Republic News India Gujarati
ગુજરાતબિઝનેસસુરત

‘૭ ટુલ્સ ટુ ગ્રો યોર બિઝનેસ ડિજીટલી’વિષય ઉપર સેમિનારનું આયોજન


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘૭ ટુલ્સ ટુ ગ્રો યોર બિઝનેસ ડિજીટલી’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંત્રપ્રિન્યોર કન્સલ્ટન્ટ, ટ્રેઇનર, કોચ અને પબ્લીક સ્પીકર ફોરમ મારફતિયાએ ડિજીટલ માર્કેટીંગ અને સોશિયલ મિડીયા માર્કેટીંગ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું ૭ર ટકા કન્ઝમ્પ્શન એકમાત્ર અમેરિકામાં થાય છે. જ્યારે અમેરિકામાં જ જેમ્સ એન્ડ જ્વેલરીનો ઓનલાઇન બિઝનેસ પ૮ ટકા છે. કોવિડ– ૧૯ની પરિસ્થિતિને કારણે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ અને ફાર્મા ઇન્ડસ્ટ્રી હજી પૂર્ણપણે બહાર નીકળી શકી નથી પણ જે ઇન્ડસ્ટ્રીએ ડિજીટલ માર્કેટીંગની મદદ લીધી છે તે પ્રગતિના પંથે છે.

તેમણે વધુમાં કહયું હતું કે, વર્ષ ર૦૧૯માં એપ્રિલથી નવેમ્બર સુધી તેમજ વર્ષ ર૦ર૦માં એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન કમ્પેરીઝન કરવામાં આવે તો જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરમાં ૯ર ટકા ગ્રોથ થયો છે. એની પાછળનું કારણ ડિજીટલ માર્કેટીંગ છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ હાલ દેખાતી તેજી ડિજીટલ માર્કેટીંગના કારણે છે. દેશભરમાં વિવિધ એકઝીબીશનોનું પ્રમોશન પણ ડિજીટલ અને સોશિયલ માર્કેટીંગ થકી થઇ રહયું છે. આથી ઉદ્યોગ સાહસિકો ડિજીટલ માર્કેટીંગનું મહત્વ સમજી શકે એના માટે આજના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વકતા ફોરમ મારફતિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોને તેમની પ્રોડકટ માટે બધા જ પ્લેટફોર્મ પર જઇને માર્કેટીંગ કરવાની જરૂર નથી. પ્રોડકટ સંબંધિત ગ્રાહકોને ધ્યાનમાં રાખીને જ પ્લેટફોર્મ સિલેકટ કરવું જોઇએ. સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ કરવું એને ડિજીટલ માર્કેટીંગ નહીં કહેવાય. ડિજીટલ માર્કેટીંગ ઇઝ પ્રોપર કોમ્યુનિકેશન. સોશિયલ મિડીયામાં જે પ્રોડકટ દેખાય છે તે વેચાય છે. પરંતુ ડિજીટલ માર્કેટીંગ વારંવાર અને નિયમિતપણે કરવું જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિજીટલ માર્કેટીંગ ઘરે બેસીને ઓછા રિસોર્સની સાથે કરી શકાય છે. એના માટે જુદા–જુદા ટુલ્સ સમજવાની જરૂર હોય છે. એજન્સી હાયર કરીને ખર્ચ કરવા કરતા ઉદ્યોગ સાહસિકોએ ડિજીટલ માર્કેટીંગ શીખવું જોઇએ. તેમણે ડિજીટલ માર્કેટીંગ માટે ઉપયોગી થતા જુદા–જુદા ટુલ્સ જેવા કે કેન્વા, સ્ટોરી આર્ટ, ઇન્સ્ટાગ્રીડ મેકર, ઇન્સ્ટાગ્રામ રી–પોસ્ટ, સ્મોલ સીઓ ટુલ્સ, ઓલ હેશટેગ ડોટ કોમ, ગુગલ કીવર્ડ પ્લાનર, ઓલ ઇવેન્ટ્‌સ ડોટ ઇન, ફેસબુક બિઝનેસ સ્યુટ, ફેસબુક એડ્‌સ મેનેજર, પ્રાઇવર સીઆરએમ, યુટયુબ સ્ટુડીયો અને પોયમ મોડેલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ફોરમ મારફતિયાએ વધુમાં કહયું કે, સોશિયલ મિડીયાનો ઉપયોગ કરનારાઓને તેના ઘણા બધા ટુલ્સની ખબર જ હોતી નથી. આ ટુલ્સનો ઉપયોગ કરવાથી તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકો છો. આ ઉપરાંત કલર ઓપ્શન્સ પણ એટલા જ જરૂરી છે. પ્લેસ્ટોરમાં જઇને એવી ઘણી બધી એપ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમને રેડી મટિરીયલ મળી શકે છે કે જે મટિરીયલ ખૂબ જ આકર્ષીત હોય છે. લીન્કડીનનો ઉપયોગ કરવાથી તમારા બિઝનેસ પ્રોફાઇલને મજબુતી મળે છે તો યુટયુબના માધ્યમ દ્વારા તમને ઘરે બેઠા પૈસા કમાવવાની તક પણ સાંપડે છે.

આજના સેમિનારમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય નીતિ ખરવરે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે વુમન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.


Related posts

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

Rupesh Dharmik

એસોચેમ અને SAIF ઝોને સુરતમાં ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપ્યું

Rupesh Dharmik

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

Rupesh Dharmik

મેનાક્સિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સીમાચિહ્નરૂપ ₹200Cr યુરોપિયન કોન્ટ્રાક્ટ જીત્યો, જે વૈશ્વિક વૃદ્ધિનો સંકેત આપે છે

Rupesh Dharmik

Leave a Comment