Republic News India Gujarati
બિઝનેસ

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ


  • CMA મિહિર વ્યાસ ICMAI ઑફ WIRC ના નવા ચેરમેન બન્યા
  • રાજ્યના કો-ઓપરેટીવ સેક્ટરમાં CMA ને સ્થાન અપાવવાનો પ્રયાસ

વર્ષ ૨૦૧૦માં CMA ની ડિગ્રી મેળવ્યા બાદ CMA પ્રોફેશનલ અને CMA ના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે વર્ષ ૨૦૧૩ માં CMA મિહિર વ્યાસ ICMAI ના બરોડા ચેપ્ટર સાથે જોડાય ત્યાર બાદ તેઓ વર્ષ ૨૦૨૩માં ICMAI ઑફ WIRC નું ઇલેક્શન સૌથી હાઈએસ્ટ ફર્સ્ટ પ્રેફરન્સ વોટથી જીતીને WIRC માં તેમનું સ્થાન મજબુત કરે છે અને વર્ષ ૨૦૨૫-૨૬ માટે WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી નિયુક્ત થાય છે. ૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ હોય તેવું બન્યું છે.

જે વિશે માહિતી આપતા ICMAI ઑફ WIRC ના ચેરમેન એવા CMA મિહિર વ્યાસે જણાવ્યું હતું કે, CMA ના વિદ્યાર્થીથી WIRC ના ચેરમેન સુધીનો સફર સરળ નહતો. તેમાં મને પરિવારના સભ્યો અને પ્રોફેશનલ લોકોનો ઘણો સહકાર રહ્યો છે. WIRC માં વર્ષ ૨૦૨૩-૨૪ માટે મને સેક્રેટરી અને વર્ષ ૨૦૨૪-૨૫ માટે વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવવાનો અવસર મળ્યો. જે દરમિયાન સ્ટુડન્ટ કમિટી અને એડિટોરિયલ બોર્ડની જવાબદારી નિભાવતા નાસિક ખાતે વર્લ્ડ રેકોર્ડ કર્યો અને ૭૫૦ થી ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે બે નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું. આ સાથે CMA ના પૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે CMA રાઇઝિંગ સ્ટાર ઇવેન્ટની શરૂઆત કરી. ઉપરાંત CMA ના વિદ્યાર્થીને પરીક્ષાની તૈયારીઓ કરવામાં સરળતા રહે તે માટે MCQ બુકલેટ લોંચ કરી હતી. હવે જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે મને ચેરમેન તરીકે નિયુક્ત કર્યો છે ત્યારે WIRC અંતર્ગત આવતા ૨૬ ચેપ્ટરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરીને CMA ના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે અનેકવિધ કાર્યક્રમો અને તેઓને લાભ થતા MOU કરવામાં આવશે. આ સાથે રાજ્યના કો-ઓપરેટીવ સેક્ટરમાં CMA ને સ્થાન અપાવવાનો પ્રયાસ કરાશે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે WIRC ના વાઇસ ચેરમેન તરીકે CMA નેન્ટી શાહ (સુરત), સેક્રેટરી તરીકે CMA ચૈતન્ય મોહરીર (પુણે) અને ટ્રેઝરર તરીકે CMA અરિંદમ ગોસ્વામી (રાયપુર)ને જવાબદારી સોંપાઈ છે.


Related posts

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

વેલેન્સિયા ઇન્ડિયા IPO: રોકાણકારો માટે એક શાનદાર તક, GMP ₹40 સુધી પહોંચ્યું!

Rupesh Dharmik

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

Rupesh Dharmik

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

Leave a Comment