મ્યુવીન માસ્ક અર્પણ કરવામાં આવ્યા છે. આ માસ્ક પોલીસ કમિશનર અજય તોમર ને સોંપવામાં આવ્યા હતા. મધુસૂદન ગ્રૂપનું કહેવું છે કે આ માસ્ક કોવિડ 19 વાયરસ ને 99.99% નિષ્ક્રિય કરી દે છે. ફોર લેયર માસ્કની ફિલ્ટર લેયર સરકારી પ્રયોગશાળા દ્વારા પ્રમાણિત છે. રોજ ધોઈને આ માસ્ક ને 30 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રસંગે મધુસૂદન ગ્રુપના શ્રીકાંત મુંદડા, અતુલ બાંગડ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા.