Republic News India Gujarati
એન્ટરટેઇન્મેન્ટ

આવી રહી છે વહાલા ગુજરાતીઓને ગમી જાય તેવી ફિલ્મ ‘વ્હાલી’


મીઠ્ઠી મજાની, સૌને ગમી જાય તેવી ગુજરાતી ફિલ્મ તમારા નજીકના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે ૧૧મી જુલાઈ ૨૦૨૫.

૧૧મી જુલાઈએ આપણી ભાષા જેવી જ મીઠડી ફિલ્મ ‘વ્હાલી’ રિલીઝ થઈ રહી છે. ઇવેન્ટ્સ ઈન્ડિયા એન્ટરટેઇનમેન્ટ ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઇવેન્ટ્સ ઈન્ડિયા દ્વારા જ પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કલાકારોનો મેળાવડો છે, જેમ કે ભાવિન ભાનુશાળી, માઝેલ વ્યાસ, સચિન પરીખ, ભૂમિ શુક્લા, અર્પિતા સેઠિયા, વિશાલ સોલંકી, પંડિત કૃણાલ ગાયત્રી રાવલ ઘડિયાળી, વિધિ ચિતાલિયા,નિલેશ પંડ્યા, શેફાલી મહિડા અને જય ભટ્ટ જેવા સજ્જ કલાકારો દ્વારા અભિનિત ફિલ્મ સુંદર અને સોહામણાં લોકેશન પર શૂટ કરેલ છે જેથી આ ફિલ્મ દર્શકોને એક ખાસ અનુભૂતિ આપશે.

ગૌરવ નાયક દ્વારા લખાયેલી, ક્રિએટિવ હેડ વિકી મોહલા દ્વારા તૈયાર થયેલી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ચિરાગ ઠક્કરના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટને સુંદર રીતે અમલમાં લાવવામાં આવ્યો છે. ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે. જ્યારે ગીતકાર ચિરાગ ત્રિપાઠી અને દિલીપ રાવલ છે અને સંગીતયાત્રામાં પોતાની અનોખી ઓળખ ઉભી કરનાર ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી અને જિગરદાન ગઢવીના અવાજે ફિલ્મના ગીતોને ખાસ બનાવ્યા છે. આ સુંદર ધૂનો પર કોરિયોગ્રાફર લોલીપોપ (સંજય પ્રધાને) કલાકારોને મનમોહક ડાન્સ મુવ કરાવ્યા છે.

આજના ગુજરાતનો માહોલ ઊભો કરનાર સિનેમેટોગ્રાફર તપન વ્યાસ જેમને ફિલ્મના દરેક શોટને જીવંત બનાવ્યા છે ડી.આઈ. અલ્પા ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે, જેને કારણે દ્રશ્યો વધારે આકર્ષક લાગે છે.

આ ફિલ્મમાં જોડાયેલા દરેક કૂ મેમ્બરનો દાવો અને વિશ્વાસ છે કે ઇવેન્ટ્સ ઈન્ડિયા એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક એવી ફિલ્મ આપી છે જે દરેકેદરેક પેઢીના લોકોને સીધે સીધી હૃદયને સ્પર્શશે અને પરિવારના દરેક વ્યક્તિ સાથે બેસીને જોઈ શકશે તેમજ દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવશે.

ઇવેન્ટ્સ ઈન્ડિયા એ આપેલી આ ફિલ્મ તમને લાગણીના રોલર કોસ્ટરના ઉતાર ચડાવમાં ફેરવશે. જેટલું હસાવશે તેટલું રડાવશે. શું એક પપ્પાની ‘વ્હાલી’ એના પ્રેમીના પરિવારની ‘વ્હાલી’ બનશે? તો તૈયાર થઈ જાઓ એક પ્રેમાળ સફર માટે, પ્રેમ અને પરિવારના સબંધોની કસોટી જોવા માટે, અને એ જોવા માટે કે દીકરી કે પ્રેમિકામાંથી ‘વ્હાલી’ કોણ..

ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં હિન્દી ફિલ્મ અને ગુજરાતી આલ્બમ સોંગમાં અભિનય કરનાર ભાવિન ભાનુશાલી પાર્થના પાત્રમાં જોવા મળશે જ્યારે પ્રિયાના પાત્રમાં હિન્દી સિરીયલ અને ફિલ્મોમાં અભિનય કરનાર માઝેલ વ્યાસ જોવા મળશે. જ્યારે પ્રિયાના પિતાના પાત્રમાં ઘણી બધી હિન્દી સિરીયલો અને ફિલ્મોમાં અભિનય કરનાર સચિન પરીખ જોવા મળશે. ભાવિન અને માઝેલની જોડી ગુજરાતી દર્શકોને એક નવી પ્રેમભરી મુસાફરી કરાવશે.

દર્શકો માટે ફિલ્મ ૧૧ જુલાઈએ રૂપમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં તેમજ મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે.


Related posts

Bela Movie: જ્યારે એક ફિલ્મ બોલે છે હક અને હિંમતની ભાષા

Rupesh Dharmik

ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

Rupesh Dharmik

સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

Rupesh Dharmik

પદ્મશ્રી અનુપ જલોટા જી એ અરુણ કુમાર નિકમ અને પરેશ પટેલજી દ્વારા સુરતના સિનેઝા મલ્ટીપ્લેક્સ ખાતે ખૂબ જ ધામધૂમથી “પ્યારી માં ગીત” લોન્ચ કર્યું

Rupesh Dharmik

ગોવામાં મેજેસ્ટિક પ્રાઈડના સફળતાના 15 વર્ષ પૂર્ણ થવા બદલ બોલીવુડ તેમજ ક્રિકેટના જાણીતા સ્ટારોએ ભવ્ય ઉજવણી કરી

Rupesh Dharmik

મેજેસ્ટીક માઈલસ્ટોનની ઉજવણી – મેજેસ્ટીક પ્રાઈડના 15 વર્ષ, ગોવા

Rupesh Dharmik

Leave a Comment