Republic News India Gujarati
એન્ટરટેઇન્મેન્ટ

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

A remake version of the famous Gujarati Bhajan Hari Tu was released by Jagdish Italiya

સુરત, ગુજરાત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહેલા સુરતના જગદીશ ઇટાલિયા વધુ એક ગુજરાતી ભજન “હરી તુ”નું અફલાતૂન રીમેક પોપ સ્કોપ મ્યુઝિક  ના સથવારે લઇને આવી રહ્યા છે.

વાસ્તવમાં ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે એ પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ અને ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી સમાજના લોકોના કંઠે વારંવાર જે સાંભળવા કે સંભળાતું જોવા મળે છે એ

“હરી તુ”ની @jagdishitaliya દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું લગાડશે એવું તેના પ્રોમોસ પરથી વર્તાય રહ્યું છે.

લોકડાઉનના સમયમાં જ્યારે વાહન વ્યવહારની સુવિધાની પરવાહ કર્યા વગર પરિવાર સમેત પગપાળા  વતનની વાટે નીકળી પડેલા શ્રમજીવી પરિવારને વતન પહોચવા પડેલી પારાવાર મુશ્કેલીઓને @jagdishitaliya “હરી તુ”ને સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ કર્યો છે.

@jagdishitaliyaની સતત પડખે રહેતા @ajitaitaliyaએ આ વિડીયોના કોન્સેપ્ટને વિઝયુલાઇઝ કર્યો છે. ફરી એક વાર  હાર્દિક ટેલરે ગુજરાતી સંગીતમાં કંઇક નવીન પ્રદાન કરવાના ઉમળકા સાથે “હરી તુ”માં કર્ણપ્રિય સંગીતનું સર્જન કર્યું છે.

અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની  પસંદને પામ્યા છે.


Related posts

આવી રહી છે વહાલા ગુજરાતીઓને ગમી જાય તેવી ફિલ્મ ‘વ્હાલી’

Rupesh Dharmik

Bela Movie: જ્યારે એક ફિલ્મ બોલે છે હક અને હિંમતની ભાષા

Rupesh Dharmik

ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

Rupesh Dharmik

સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

Rupesh Dharmik

પદ્મશ્રી અનુપ જલોટા જી એ અરુણ કુમાર નિકમ અને પરેશ પટેલજી દ્વારા સુરતના સિનેઝા મલ્ટીપ્લેક્સ ખાતે ખૂબ જ ધામધૂમથી “પ્યારી માં ગીત” લોન્ચ કર્યું

Rupesh Dharmik

ગોવામાં મેજેસ્ટિક પ્રાઈડના સફળતાના 15 વર્ષ પૂર્ણ થવા બદલ બોલીવુડ તેમજ ક્રિકેટના જાણીતા સ્ટારોએ ભવ્ય ઉજવણી કરી

Rupesh Dharmik

Leave a Comment