Republic News India Gujarati

Author : Rupesh Dharmik

http://gujarati.republicnewsindia.com - 702 Posts - 0 Comments
બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ યોજાશે

Rupesh Dharmik
સુરતના કાપડ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને ફેબ્રુઆરી– ર૦રરમાં દુબઇ ખાતે ત્રિદિવસીય એક્ષ્પોનું આયોજન કરાશે, ઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે : આશીષ ગુજરાતી સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે. ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. આ એક્ષ્પોમાં ઇન્ટરનેશનલ ફેશન...
એન્ટરટેઇન્મેન્ટ

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

Rupesh Dharmik
સુરત, ગુજરાત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં...
સુરત

કલાયમેટ ચેન્જને કારણે વિશ્વભરમાં ઉદ્‌ભવતી સમસ્યાના નિરાકરણ માટે ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીથી જ ઇન્ડસ્ટ્રીયલ, રેસીડેન્શીયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવી હિતાવહ રહેશે : નિષ્ણાત

Rupesh Dharmik
રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરો – ડેવલપરને ટેકસમાં કે FSIમાં ઈન્સેન્ટિવ આપવામાં આવે તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ શકે તેવી આશા વ્યક્ત કરાઇ...
હેલ્થ એન્ડ બ્યૂટી

11 જાન્યુઆરીના રોજ ઇન્સ્યુલિનની શોધ અને ઉપયોગના 100 વર્ષની ઉજવણી – વિશ્વભરમાં લાખો લોકોના જીવન બચાવે છે

Rupesh Dharmik
આજથી લગભગ 100 વર્ષ પહેલાં બાળકના જીવન બચાવનારા ટાઇપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિનની શોધ કેનેડામાં લિયોનાર્ડ થોમ્પસનને 11મી જાન્યુઆરી 1922ના રોજની શોધ અને તેના પ્રથમ ઉપયોગે...
બિઝનેસસુરત

ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ મળી, મહિલા સાહસિકો દ્વારા બિઝનેસનું પ્રેઝન્ટેશન કરાયું

Rupesh Dharmik
યુ.એસ.એ.માં જૂન– ર૦રરમાં વિવિધ સ્થળે યોજાનારા ટેકસટાઇલ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરવા માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન...
બિઝનેસસુરત

ચેમ્બરના ‘સીટેક્ષ– સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’નો ભારતના ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik
ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સુરત માટે પીલર સમાન છે તથા ઉદ્યોગોને અદ્યતન ટેકનોલોજીથી અવગત કરાવવાનું યોગ્ય માધ્યમ એટલે એકઝીબીશન : મંત્રી દર્શના જરદોશ ચેમ્બર દ્વારા...
બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા આયોજિત ‘સીટેક્ષ– સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’માં યુરોપિયન મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, આજથી ભવ્ય શુભારંભ 

Rupesh Dharmik
એકઝીબીશનમાં ફકત બીટુબી મુલાકાતીઓને જ કોવિડ– ૧૯ની ગાઇડ લાઇનના ચૂસ્તપણે પાલન સાથે પ્રવેશ આપવામાં આવશે, જાહેર જનતાને એકઝીબીશનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી...
એજ્યુકેશનવડોદરા

એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો

Rupesh Dharmik
વડોદરા, ગુજરાત: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને...
સુરત

સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર

Rupesh Dharmik
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા ખાતે આવેલા સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન...
સુરત

ચેમ્બરના મહત્વકાંક્ષી એકઝીબીશન ‘WoW ટ્રાવેલ શો કેસ’માં કન્ટ્રી પેવેલિયન તરીકે ભાગ લેવા પોલેન્ડ, શ્રીલંકા અને થાઇલેન્ડે તૈયારી દર્શાવી 

Rupesh Dharmik
યુરોપિયન કન્ટ્રી પોલેન્ડના કોન્સુલ જનરલે સુરતથી યુ.એસ.એ. વાયા પોલેન્ડ ફલાઇટ શરૂ કરવા માટેની શકયતા ચકાસવા ચેમ્બરની સાથે મહત્વની ચર્ચા વિચારણા કરી  શ્રીલંકામાં બનેલા ફાર્મા પાર્કમાં...