Republic News India Gujarati
બિઝનેસ

2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ


હાલના દિવસોમાં ભારત સહિત વૈશ્વિક સ્તરના અર્થતંત્રમાં ખૂબ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. ભારત દેશનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી મોટું પાંચમાં નંબરનું અર્થતંત્ર છે. ત્યારે આવા સમયે વાત કરીએ વર્ષ 2026માં તમારા કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઈનાન્સ સર્ટિફિકેશન્સ વિશે, કે જે તમને પણ વૈશ્વિક સ્તરે આસાનીથી પહોંચાડી શકે છે.

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે, ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ એટલે શું? તો ટૂંકમાં જણાવીએ તો આ એક એવો પ્રોફેશનલ કોર્સ છે કે જે ફાઈનાન્સ ક્ષેત્રમાં વિશ્વભરમાં તમારી કુશળતાને માન્યતા આપે છે. આ કોર્સનું પ્રમાણપત્ર સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે સાથે જ વૈશ્વિક લેવલ પર કામ કરવાની તકો પણ પૂરી પાડે છે. જેમાં મુખ્ય રીતે CFA અને CMAનો સમાવેશ થાય છે.

CFA: ચાર્ટડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ  (Chartered Financial Analyst)

CMA: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ  (Certified Management Accountant)

જો કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિને વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ અને જૉબ મારફતે લાખો રૂપિયાનું પેકેજ મેળવવું હોય તો CFA અને CMA ‘મોટી સફળતા’ સાબિત થઈ શકે છે. આજના આધુનિક જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ ઘણા ખરા ક્ષેત્રોમાં કામ કરવાની રીત અને પ્રોફેશનલ વર્કનો ચહેરો બદલી નાખ્યો છે. જેના પરિણામે હવે ફક્ત કોલેજની ડિગ્રી પૂરતી નથી. પરંતુ પોતાના કરિયરને આગળ વધારવા માટે CFA અને CMA એક સારામાં સારી તક કહી શકાય.

CFA એટલે શું?

CFA એ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક ફાઈનાન્સ સર્ટિફિકેટ માનવામાં આવે છે. આ કોર્સ અમેરિકાની CFA ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. શેરબજાર તેમજ ઈન્વેસ્ટમેન્ટ બેકિંગમાં તમારે કરિયર બનાવવું હોય તો CFAએ એક સારામાં સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આજની તારીખે ઘણીખરી કંપનીઓ ફક્ત કોઈ કર્મચારી નહીં પરંતુ એવા વ્યક્તિઓની શોધમાં હોય છે કે, જે હાલનો ડેટા જોઈને ભવિષ્યનું મૂલ્યાંકન કરી શકે. આ ઉપરાંત એ પણ વિચારી શકે કે, કંપનીએ ક્યાં ખર્ચ ઘટાડવો જોઈએ અને કઈ જગ્યાએ રોકાણ વધારવું જોઈએ. ચાલુ વર્ષ એટલે કે, 2026માં પરફોર્મન્સ એનાલિટિક્સમાં CFA નિષ્ણાતોની ખૂબ માગ જોવા મળી રહી છે. CFAની સૌથી મોટી અને ફાયદાકારક વાત એ છે કે, આ કોર્સ 2થી 4 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે અને સર્ટિફિકેટ પણ મળી જાય છે.

CMA એટલે શું?

હવે વાત કરીએ CMAની તો, આ કોર્સ ખાસ કરીને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે. પ્રાથમિક માહિતી અનુસાર એમાં પણ બે ભાગ રહેલા છે. ખાસ કરીને તેમાં કોસ્ટ, બજેટ, પ્લાન અને સ્ટ્રેટેજી મહત્વનો ભાગ ભજવે છે. CMA નું સર્ટિફિકેટ જેની પાસે હોય એવા લોકોને કોર્પોરેટ સેક્ટરમાં જબરદસ્ત તકો મળે છે. તેઓ ફાઈનાન્સ મેનેજર, સ્ટ્રેટેજિક પ્લાનર અને કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકે છે. CMA કોર્સ ટૂંકો છે. જે 6 મહિનાથી 1.5 વર્ષ સુધીમાં પૂર્ણ કરી શકાય છે.

CFA અને CMA વચ્ચેના કોર્સમાં શું ફર્ક છે?

CFA ખાસ કરીને ઈન્વેસ્ટમેન્ટ અને માર્કેટ પર આધારિ છે. આ કિસ્સામાં CMA ફાઈનાન્સ અને મેનેજમેન્ટ પર ધ્યાન રાખે છે. જો લોકોને શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હોય અથવા તો એમાં રસ હોય તેવા લોકો માટે CFA યોગ્ય કહી શકાય. તેની સામે જે વ્યક્તિને કંપનીની અંદર ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને ડિસિઝન મેકિંગમાં રસ હોય તેવા વ્યક્તિઓ માટે CMA ખબૂ સારો ઓપ્શન છે.

વર્ષ 2026માં ટેકનોલોજી આધારિત અવનવી તકો ઊભી થઈ છે. ભારતમાં પણ ખૂબ માંગ વધી રહી છે. આજના વિદ્યાર્થીઓ તેમજ સંલગ્ન વિષયમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે આ બન્ને કોર્સ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વૈશ્વિક સ્તરે જે લોકો કરિયર બનાવી પોતાની અલગ ઓળખ ઊભી કરવા માગે છે તેવા લોકો માટે CFA અથવા CMAનો કોર્સ ‘લાઈફ લાઈન’ સાબિત થઈ શકે છે. આ કોર્સમાં જે પણ વ્યક્તિને ઈન્ટરેસ્ટ હોય અને સાથે જ મહેનત કરવા માટે તૈયાર હોય તેવા લોકો આ બન્ને કોર્સ મારફતે પ્રોફેશનલ દુનિયમાં ટોચ પર જઈ શકે છે.

આ ઉપરાંત અન્ય 3 વિકલ્પો પણ છે. જેમાં ACCA, FRM અને IFRSનો સમાવેશ થાય છે. આ ત્રણેયની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે.

ACCA: એસૉસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ્સ (Association of Chartered Certified

Accountants)

આ એક આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ કોર્સ છે. જેના સર્ટિફિકેટની માન્યતા 180થી વધુ દેશોમાં આપવામાં આવી છે. એક શબ્દમાં વર્ણન કરીએ તો આ ડિગ્રી ‘ઈન્ટરનેશલ સીએ’ (International CA) જેવી કહી શકાય. જેનો કોર્સ સામાન્ય રીતે 2.5થી 3 વર્ષની આસપાસમાં પૂર્ણ થઈ જાય છે. જેમાં અંદાજિત સેલેરી 4-8 લાખ (ફ્રેશર) અને 10-25 લાખ (એક્સિપિરયન્સ)ને મળી શકે છે.

FRM:ફાઈનાન્સિયલ રિસ્ક મેનેજર (Financial Risk Manager)

FRM પણ એક ગ્લોબલ લેવલનું સર્ટિફિકેટ છે. જે ગ્લોબલ એસૉસિએશન ઑફ રિસ્ક પ્રૉફેશનલ દ્વારા આપવામાં આવે છે. આ કોર્સ 1થી 1.5 વર્ષમાં આસાનીથી પૂર્ણ કરી શકાય છે. જેમાં સેલેરીની વાત કરીએ તો ફ્રેશરને 6-12 લાખ રૂપિયા મળી શકે છે અને એક્સિપિરયન્સ પર્સનને 15-30 લાખ સુધીનું પેકેજ મળવાની શક્યતા છે.

IFRS:ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (International Financial Reporting Standards)

IFRSમાં ખાસ સમજવા જેવું છે. કારણ કે, આ એક કોર્સ નથી પરંતુ એકાઉન્ટિંગ માટેના નિયમોનું માળખું છે. જે નિયમો ઈન્ટરનેશલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના સર્ટિફિકેશ માટે માત્ર 3થી 6 મહિનાનો સમય લાગી શકે છે અને 5-15 લાખનું પેકેજ મળવાની શક્યતા રહેલી છે. ટૂંકમાં જેટલો વધારે એક્સિપિરયન્સ એટલું જ વધારે સારું પેકેજ.

જો તમે આ કોર્સ માટે કોઈ સારી ઈન્સિટ્યૂટની શોધ કરી રહ્યા છો તો Zell એજ્યુકેશન સૌથી બેસ્ટ ઓપ્શન છે. જ્યાં તમામ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે અને બેસ્ટ એજ્યુક્શનની ખાતરી પણ છે. જેનાથી તમારા કરિયરમાં કોઈ અડચણ નહીં આવી અને ઝડપથી સફળતાની શીખર સુધી પહોંચી જશો.

સૌથી છેલ્લે એ પણ જણાવીએ તો વર્ષ 2026માં કરિયરને નવી દિશા આપવા માટે ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ ઉત્તમ તક કહી શકાય. એટલું જ નહીં ફાઈનાન્સ ક્ષેત્રમાં એક સફળ અને સ્થિર કરિયર પણ બનાવી શકાય છે. સાથે જેમ-જેમ અનુભવો વધશે તેમ-તેમ નવા શીખરો સર કરી શકાશે અને કોર્પોરેટ ક્ષેત્રે દેશ-વિદેશમાં તમારા નામનો ડંગો વગાડતા કોઈ રોકી નહીં શકે.


Related posts

AI-સક્ષમ માર્કેટિંગ લીડર્સની આગામી પેઢી તૈયાર કરવા માટે MICA અને Komerz વચ્ચે ભાગીદારી

Rupesh Dharmik

જયપુર સ્થિત EV ચાર્જિંગ સ્ટાર્ટઅપ ChargeJet એ એપ-ફ્રી ચાર્જિંગ ફીચર લોન્ચ કર્યું, જેનાથી ડ્રાઇવરો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના તરત જ સ્કેન, ચૂકવણી અને ચાર્જ કરી શકે છે.

Rupesh Dharmik

બ્રિજ ગ્રુપને મળ્યું પ્રતિષ્ઠિત ‘ ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’ સન્માન

Rupesh Dharmik

ડેનવરે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે “Denver Intense EDP” લોન્ચ કર્યું

Rupesh Dharmik

ગુજરાતમાં તીવ્ર ગરમીની લહેર વચ્ચે, સિન્ટેક્સ રજૂ કરે છે TruPuf, ભારતની પહેલી સાચા અર્થમાં ઇન્સ્યુલેટેડ પાણીની ટાંકી

Rupesh Dharmik

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મજબૂત માંગને કારણે ABB ઇન્ડિયાએ CY2026 માટે મજબૂત શરૂઆત કરી

Rupesh Dharmik

Leave a Comment