બ્રિલિયન્ટ માઇન્ડ્સ દ્વારા પંચોતેરમા આઝાદી મહોત્સવ દરમિયાન એક ડ્રૉઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર વરસ થી લઈને છ વરસના બચ્ચાઓએ ભાગ લીધો હતો જેમાં ખાસ જજ તરીકે મનાલી કંથારીયા ઉપસ્થિત રહ્યા હતા અને એમને આર્ટસ એન્ડ ડ્રૉઇંગની માહિતી આપી હતી.
ત્રણ વિજેતાને ખાસ ગિફ્ટ આપી પ્રોત્સાહન વધાર્યું હતું વધુ માહિતી બ્રિલિયન્ટ માઇન્ડ્સના સંચાલક ખેરુનિસા અબજાનીએ કહ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા છે એના સંદર્ભ મા ડ્રૉઇંગ કોમ્પિટિશન રાખી બચ્ચાઓને પણ સહભાગી બનાવી ઉત્સાહ મા સામિલ કરવાની કોશિશ કરી હતી.. આવનાર સમય મા નવા બીજા પ્રોગ્રામ પણ કરવામાં આવશે.