Republic News India Gujarati
બિઝનેસ

ચેમ્બર દ્વારા ફોરેન એકસચેન્જ માટે RBI દ્વારા સંચાલિત FX-Retail System વિશે નિર્યાતકારોને મહત્વનું માર્ગદર્શન અપાયું

Chamber gives important guidance to exporters on FX-Retail System operated by RBI for Foreign Exchange

 પ્લેટફોર્મ ઉપર ફોરેન એકસચેન્જ રિસ્ક હેજ કરવા માટે ૧૩ મહિના સુધીનો ફોરવર્ડ કોન્ટ્રાકટ કરી શકાય છે અને બેંકનું માર્જીન ગ્રાહક પ્રમાણે પહેલાંથી ફિકસ કરી શકાય છે તથા તેની બધી વિગતો ઓનસ્ક્રીન  લાઇવ દેખાય છે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ૭ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘ફોરેન એકસચેન્જ ડિલીંગ થ્રુ એફએકસ-રીટેલ સિસ્ટમ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલીયરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ફોરેકસ વિભાગના જુનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ ગુપ્તા દ્વારા ઉદ્યોગકારોને ફોરેન એકસચેન્જ માટે ખૂબ જ મહત્વની એફએકસ– રિટેલ સિસ્ટમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રિટેલર્સ અથવા એકસપોર્ટર્સને જ્યારે પણ ફોરેન કરન્સીની જરૂર પડે છે ત્યારે તેઓને ખાનગી એન્જસીઓ પાસેથી વધારે માર્જીનમાં ફોરેન કરન્સી લેવાની અથવા વેચવાની ફરજ પડે છે. આથી આવી પ્રવૃત્તિમાં ટ્રાન્સપરન્સી લાવવા અર્થે તેમજ યોગ્ય માર્જીનમાં ફોરેન કરન્સી ટ્રાન્ઝેકશન થઇ શકે તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તા. ૬ જૂન, ર૦૧૯ ના રોજથી FX-Retail System શરૂ કરવામાં આવી છે.

આરબીઆઇ દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી FX-Retail System થકી ઉદ્યોગકારોને ફોરેન એકસચેન્જ માટે ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ મળી રહે છે. ખાસ કરીને ભારતમાંથી વિવિધ દેશોમાં પ્રોડકટ એકસપોર્ટ કરતા નિર્યાતકારો માટે આ પ્લેટફોર્મ ખૂબ જ અગત્યનું છે. આ એક જ પ્લેટફોર્મ એવું છે કે જેના ઉપર સવારે ૮:૦૦ થી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી ટ્રાન્ઝેકશન કરી શકાય છે. અન્ય કોઇ પ્લેટફોર્મ ઉપર આવી સુવિધા હાલ ભારતમાં ઉપલબ્ધ નથી. આ સિસ્ટમ ઉપર સ્પોટ સેકશન, TOM સેગ્મેન્ટ અને ફોરવર્ડ સેગ્મેન્ટ ઉપર ટ્રેડીંગ ઉપલબ્ધ છે.

આ સિસ્ટમ થકી ફોરેન એકસચેન્જ રિસ્ક હેજ કરવા માટે ૧૩ મહિના સુધીનો ફોરવર્ડ કોન્ટ્રાકટ પણ કરી શકાય છે. આ સિસ્ટમ પ્રમાણે બેંકનું માર્જીન ગ્રાહક પ્રમાણે પહેલાંથી ફિકસ કરી શકાય છે અને બધી વિગતો ઓનસ્ક્રીન જ દેખાય છે. એના ઉપર રિટેલ અને હોલસેલ રેટ પણ દેખાય છે. આ પ્લેટફોર્મ ઉપર કુલ પ૬ જેટલી બેંકો પોતાની મેમ્બરશિપ ધરાવે છે. આ એક જ પ્લેટફોર્મ એવું છે કે જેના ઉપર ભારતમાં લીગલી સ્પોટ માર્કેટ ઉપર ટ્રેડીંગ, હેજીંગ, બાઇંગ અને સેલીંગ કરી શકાય છે.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ વેબિનારનું સંચાલન કર્યું હતું અને અંતે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન પણ કર્યું હતું.


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment