Republic News India Gujarati
બિઝનેસસુરત

નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર

Budget presented by Finance Minister is welcome in terms of trade and industry as well as infrastructure development: Chamber

સંરક્ષણ ક્ષેત્રે આર એન્ડ ડી ઓપન કરવાથી સુરતના મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે: ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી

કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપરની સાડા સાત ટકા કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરાઇ, તદુપરાંત સ્ટોન ડાયમંડના આયાત ઉપરની ૧ર ટકા કસ્ટમ ડયૂટીને હટાવી દેવામાં આવતા નાના કારખાનેદારોને લાભ થશે

સુરત: ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર ના રોજ વર્ષ ર૦રર–ર૩ નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રી દ્વારા બજેટમાં ડિજીટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે, જે આવકારદાયક બાબત છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે સંરક્ષણ પ્રાપ્તિનો ૬૮ ટકા મૂડી રોકાણ દેશની સ્થાનિક કંપનીઓ માટે રહેશે તેવી બજેટમાં જાહેરાત કરી છે. આથી આ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપન કરવાથી સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે. આ ઉપરાંત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મેન મેઇડ ફાયબર માટેની બેઝીક રો – મટિરિયલ એમ.ઇ.જી.પી.ટી.એ. ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી છે, જે આવકારદાયક છે.

કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપર સાડા સાત ટકાની કસ્ટમ ડયૂટી ઘટાડીને અઢી ટકા કરવાની ઇન્ડસ્ટ્રી દ્વારા માંગ કરવામાં આવી હતી. આથી સાડા સાત ટકાની કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટોન ડાયમંડના આયાત ઉપરની ૧ર ટકા કસ્ટમ ડયૂટીને હટાવી દેવામાં આવી છે. આથી નાના – નાના હીરાના કારખાનેદારોને પણ લાભ થશે.

વર્ષ ર૦રર-ર૩માં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રૂપિયા સાડા સાત લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે એકંદરે ઇકોનોમીમાં ઉછાળો આવશે. આનાથી રોજગાર વધશે અને જીડીપી વિકાસ દર વધશે. સરકારી કામોમાં કાર્યરત કોન્ટ્રાકટ એજન્સીને તેના રનીંગ એકાઉન્ટ બીલની કુલ રકમમાંથી ૭પ ટકા રકમ બીલ મુકયાના દસ દિવસની અંદર ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટમાં એમ.એસ.એમ.ઇ. માટે સી.જી.ટી.એમ.એ.સી. સ્કીમ હેઠળ રૂપિયા બે લાખ કરોડની નવી લોન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જેને કારણે લઘુ ઉદ્યોગોની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે. એના માટે સરકાર દ્વારા રૂપિયા પ૦ હજાર કરોડનું ફંડ ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટને આપવામાં આવશે. ઇ.સી.એલ.જી.એસ. સ્કીમને માર્ચ ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે. જેની ખૂબ જ જરૂર પણ હતી. એના કારણે લઘુ ઉદ્યોગો પાસે લીકવીડિટી રહેશે અને તેઓ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવશે.

સ્ટાર્ટ–અપને ટેકસમાં છૂટ મેળવવા માટેની સમય મર્યાદા કે જે માર્ચ– ર૦રર સુધીની હતી તેને એક વર્ષ લંબાવીને માર્ચ– ર૦ર૩ કરવામાં આવી છે. સાથે જ ડિફેન્સના કુલ બજેટમાંથી રપ ટકા જેટલું બજેટ ડિફેન્સ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ માટે ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે સ્ટાર્ટ–અપને ઘણું પ્રોત્સાહન મળી રહેશે. સોલાર પાવર ક્ષેત્રે ડોમેસ્ટીક હાઇ એફીશિયન્સી સોલાર પીવી પેનલ બનાવવા માટે રૂપિયા ૧૯પ૦૦ કરોડ ફાળવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. કંપની બંધ કરવા માટેની પ્રક્રિયાને કે જે બે વર્ષની છે તેને ઘટાડીને છ મહિના કરવાની જાહેરાત કરવામાં આવી છે.


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment