સુરત તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ : હાઇલાઇફ એક્ઝિબિશન દ્વારા ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને ખાસ એક્ઝીબીશન રાખવામાં આવેલ છે, જે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે ૨૪ અને ૨૫ એપ્રિલ ના રોજ યોજવામાં આવશે. જ્યાં ટ્રેન્ડસેટિંગ ફેશન શોકેસ, હાઇ લાઇફ એક્ઝિબિશન દ્વારા નવીનતમ ઉનાળાના કલેક્શન ટ્રેન્ડ્સ રજુ કરવામાં આવશે.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકના જણાવ્યા મુજબ, આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને બનાવેલ ડિઝાઇન ટ્રેન્ડસ જોવા મળશે. ફેશન દરેક ઋતુમાં બદલાતી રહે છે પરંતુ જે સ્થિર રહે છે તે છે ભડકાઉપણું અને કરિશ્મા. તેવી જ રીતે, હાઇલાઇફ એક્ઝિબિશન દરેક ઋતુમાં એક નવી સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને નવી આભા સાથે પાછું આવે છે. આ વખતે હાઇલાઇફ ભારતના સૌથી મોટા ફેશન એક્ઝિબિશનમાં તમને સમર કલેક્શનથી પ્રેરિત કલેક્શન જોવા મળશે. હાઇલાઇફ એક્ઝિબિશન સુરતના ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝરી એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે.
હાઈલાઈફ એક્ઝિબિશન પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલવેર, ભવ્ય ડિઝાઇનર વસ્ત્રો, દુલ્હનો માટે લગ્નના પોશાક, બેન્ડવેગન માટે એથનિક ડિઝાઇન, રોજિંદા ફેશન વસ્ત્રો, એસેસરીઝ, જ્વેલરી અને તમારા ઘર માટે ફેશન સ્ટેટમેન્ટ પણ જોવા મળશે. આ વિશિષ્ટ શોકેસ ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ મેરિયોટ, સુરત ખાતે સુરત શહેરમાં આવી રહ્યો છે અને તે ફેશન જગતમાં ધૂમ મચાવશે. તો આવો, ફેશનના ભવ્ય ઉત્સવનો ભાગ બનો.