Republic News India Gujarati
લાઈફસ્ટાઇલસુરત

ચેમ્બર તથા સીએમએઆઇના સંયુકત ઉપક્રમે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે વર્કશોપ યોજાયો

Chamber and CMAI jointly organized a workshop on 'Indian Ethnic Wear - Fashion Forecasting'

સુરતમાં બનતા કાપડમાં વેલ્યુ એડીશન થઇને ગારમેન્ટીંગ થવું જ જોઇએ, ફેશન ફોરકાસ્ટીંગ એ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે : આશીષ ગુજરાતી

કાપડનું ઉત્પાદન તથા ગારમેન્ટીંગમાં સતત બદલાવ લાવીશું ત્યારે જ ઇન્ડસ્ટ્રીમાં અને માર્કેટમાં સર્વાઇવ કરી શકીશું : સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા. ર૯ માર્ચ, ર૦રર ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા ખાતે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે બેંગ્લોરની ઇચ ક્રિએટીવના ફાઉન્ડર કનિકા વોરા અને અનુરાધા ચંદ્રશેખર તથા અશોક ઠકકર અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફેશન ફોરકાસ્ટીંગની જરૂરિયાત વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફેશન ફોરકાસ્ટીંગ એ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે. ઇન્ડિયન એથનિક વેર માટેનું ૯૦ ટકા કપડું સુરતમાં બને છે ત્યારે સુરતમાં ફેશન ફોરકાસ્ટીંગ થાય તો દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે કાપડ તથા ગારમેન્ટીંગનું ડિસ્પ્લે કરી પ્રોજેકટ કરી શકાય છે. સુરતમાં દરરોજ ૪૦ મિલિયન જેટલું કપડું બનતું હોય ત્યારે તેમાં વેલ્યુ એડીશન થઇને ગારમેન્ટીંગ પણ થવું જ જોઇએ.

સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, કાપડનું ઉત્પાદન તથા તેને રેડીમેડ ગારમેન્ટીંગમાં પરિવર્તિત કરવાની કામગીરીમાં સતત બદલાવ લાવીશું ત્યારે જ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરી શકીશું. સુરતમાં ઘણો બદલાવ આવ્યો છે. એમએમએફ ફેબ્રિકસના ઉત્પાદનમાં, કોમ્પ્યુટરાઇઝ્ડ એમ્બ્રોઇડરીમાં અને વિવિંગમાં બદલાવ આવ્યો છે ત્યારે ફોરકાસ્ટીંગ માર્કેટ હશે તો પ્રોડકટ માર્કેટમાં વેચાઇ જ જશે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ સીએમએઆઇના દક્ષિણ ગુજરાતના રિજીયોનલ ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, ફેશન ફોરકાસ્ટીંગના માધ્યમથી ગ્લોબલી માર્કેટમાં ચાલી રહેલા તેમજ આવનારા ટ્રેન્ડ વિશે ચોકકસ માહિતી મેળવી શકાય છે. આવી રીતે સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફેશન ફોરકાસ્ટીંગ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

કનિકા વોરાએ જણાવ્યું હતું કે, ‘આઇસીએચ નેકસ્ટ – એથનિક વેર ટ્રેન્ડ ફોરકાસ્ટ ઇન અ સર્વિસ’ ભારતમાં આ પ્રકારની સેવા પ્રથમ વખત આપવામાં આવી રહી છે. આ સેવા વર્ષમાં ૧૦ કેપ્સુલ કોન્સેપ્ટ સાથે આપવામાં આવે છે. જેમાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ રિસર્ચ, ગ્લોબલ રનવે, ડિઝાઇનર લેબલ્સ, આગામી સિઝન માટે સૂચિત થીમ્સ, વિવિધ મુખ્ય રંગોનું કોમ્બીનેશન સાથેના ઘણા રિપોર્ટ્સ પ્રકાશિત કરવામાં આવે છે. આ રિપોર્ટને અમલમાં લેવાનું અત્યંત સરળ હોય છે. તેમની પાસે આખી લાયબ્રેરી ઉપલબ્ધ છે અને તેના આધારે તેઓ ફેશન નવી ડિઝાઇન ક્રિએટ કરવાનું શીખવવામાં પણ મદદરૂપ થશે.

અનુરાધા ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, દર ચાર – પાંચ મહિના પછી કઇ ફેશન આવવાની છે અને કઇ પ્રોડકટ માર્કેટમાં ચાલવાની છે તેના વિશે તેમના દ્વારા ઊંડાણપૂર્વક રિસર્ચ સાથે એનાલિસિસ કરવામાં આવે છે. આગામી ટ્રેન્ડ વિશે પહેલાં જાણ થઇ જાય તો કંપનીઓ તે દિશામાં પ્રોડકટનું ઉત્પાદન કરે છે અને તેનાથી કંપની તથા સમગ્ર ઇન્ડસ્ટ્રીને લાભ થાય છે. ઇન્ડિયન એથનિક વેર અને સાડી વિશે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરી ફેશન ફોરકાસ્ટીંગ માટે ધ્યાનમાં લેવાતા વિવિધ ક્રાઇટેરીયા વિશે તેમણે વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ નિષ્ણાંતોને ઇન્ડિયન એથનિક વેરની સાથે કાપડ ઉત્પાદન માટે પણ ફેશન ફોરકાસ્ટીંગ કરવાનું સૂચન કરી સર્વેનો આભાર માન્યો હતો અને વર્કશોપનું સમાપન કર્યું હતું.


Related posts

હાઇ લાઇફ એક્ઝિબિશન ૨૫ અને ૨૬ જુન ના રોજ હોટલ સુરત મેરીયટ ખાતે યોજાશે

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

હાઇ લાઇફ એક્ઝિબિશનનું ટ્રેન્ડસેટિંગ ફેશન શોકેસ, ઉનાળાના નવીનતમ ટ્રેન્ડ્સ કલેક્શન સાથે ૨૪ અને ૨૫ એપ્રિલ  ના રોજ હોટલ સુરત મેરીયટ ખાતે યોજાશે

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૭ અને ૮ માર્ચના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

બ્રીલીયન્ટ માઈન્ડસ મા આજ રોજ ક્રિસમસ ફિયેસટા 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું

Rupesh Dharmik

સુરતમાં પાંચ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

Rupesh Dharmik

Leave a Comment