Republic News India Gujarati
બિઝનેસ

એરલાઇનના વિકાસને આધાર આપવા નવી મુંબઈ આં.રાષ્ટ્રીય એરપોર્ટમાં હવે ‘TajSATS ફ્લાઇટ કિચન’


નવી મુંબઈ, 07 ઓક્ટોબર 2026: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટએ ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૭ માર્ચ ૨૦૨૭ સુધીના શિયાળુ સમયપત્રક ૨૦૨૬-૨૭ અગાઉ તેના એરલાઇન નેટવર્કના વિસ્તરણના ભાગરુપે ભારતની ઉડ્ડયન કેટરિંગ કંપનીઓમાંની અગ્રણી તાજસેટ્સ દ્વારા સંચાલિત સેવાઓનો ઉમેરો કર્યો છે. ફ્લાઇટ સમર્પિત કિચન, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કેરિયર્સની વધતી જતી જરૂરિયાતોને ટેકો આપવા સજ્જ છે.

એરપોર્ટ પરિસરમાં આ સુવિધા હાલમાં દિવસમાં ૪૦ થી વધુ પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સને સેવા આપે છે અને દરરોજ ૭,૫૦૦ ભોજન તૈયાર કરવા સાથે ફ્લાઇટની હિલચાલ અને મુસાફરોની સંખ્યામાં થતા વધારાને ધ્યાને લઇ તેની ક્ષમતા દરરોજ ૧૫,૦૦૦ ભોજન સુધી વધારી શકાય છે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય એરપોર્ટ અધિકારી શ્રી સુભાષ મુરીકેનચરીએ જણાવ્યું હતું કે આ એરપોર્ટ  તેના એરલાઇન નેટવર્કનું સતત વિસ્તરણ કરતા રહીને સમયની માંગને અનુરુપ તેની સહાયક માળખાકીય સુવિધા વધે તે મહત્વનું છે. આ કિચન એરલાઇન્સની વધતી માંગને પહોંચી વળવા સાથે તાજસેટ્સ ફ્લાઇટ માટે સુગમતા અને મુસાફરોને સ્વાદીષ્ટ ભોજન પિરસે છે.

સ્કેલેબલ ઉત્પાદન માળખું, આધુનિક રેફ્રિજરેશન સિસ્ટમ્સ અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓને જોડતી આ સુવિધા એરલાઇનના સમયપત્રક અને માંગમાં ફેરફારને અનુરુપ સેવા આપવા માટે એરપોર્ટ પરિસરમાં ઉપલબ્ધ હોવાથી પ્રસ્થાન કરતા વિમાનોને કાર્યક્ષમ ભોજનના વિતરણને પણ સક્ષમ બનાવે છે.

ભારતમાંથી કાર્યરત લગભગ ૪0 ટકા આંતરરાષ્ટ્રીય કેરિયર્સને  આ સુવિધા સ્થાનિક ભોજન-ઉન્નતીકરણ ક્ષમતાઓ પૂરી પાડવા ઉપરાંત એરલાઇન્સને પ્રસ્થાનના બિંદુની નજીક કેટરિંગ જરૂરિયાતોનું સંચાલન કરવાનો વધારાનો વિકલ્પ આપે છે.

એરલાઇનના પોતાના ફ્લાઇટ રસોડામાંથી બેક કેટરિંગ પર આધાર રાખતી આ સેવા નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું ઇનફ્લાઇટ કેટરિંગ માળખું સ્થાનિક કેરિયર્સની કેટરિંગ જરૂરિયાતો સાથે તેને ટેકો આપવા વિકસાવવામાં આવ્યું છે.

એરપોર્ટ પરિસરમાં વ્યૂહાત્મક સ્થાને આવેલા આ કિચનમાં ખાસ ભોજન, એલર્જન-સંવેદનશીલ મેનુ અને હલાલ ભોજન સહિત વિવિધ આહારની માંગને અનુરુપ  ગુણવત્તાસભર કેટરિંગ. તથા સુસંગતતા જાળવવા માટે આધુનિક રેફ્રિજરેશન અને ઉત્પાદન પ્રણાલીઓને અનુસરવામાં આવે છે.

આ સુવિધા કડક ખાદ્ય સલામતી અને ગુણવત્તા માટેના આવશ્યકતાના ધોરણોનું ચૂસ્ત પાલન કરે છે, જેમાં હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (ISO) 22000 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આવશ્યકતાઓ ઉપરાંત.વ્યાપક ગુણવત્તા-નિયંત્રણ પ્રક્રિયાઓમાં ખોરાકની તૈયારી, હેન્ડલિંગ, સંગ્રહ અને ડિસ્પેચનો સમાવેશ થાય છે.

આ અમલવારી એરલાઈન્સને પહોંચાડવામાં આવતું ભોજન સ્વચ્છ, તાજગી અને ગુણવત્તાના સુસંગત ધોરણોને પૂર્ણ કરે તેની ખાતરી કરવામાં મદદ કરે છે.

ઉડ્ડયન કેટરિંગમાં ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવતું  તાજસેટ્સ ફ્લાઇટ કિચન પહેલેથી જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પણ કાર્યરત છે અને માંગને અનુરૂપ ડિઝાઇન થયેલું છે. નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ  એરલાઇન કનેક્ટિવિટી અને મુસાફરોની વૃદ્ધિના આગામી તબક્કાને ટેકો આપવા સજ્જ છે.

માધ્યમોની વિશેષ માહિતી માટે સંપર્ક; રોય પૌલ: [email protected]


Related posts

એક રૂમથી શરૂ થયેલી સુગંધની સફર હવે 10 રાજ્યો સુધી, Sagar Perfumeનું વિસ્તરણ સતત જારી

Rupesh Dharmik

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

Rupesh Dharmik

AI-સક્ષમ માર્કેટિંગ લીડર્સની આગામી પેઢી તૈયાર કરવા માટે MICA અને Komerz વચ્ચે ભાગીદારી

Rupesh Dharmik

જયપુર સ્થિત EV ચાર્જિંગ સ્ટાર્ટઅપ ChargeJet એ એપ-ફ્રી ચાર્જિંગ ફીચર લોન્ચ કર્યું, જેનાથી ડ્રાઇવરો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના તરત જ સ્કેન, ચૂકવણી અને ચાર્જ કરી શકે છે.

Rupesh Dharmik

બ્રિજ ગ્રુપને મળ્યું પ્રતિષ્ઠિત ‘ ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’ સન્માન

Rupesh Dharmik

ડેનવરે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે “Denver Intense EDP” લોન્ચ કર્યું

Rupesh Dharmik

Leave a Comment