Republic News India Gujarati
એજ્યુકેશન

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે ઓનલાઇન સ્પોર્ટ્સ મોડલ યુનાઇટેડ નેશન્સ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું


સુરત : વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) એ ‘સ્પોર્ટ્સ એમયુએન – અ ફિએસ્ટા ઓફ સ્પોર્ટ્સ ડિપ્લોમસી’ની પ્રથમ ઓનલાઇન કાર્યક્રમની ગૌરવભેર જાહેરાત કરી હતી. આજના સમયમાં એમયુએન એક એવી પ્રવૃત્તિ તરીકે ઉભરી આવી છે, જ્યાં વૈશ્વિક-પ્રાદેશિક માહિતી અને પરિવર્તન લાવવા લેવાયેલા પગલાં કોઇપણ પ્રવૃત્તિને ન્યાય આપવાના માપદંડ છે તથા દરેક શાળાનો તે હિસ્સો પણ છે.

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત તેની શરૂઆતથી જ સંસ્થાકીય શ્રેષ્ઠતાનો ઉદ્દેશ્ય રાખ્યો છે અને તેના પરિણામે શાળા દ્વારા 30 અને 31 ડિસેમ્બરના રોજ ઓનલાઇન સ્પોર્ટ્સ મોડલ યુનાઇટેડ નેશન્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 30 ડિસેમ્બરે થઇ હતી, જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી કમલેશ યાજ્ઞિક, સુરત ટેનિસ ક્લબના પ્રેસિડેન્ટ શ્રીનિલેશ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ શાળાના વિદ્યાર્થીઓએ શરૂઆતમાં પ્રાર્થના રજૂ કરી હતી.

જે.એચ. અંબાણીના પ્રિન્સિપાલ ડો. એસ. એન્ટની રાજ અને પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના એકેડમિક્સ અને ઓપરેશન્સના ડાયરેક્ટર શ્રી પ્રણય જરદોશે પણ ઉપસ્થિત લોકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. મૌપાલી મિત્રાએ માહિતી સભર વક્તવ્ય આપીને સ્પોર્ટ્સ એમયુએનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ બે દિવસીય કોન્ફરન્સમાં સમગ્ર ભારત, સિંગાપોર અને શારજહાંના 100 થી વધુ પ્રતિનિધિઓ જોડાયા થયાં હતાં. તેનું નેતૃત્વ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી, શૌર્ય જિંદાલ – સેક્રેટરી જનરલ અને જિગ્નેશ દેસાઇ – ડાયરેક્ટર જનરલે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ એમયુએનમાં મ્યુઝિકલ પર્ફોર્મન્સ અને સ્ટેન્ડઅપ કોમોડી પણ રજૂ કરાઇ હતી.

જે. બી. એન્ડકાર્પ વિદ્યા સંકુલ સ્કૂલ, કામરેજને પ્રથમ ક્રમ સાથે વિજેતા શાળા જાહેર કરાઇ હતી, જ્યારે કે એસજીએમ શિરોઇયા સિનિયર સેકન્ડરી, નવસારી તથા જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત બીજા ક્રમે તેમજ ઉર્સુલિન કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ગ્રેટર નોઇડા ત્રીજા ક્રમે રહી હતી. જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. મૌપાલી મિત્રાએ સ્પોર્ટ્સ એમયુએનનું સમાપન કરાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે આ કોન્ફરન્સના આયોજનનો હેતુ પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓને ચર્ચા કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરીને તેમની જાહેરમાં બોલવાની કુશળતા વધારવાનો છે. શાળાનું હંમેશાથી માનવું છે કે સર્વાનુમત અને ડિપ્લોમસી વ્યક્તિને માનવતા તરફ દોરી જાય છે.


Related posts

પારુલ યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક ચિકિત્સકો અને વિશેષજ્ઞો માટે આયુર્વેદિક ગેસ્ટ્રોએન્ટરોલોજી કોર્સની જાહેરાત

Rupesh Dharmik

ઘોડ દોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ મા આજ રોજ રિપબ્લિક ડે નિમિતે ડ્રૉઇંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું

Rupesh Dharmik

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, ચલથાણ માં પોતાના પ્રથમ વાર્ષિક સમારંભ “રાસાસ ઓફ કૃષ્ણા”ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી

Rupesh Dharmik

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ઉતાવળ અને ધાંધિયાવેળા હોવાની વાતો થઈ વહેતી

Rupesh Dharmik

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ

Rupesh Dharmik

સિમ્બાયોસિસ એમબીએમાં એડમિશન હવે SNAP ટેસ્ટ 2024ના માધ્યમથી ઓપન થયું

Rupesh Dharmik

Leave a Comment