Republic News India Gujarati
ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

વૈશ્વિક મહામારી સામે રાજ્ય સરકારના શ્રેષ્ઠ આયોજન અને જન સહયોગ થકી સંક્રમણને અટકાવવામાં મળેલિ સફળતાને WHO એ કરી સરાહના : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી


કોરોનાના કપરા કાળમાં નાગરિકોને સુરક્ષિત કરવા કોર કમિટિની રચના દેશમાં એક માત્ર ગુજરાતે કરી લીધેલા નિર્ણયોને મળી સફળતા : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

કોરોના મહામારી સામે પ્રતિસાદ પર રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ રીપોર્ટ Gujarat’s Responce to Covid-19નું વિમોચન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે,કોરોનાની વૈશ્વિક મહામારી સામે ગુજરાતે પ્રજાકીય સહયોગ સાથે એકજૂથ થઇને જે લડાઇ લડી છે એના પરિણામે સંક્રમણને રોકવામાં મહદઅંશે સફળતા મળી છે. ગુજરાતે કરેલી બેસ્ટ પ્રેક્ટીસીસ અને અસરકારક કામગીરીની નોંધ લઇને WHOદ્વારા સમગ્ર દેશમાં ગુજરાતની પસંદગી કરીને ડોક્યુમેન્ટેશન કર્યુ છે એ આગામી સમયમાં દેશ સહિત અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એનો સમગ્ર જશ હું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે રચાયેલ કોર કમીટીને આપુ છુ. છેલ્લા ૧૦ માસમાં દિવાળીના તહેવારો બાદ કરતાં એકપણ દિવસ એવો નથી કે કોર કમીટીની બેઠક યોજાઇ હોય. આ બેઠકમાં રાજ્યના નાગરિકોને કેમ સુરક્ષિત કરવા એ માટે ચર્ચા બાદ યોગ્ય નિર્ણયો કર્યા અને એનું પરિણામલક્ષી ત્વરિત આયોજનના પરિણામે શક્ય બન્યુ છે.

Against the global epidemic  WHO appreciates the success of the state government in preventing the transition through excellent plan

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની આ કોર કમિટિની બેઠક હું માનું છુ કે, દેશમાં માત્ર એક રાજ્ય ગુજરાતછે કે જેણે આ કામ કરી બતાવ્યુ છે. આપણી આ કોર કમિટિની નોંધ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસેથી અન્ય રાજ્યો એ પણ લીધી છે. ગુજરાત સરકારે રાજ્યના સીનીયર અધિકારીઓને વિવિધ શહેરોની જવાબદારી સોંપીને ત્યાં કેમ્પ કરાવીને કામગીરી કરી છે.

તેઓએ કહ્યુ કે ગુજરાત સ્પેશ્યલ મોડલ ઉભર્યુ અને એ શ્રેષ્ઠ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલ પગલાઓની અમલવારી સીનીયર અધિકારીઓ થકી થઇ જેના પરિણામે સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.

મુખ્યમંત્રીશ્રીએ WHO ને અભિનંદન આપતા કહ્યુ કે, કોવિડ-૧૯ ના પેન્ડેમીકમાં ગુજરાતે કરેલી શ્રેષ્ઠ કામગીરીના ડોક્યુમેન્ટેશન માટે પસંદગી કરી એ અન્ય રાજ્યો, રાષ્ટ્રો માટે ઉપયોગી નીવડશે. આ ડોક્યુમેન્ટ યુનિમેક WHO, દેશ દુનિયાને આગામી રાજ્યમાં ખૂબજ ઉપયોગી નીવીડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના ભારતના પ્રતિનિધિ ડૉ. રોડ્રીકો ઓફ્રીન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે, આઇ.આઇ.એમ.ના પ્રોફેસર શ્રી રંજન ઘોષ અને IIPHના વડા ડૉ. દિલીપ માવળંકર સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related posts

ભાદરવી પૂનમ મેળામાં આધુનિક વેક્યૂમ સેનિટેશન આધારિત વોશરૂમ સુવિધા

Rupesh Dharmik

માધુરી હાથીની વાંતારા ખાતે સારવાર પૂર્ણ, એક વર્ષથી વધુ સમયની વિશેષ સારવાર અને સ્વસ્થતા બાદ મહારાષ્ટ્ર પરત ફરશે

Rupesh Dharmik

એએસજી આઈ હોસ્પિટલ, સુરત દ્વારા સ્ક્વિન્ટ (ત્રાંસી આંખ/ભેંગાપણું) અને સમયસર નિષ્ણાત સારવારના મહત્વ અંગે જાગૃતિ

Rupesh Dharmik

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

Rupesh Dharmik

કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

Rupesh Dharmik

Best Orthopedic Doctor in Dindoli – Dr. Abhishek Yadav ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિશ્વાસનું નામ

Rupesh Dharmik

Leave a Comment