Republic News India Gujarati
બિઝનેસસુરત

SGCCI દ્વારા ‘જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર વેપાર વધારવા માટેની તક અને પડકારો વિશે વેબિનારનું આયોજન


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝૂમ એપના માધ્યમથી ‘જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર વેપાર વધારવા માટેની તક અને પડકારો વિશે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેબિનારમાં થાઇલેન્ડથી જોડાયેલા ક્રિસેન્ડોએ ભારત અને થાઇ ઓડિયન્સને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ જ્વેલરીના વેચાણમાંથી ૭૧ ટકા હિસ્સો ગોલ્ડ જ્વેલરીનો છે. વિશ્વમાં જેટલી જ્વેલરી વેચાય છે તેમાંથી ર૯ ટકા જ્વેલરી ભારતમાં બને છે. હાલમાં ભારતનું જ્વેલરી માર્કેટ ૧૦૩ બિલીયન ડોલરનું આંકવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ભારતની ઓનલાઇન વેચાણની માર્કેટ સૌથી વધુ વિકાસ પામતી માર્કેટ છે.

આ વેબિનારમાં ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ચાંતાબુરી પ્રોવિન્સ, થાઇલેન્ડના ચેરમેન તેમજ કમિટી ઓફ ધી જેમ એન્ડ જ્વેલરી ઇન્સ્ટીટયુટ ઓફ થાઇલેન્ડ મિસ્ટર ચાઇપોન્ગ નિયોમ્કીજે જણાવ્યુું હતું કે, થાઇલેન્ડનું ચાંતાબુરી પ્રોવિન્સ એ જેમ્સ સ્ટોનનું હબ છે. આથી તેમણે સુરતના ઉદ્યોગકારોને થાઇલેન્ડમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરને ડેવલપ કરવા માટે મહત્વની ચર્ચા કરી હતી.

થાઇ જેમ એન્ડ જ્વેલરી ટ્રેડર્સ એસોસીએશન અને ઇન્ડિયન–થાઇ ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસીએશનની સાથે સંકળાયેલા અતુલ જોગાણીએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના વેપારમાં તેમના ૩પ વર્ષના અનુભવને વર્ણવ્યો હતો. સાથે જ તેમણે હાલના મુક્ત વેપાર કરારમાં રહેલી મર્યાદા વિશે ચર્ચા કરી પરસ્પર વેપારમાં સરળીકરણ માટે નીતિ ઉકેલો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

SGCCI organizes webinar on ‘Opportunities and Challenges for Enhancing Mutual Trade between India and Thailand in‘ Gem and Jewelery Cluster ’

સુરતની સી. દિનેશ એન્ડ કંપનીના ડાયરેકટર જિગર જોશીએ પરસ્પર લાભ માટે થાઇલેન્ડ સાથેનો વેપાર કેવી રીતે વધારવો તે દિશામાં કેટલાક સૂચનો રજૂ કર્યા હતા.

થાઇ કોન્સ્યુલેટ્‌સ કોમર્શિયલ સેકશન, મુંબઇ ખાતેના ડાયરેકટર સુપાત્રાએ જણાવ્યું હતું કે, ભારત અને થાઇલેન્ડના ઉદ્યોગકારો એકબીજાના પરિચયમાં આવે તે માટે તેઓને એકજ પ્લેટફોર્મ ઉપર લાવવા માટે તેમજ ઉદ્યોગકારો પોતાની પ્રોડકટ્‌સને પ્રદર્શિત કરી શકે તે માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં બંને દેશોના ઉદ્યોગકારો વચ્ચે બિઝનેસ મિટીંગ ગોઠવવામાં આવશે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન રાકેશ ગાંધીએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment