Republic News India Gujarati
ગુજરાતબિઝનેસમની / ફાઇનાન્સસુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કવાર્ટર્લી રિટર્ન મન્થલી પેમેન્ટ (QRMP) સ્કીમની સરળ સમજ આપવા માટે વેબિનારનું આયોજન


સુરત, ગુજરાત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગકારોને જીએસટી કાયદા હેઠળ આગામી ૧લી જાન્યુઆરી, ર૦ર૧થી અમલી થનાર કવાર્ટર્લી રિટર્ન મન્થલી પેમેન્ટ (QRMP) સ્કીમની સરળ સમજ આપવા માટે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના વિભાગ ૮ના સંયુકત રાજ્યવેરા કમિશનર પી. જે. પુજારા, ડિવીઝન ૭ના સંયુકત રાજ્યવેરા કમિશનર એ. બી. મહેતા અને સુરતના સહાયક રાજ્ય વેરા કમિશનર ગૌરાંગ હિંડોચાએ QRMP સ્કીમ અંગે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, જીએસટીના કારણે વેપાર કરવા માટે સરળીકરણ થયું છે, પરંતુ કોઇ જગ્યાએ ખામીઓને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આજના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌરાંગ હિંડોચાએ જણાવ્યું હતું કે, આગામી ૧લી જાન્યુઆરી ર૦ર૧થી દેશભરમાં અમલી થવા જઇ રહેલી જીએસટી કાયદા હેઠળ કવાર્ટર્લી રિટર્ન મન્થલી પેમેન્ટ સ્કીમમાં કઇ રીતે રિટર્ન ભરવાના રહેશે? તેમજ ઇન્ટરેસ્ટની જોગવાઇ અને લેઇટ ફીની જોગવાઇ વિશે વિસ્તૃતપણે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સીલની મળેલી ૪રમી મિટીંગમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ભાગ રૂપે ભલામણ કરવામાં આવી હતી. જેમાં રજિસ્ટર્ડ પર્સનનું એગ્રીગેટ ટર્નઓવર રૂપિયા પ કરોડ સુધીનું હોય તો એવા વેપારીઓએ રિટર્ન, કવાર્ટલી રિટર્ન અને મન્થલી પેમેન્ટ કઇ રીતે કરવાનું છે? તે અંગે સમજણ આપી હતી. તેમણે જુદા–જુદા નોટિફીકેશનમાં આપેલી કલમોની વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે વધુમાં કહયું હતું કે, વેપારીઓને જીએસટીઆર ૩બીમાં રિટર્ન ભરવાનું છે અને જેમનું એગ્રીગેટ ટર્નઓવર આગામી નાણાં કીય વર્ષમાં રૂપિયા પ કરોડથી ઓછું હોય તો એવા વેપારીઓ QRMP સ્કીમનો લાભ લઇ શકશે. જીએસટીઆર પ, ૬, ૭ અને કમ્પોઝીશન ડિલર્સ વિગેરે માટે આ સ્કીમ લાગુ પડતી નથી. એગ્રીગેટ ટર્નઓવરની ગણતરી કરવાની છે તે આગામી નાણાંકીય વર્ષ ર૦૧૦–ર૦ માં જેમનું રૂપિયા પ કરોડથી ઓછું ટર્નઓવર છે અને રજિસ્ટર્ડ પર્સને તેમના રિટર્ન પોર્ટલ ઉપર અપલોડ કર્યા છે તેમનું એગ્રીગેટ ટર્નઓવર કન્સીડર કરવામાં આવશે. જે વેપારીઓનું એગ્રીગેટ ટર્નઓવર જે કવાર્ટરમાં રૂપિયા પ કરોડ કરતા વધારે હોય તે કવાર્ટર તેમને પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછીના કવાર્ટર બાદ સંબંધિત વેપારી, નોર્મલ ડિલરમાં આવી જશે અને એ વેપારી QRMP સ્કીમમાં રહેશે નહીં.
ગૌરાંગ હિંડોચાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્કીમની સુવિધા કોમન પોર્ટલ ઉપર સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધ રહેશે. જે રજીસ્ટર્ડ પર્સન આ સ્કીમમાં દાખલ થવા માંગતા હોય તેઓએ ગત વખતનું રિટર્ન જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરેલું હોવું જોઇએ. આ સ્કીમમાં રજિસ્ટર્ડ પર્સન માઇગ્રેટ થઇ શકે તેના માટે પણ જોગવાઇ કરવામાં આવી છે. રજિસ્ટર્ડ પર્સન એક વખત આ સ્કીમનું ઓપ્શન આપે છે તો તેને દર મહિને કે કવાર્ટરમાં ઓપ્શન આપવાનું રહેશે નહીં. તેમણે કલાસ ઓફ રજિસ્ટર્ડ પર્સન માટે કરવામાં આવેલી જોગવાઇ વિશે, ઇન્વોઇસીંગ ફર્નીશિંગ અને લેઇટ ફી અંગે કરવામાં આવેલી જોગવાઇ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સુરતના વિભાગ ૮ના સંયુકત રાજ્યવેરા કમિશનર પી. જે. પુજારાએ વેબિનારમાં આપવામાં આવેલી માહિતીનો ટૂંકમાં સાર રજૂ કર્યો હતો. જ્યારે સુરતના વિભાગ ડિવીઝન ૭ના સંયુકત રાજ્યવેરા કમિશનર એ. બી. મહેતાએ જણાવ્યું હતું કે, એગ્રીગેટ ટર્નઓવર સિસ્ટમમાં ઓટોમેટીક કેલ્કયુલેટ થઇ જશે. કરદાતાએ ફિકસ સ્કીમમાં જવું કે સેલ્ફ એસેસમાં જવું તે તેમના ઉપર છોડવામાં આવ્યું છે. ઓનલાઇન બિઝનેસ કરનારા વેપારીઓ માટે આ સ્કીમમાં કવાર્ટલી રિટર્નની ફેસિલીટી નથી. વેબિનારમાં વેપારીઓ દ્વારા લેઇટ ફી સહિતના વિવિધ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા, જેનો સંતોષકારક જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.
ઉપરોકત વેબિનાર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્ષ બાર એસોસીએશન– સુરત, ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશન– સુરત, ધી સુરત બ્રાંચ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ ઓફ ધી ઇન્સ્ટીટયુટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા, ધી ઇન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા– સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર, નવસારી ડિસ્ટ્રિકટ સેલ્સ ટેક્ષ એસોસીએશન– નવસારી, ધી વાપી વેલ્યુ એડેડ ટેક્ષ પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપી, ધી વલસાડ ડિસ્ટ્રિકટ જી.એસ.ટી. પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપી, વલસાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી– વલસાડના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.
આ વેબિનારમાં ચેમ્બરના ગૃપ ચેરમેન હાર્દિક શાહ અને ચેમ્બરની જીએસટી કમિટીના કો–ચેરમેન રોહન દેસાઇએ પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.


Related posts

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

Rupesh Dharmik

એસોચેમ અને SAIF ઝોને સુરતમાં ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપ્યું

Rupesh Dharmik

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

Rupesh Dharmik

મેનાક્સિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સીમાચિહ્નરૂપ ₹200Cr યુરોપિયન કોન્ટ્રાક્ટ જીત્યો, જે વૈશ્વિક વૃદ્ધિનો સંકેત આપે છે

Rupesh Dharmik

Leave a Comment