સુરત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી દિવસોમાં આવનાર તહેવારો સંયમ રાખીને ઉજવવા માટે પ્રજાને આવ્હાન કર્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના આવ્હાનને સમર્થન કરતા જી. ડી. ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દશેરાની પૂર્વ સંધ્યાએ કોરોના રૂપી રાવણ દહન કરીને સામાજિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
સ્ટાફ દ્વારા સ્કૂલ પરિસરમાં મર્યાદિત સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્શીન્ગ સાથે અને કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતું. સ્ટાફ દ્વારા કોરોના રૂપી રાવણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ રાવણ ને સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો હતો.
સ્કૂલ દ્વારા આ આયોજન થકી કોરોના મહામારીને નાબુદ કરવાની સાથે જ પર્યાવરણ સુરક્ષિત રાખવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.