Republic News India Gujarati
બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ યોજાશે

Chamber to host 'Indian Textile Expo' in Dubai for textile and garment manufacturers in Surat

સુરતના કાપડ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને ફેબ્રુઆરી– ર૦રરમાં દુબઇ ખાતે ત્રિદિવસીય એક્ષ્પોનું આયોજન કરાશેઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે : આશીષ ગુજરાતી

સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે.

ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. આ એક્ષ્પોમાં ઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે. જેમાં પણ સુરતના ઉદ્યોગકારોને પોતાનું ગારમેન્ટ વિશ્વભરના બાયર્સની સામે પ્રસ્તૃત કરવાનો મોકો મળશે. આ એક્ષ્પોમાં ૧૦૦ જેટલા સ્ટોલ રહેશે અને એમાં માત્ર બાયર્સને જ પ્રવેશ મળશે.

ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથેની મિટીંગનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી દીપકકુમાર શેઠવાલાએ કર્યું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉદ્યોગકારો માટે સમગ્ર વિશ્વના બાયર્સ સુધી પહોંચવા માટેની સુવર્ણ તક ઉભી થઇ છે તેમ જણાવી તેઓને એક્ષ્પોમાં પાર્ટીસિપેટ કરવાનો અનુરોધ કર્યો હતો અને ત્યારબાદ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment