Republic News India Gujarati
બિઝનેસસુરત

બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં બીજા દિવસે ‘અર્થતંત્ર અને મૂડી બજાર ઉપર બજેટની લાંબા ગાળાની અસર’વિશે વેબિનાર યોજાયો

As part of Budget Analysis Week, the Chamber held a second day webinar on "The Long-Term Impact of Budget on the Economy and Capital Markets".

પીએલઆઇ સ્કીમ થકી નવી ઇન્ડસ્ટ્રી ઉભી થશે તથા કેમિકલ, ઇલેકટ્રોનિકસ, ડિફેન્સ, ઓટો મોબાઇલ અને રિન્યુઅલ એનર્જી વિગેરે સેકટરમાં ઉછાળો આવશે : દેવેન ચોકસી

સરકારની પોલિસી પદ્ધતિસર આગળ વધી રહી છે તે જોતા રોકાણકારો માટે સારો સમય આવતો દેખાય રહયો છે, બજેટમાં ગ્લોબલ ઇન્વેસ્ટરો આકર્ષવાનો પ્રયાસ કરાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સંયુકત ઉપક્રમે બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બીજા દિવસે બુધવાર, તા. ર ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘અર્થતંત્ર અને મૂડી બજાર ઉપર બજેટની લાંબા ગાળાની અસર’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે KR Choksey Investment Managers Pvt. Ltd. ના Promoter & MD દેવેન ચોકસીએ ગ્લોબલ ઇકોનોમીને ભારતની અર્થ વ્યવસ્થા સાથે સાંકળવાનો પ્રયાસ કરી રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવા માટે સૂચન કર્યું હતું.

દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, બિઝનેસની એકટીવિટીને વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે. ચાઇનામાં કોઇપણ પ્રોડકટને એકસપોર્ટ કરવા માટે માત્ર ર૪ કલાકનો સમય લાગે છે. જ્યારે ભારતમાં માત્ર રોડ ઉપર જ ર૪ કલાક વિતી જાય છે. આથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થશે તો જ ઝડપથી એકસપોર્ટ થઇ શકશે અને તેના થકી વેપાર – ઉદ્યોગનો વિકાસ થશે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને કારણે કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મોટી તક ઉભી થઇ રહી છે અને તેના થકી વિશાળ રોજગારીનું સર્જન થશે.

આખું બજેટ ગતિશિલ યોજના અને પીએલઆઇ સ્કીમને સાંકળીને રજૂ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહયું છે. આ વખતે પીએલઆઇ સ્કીમમાં બાર સેકટરમાં અન્ય બે સેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પીએલઆઇ સ્કીમ થકી ઇન્ડસ્ટ્રીમાં નવું રોકાણ આવે અને ગ્લોબલ રોકાણકારો ભારતમાં રોકાણ કરી શકે છે. ગ્લોબલ લીકવીડિટીને આકર્ષવી અને તે પણ સસ્તા ભાવે આકર્ષવી તેવું બજેટ પરથી જણાઇ રહયું છે.

બજેટમાં રૂપિયા ર લાખ ૭પ હજાર કરોડની જોગવાઇ થકી એગ્રીકલ્ચરને સૌથી મોટો એડવાન્ટેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી રૂરલ એરીયામાં ફાર્મ પ્રોડયુસ વધવાનું શરૂ થશે અને ફાર્મ એકટીવિટીમાં વધારો થશે. રૂરલ ઇકોનોમી થકી વિવિધ કંપનીઓના પ્રોડકટ ખપી રહયા છે. હાઉસિંંગ પ્રોજેકટને કારણે સિમેન્ટ, સ્ટીલ, મલ્ટીનેશનલ સિરામિક વિગેરે કંપનીઓ ગ્રો કરશે.

પીએલઆઇ (પ્રોડકટ લીન્ક ઇન્સેન્ટીવ) સ્કીમ થકી નવી ઇન્ડસ્ટ્રી ઉભી થશે. કેમિકલ, ઇલેકટ્રોનિકસ, ડિફેન્સ, ઓટો મોબાઇલ અને રિન્યુઅલ એનર્જી સેકટરમાં ઉછાળો આવશે. ક્રુડ ઓઇલના ભાવને કારણે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ભાવ વધ્યા છે. આથી કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે સારામાં સારો સમય આવતો દેખાઇ રહયો છે. તદુપરાંત વૈશ્વિક સ્તરે ભારત સહિતના વિવિધ દેશો કાર્બન ન્યુટ્રલ બનવાની દિશામાં આગળ વધી રહયા છે.

બજેટમાં ડિજીટલ કરન્સી બનાવવાની વાત કરવામાં આવી છે. જેથી કરન્સી ફિઝીકલમાંથી ડિજીટલ બનશે તો રૂપિયા કયાં આગળ ચાલે છે તેની કલીયારિટી મળી રહેશે. કેટલી વખત કરન્સી બદલાય છે તેની સરકારને ખબર પડશે. જેને કારણે બ્લેકમની સકર્યુલેશન અટકી જશે. કોઇ વ્યકિત રૂપિયાને હોલ્ડ નહીં કરી શકશે અને માર્કેટમાં રૂપિયા ફરતા રહેશે તો પ્રોડકટીવિટી વધશે. આ બાબતે લાંબા ગાળાની અસર જોઇ શકાય છે અને આગામી પાંચ – દસ વર્ષની અંદર આ બદલાવ જોઇ શકાશે. સરકારની પોલિસી પદ્ધતિસર આગળ વધી રહી છે તે જોતા રોકાણકારો માટે ખૂબ જ સારો સમય આવતો દેખાઇ રહયો છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડીટી માર્કેટ કમિટીના ચેરમેન અયુબ યાકુબ અલીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના એડવાઇઝર કેતન દલાલે વકતા દેવેન ચોકસીનો પરિચય આપ્યો હતો. જ્યારે ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. અંતે અયુબ યાકુબ અલીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment