Republic News India Gujarati
બિઝનેસ

જ્યોતિ મયાલ : ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીમાં એક લીડિંગ ફોર્સ, ગુજરાતમાં ટીએએઆઇ નવી ઊંચાઈઓ હાસિલ કરી 


ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAAI)ના પ્રેસિડન્ટ શ્રીમતી જ્યોતિ મયાલ ટ્રાવેલ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વૂપૂર્ણ વ્યક્તિવ્ય બની ગયું છે,જેમણે ભારત અને  બહારની જર્નીના ફ્યૂચરને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઇન્ડસ્ટ્રીના ફેસ તરીકે શ્રીમતી માયલ્સના નેતૃત્વમાં ટ્રાવેલ ક્ષેત્રને માત્ર કોવિડ-19 મહામારીમાં  પડકારોમાંથી પસાર થવામાં મદદ જ નથી મળી, પરંતુ ગુજરાતમાં આ ક્ષેત્રની અંદર સસ્ટેનેબલ ગ્રોથ, ઇનોવેશન, કોલોબ્રેશન માટેનો માર્ગ પણ નક્કી કર્યો છે. વધુમાં,  ટ્રાવેલ એજન્ટો માટે ઉદ્યોગનો દરજ્જો આપવા માટે ગુજરાત સરકાર સાથે નજીકથી કામ કરી રહી છે, જેનાથી સમગ્ર ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

કોરોના મહામારી દરમિયાન શ્રીમતી મયાલે પ્રવાસન મંત્રાલય (MoT)સાથે ભાગીદારીમાં શ્રેણીબદ્ધ કૌશલ્ય અને ઉચ્ચ કૌશલ્ય પહેલની આગેવાની કરતા ટ્રાવેલ એજન્ટો અને ઓપરેટરો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં હતા. આ પ્રયાસે સુનિશ્ચિત કર્યું કે, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સભ્યો વિકસતા લેન્ડસ્કેપને અનુકૂલન કરવા માટે સજ્જ રહે છે. એજન્ટના અધિકારો માટે તેઓની સતત હિમાયતને કારણે એરલાઇન્સ તરફથી રિફંડ માટે સફળ વાટાઘાટો થઈ જ્યારે વિદેશ મંત્રાલય સાથેના તેમના કાર્યને લીધે વિઝા પ્રક્રિયાઓને સરળ રીતે ફરી શરૂ કરવામાં મદદ મળી અને આ ક્ષેત્રની રિકવરી માટે વધુ સપોર્ટ મળ્યો છે.

કોવિડ-19 મહામારીના  બીજા તબક્કા પહેલા એક માઇલસ્ટોન પહેલમાં શ્રીમતી મયાલના નેતૃત્વમાં ટીએએઆઇ એ ગુજરાત સરકારના સહયોગથી નોલેજ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. આ પહેલ અંતર્ગત 220 સભ્યોને પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લાવી એક હિંમતવાન પગલું જેણે નિર્ણાયક સમયમાં સ્થાનિક પ્રવાસનને નોંધપાત્ર રીતે વેગ આપ્યો હતો. વધુમાં જૂન 2023માં શ્રીમતી માયલને ગોવામાં પ્રતિષ્ઠિત જી-20 ટુરિઝમ મીટ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે મુખ્ય ચર્ચાઓને આકાર આપવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી. ટીએએઆઇ દ્વારા સમર્થિત તેમને વૈશ્વિક મહેમાનો સમક્ષ ભારતના પ્રવાસન ઉદ્યોગની શક્તિઓનું પ્રદર્શન કરવામાં મદદ કરી અને વિશ્વને ભારતના પ્રવાસન અને આતિથ્યનું પ્રદર્શન કર્યું હતું.

તેમના નેતૃત્વમાં ટીએએઆઇ એ ભારત અને શ્રીલંકા વચ્ચે ખાસ કરીને જાફના અને ભારત અને કંબોડિયા વચ્ચે કનેક્ટિવિટીના નવા માર્ગો ખોલવા માટે ફ્લાઇટ્સ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત અને પડોશી દેશો વચ્ચે પ્રવાસના વિકલ્પોના વિસ્તરણ માટે શ્રીમતી માયલની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવ્યા છે અને પ્રવાસન માટેની તકો વધારી છે.

સ્થિરતાની એક મજબૂત સમર્થક શ્રીમતી મયાલે જવાબદાર પ્રવાસન પ્રથાઓની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે. ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલને પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસોએ ટીએએઆઇના કાર્યસૂચિમાં સ્થિરતાને મોખરે સ્થાન આપ્યું છે. વધુમાં ટ્રાવેલ એજન્ટ્સ ઉદ્યોગના દરજ્જાની માન્યતા માટેની તેમની ઝુંબેશ સમગ્ર દેશમાં એજન્ટો માટે વધુ સારી નીતિ સમર્થન અને નાણાકીય સ્થિરતાની હિમાયત કરતી વેગ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે.

પોતાની યાત્રા પર વિશે વાત કરતા  શ્રીમતી જ્યોતિ મયાલે કહ્યું કે,“ ટ્રાવેલમાં નેતૃત્વ મોટા ચિત્રને સમજવવા અંગે છે. ફોકસ અને વિસ્તરણના સંદર્ભમાં ગુજરાત હંમેશા અમારી યોજનાઓનો મુખ્ય ભાગ રહ્યો છે. અમારો ઉદ્યોગ લોકો, સંસ્કૃતિઓ અને અનુભવોને જોડે છે. જેમ -જેમ આપણે આગળ વધીએ છીએ તેમ નવીનતા,ટકાઉપણું અને સર્વસમાવેશકતાને આત્મસાત કરવી જરૂરી છે. આ ઉપરાંત સાથે મળીને આપણે ટ્રાવેલના ભવિષ્યને  પુનઃવ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને સમાજ અને પર્યાવરણ પર કાયમી અસરો બનાવી શકીએ છીએ.

એડવોકેસી, ઇનોવોશન અને સસ્ટેનેબલ ગ્રોથના વારસાની સાથે  શ્રીમતી માયલનું નેતૃત્વ ગુજરાત અને ભારતના પ્રવાસ ઉદ્યોગને ઉત્થાન આપવાનું ચાલુ રાખે છે અને એ સુનિશ્ચિત કરે છે કે આ સતત વિકસતા વૈશ્વિક ક્ષેત્રે ખીલેલું રહે.


Related posts

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ

Rupesh Dharmik

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

Rupesh Dharmik

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

Leave a Comment