Republic News India Gujarati
સુરત

કોર્ટે એએમ/એનએસ ઈન્ડિયા ની દલીલો માન્ય રાખી: ઇબીટીએલટી ને વધારાનો ડ્રાફ્ટ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો

Court upholds AM / NS India's arguments: directs EBTLT to provide additional draft

સુરત, ગુજરાત: સુરત સ્થિત નામદાર વાણિજ્યિક અદાલતે તાજેતરમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા) અને એસ્સાર બલ્ક ટર્મિનલ (ઇબીટીએલ) વચ્ચે હજીરા બંદરની સ્થિતિ અંગેના વિવાદ અંગે આદેશ જારી કર્યો હતો, જે હાલમાં બંદરનું સંચાલન કરે છે અને મુખ્યત્વે એસ્સાર ગ્રુપ દ્વારા નિયંત્રિત છે. હજીરા ખાતેની જેટીને મૂળ એસ્સાર સ્ટીલ ઇન્ડિયા દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટે ઇબીટીએલને લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલે 2019માં આઇબીસી હેઠળ હસ્તગત કર્યું હતું.
કોર્ટે એમ/એનએસ ઈન્ડિયાની દલીલો બે મહત્વના મુદ્દાઓના આધારે માન્ય રાખી હતી, જેના લીધે બંદરની અંદર અને બહાર કાચા માલ અને ફિનિશ્ડ સ્ટીલનું પરિવહન કરવાની તેની ક્ષમતા અવરોધિત થઈ હતી અને 2020માં પ્રવર્તમાન દરને બદલે 2013ના વિનિમય દરના આધારે યુએસ ડોલરમાં કેટલીક બંદર સેવાઓ માટે ચૂકવણી કરવાનું કહેવામાં આવતા તેની કામગીરીનો ખર્ચ વધાર્યો હોત.

કોર્ટના આદેશમાં વિવાદના આ બે મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ટિપ્પણી કરવામાં આવી હતી.

પ્રથમ, ટર્મિનલ ડ્રાફ્ટના પરિમાણોને ઘટાડવા માટે ઇબીટીએલના મનસ્વી નિર્ણયો. જેટી પર બર્થ કરવા માટે તમામ જહાજો માટે સલામત અને કાર્યક્ષમ માર્ગની ખાતરી કરવા માટે પાણીની આ ન્યૂનતમ ઊંડાઈ જરૂરી છે. ઇબીટીએલએ 2021ની શરૂઆતમાં ટર્મિનલ ડ્રાફ્ટને ઉત્તરોત્તર 14 મીટર (એએમએનએસએ એસ્સાર સ્ટીલ હસ્તગત કરી તે પહેલાં) થી ઘટાડીને માત્ર 10 મીટર કરી દીધો છે. કોર્ટે ઇબીટીએલને ઓછામાં ઓછો 10 મીટર ડ્રાફ્ટ પ્રદાન કરવા અને તદ્અનુસાર ટર્મિનલ પર દરેક સમયે ઓછામાં ઓછી 11.3 મીટર ઊંડાઈ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો, તેણે ઇબીએલટીને ભરતીની વિવિધતાને કારણે ઉપલબ્ધ કોઈપણ વધારાનો ડ્રાફ્ટ પ્રદાન કરવા પણ નિર્દેશ આપ્યો છે, અને ઇબીટીએલ દર મહિને ઉપલબ્ધ ડ્રાફ્ટ જાહેર કરવા નિર્દેશ કર્યો હતો. ઇબીએલટીએ 10 મીટરનો સંકલિત ડ્રાફ્ટ જાહેર કર્યો છે; આદેશનું પાલન કરવા માટે તેને ૧૩ મીટરથી વધુનો ડ્રાફ્ટ પ્રદાન કરવાની જરૂર પડશે.
ડ્રાફ્ટમાં ફેરફારોની વ્યાપારી અસરો એએમએનએસ માટે નોંધપાત્ર છે: છીછરા ડ્રાફ્ટથી બર્થ કરનારા જહાજના કદમાં ઘટાડો થઈ શકે છે અને પરિણામે તેનાથી કાર્ગોનું વોલ્યુમ નિયંત્રિત બની શકે છે. જેટીની અંદર અને બહાર નાના જહાજો, કાર્ગોના ઓછા જથ્થાનું વહન કરે છે, ડેમરેજમાં વધારો કરે છે અને જહાજોની વહન ક્ષમતા ઘટાડીને બિનકાર્યક્ષમ કાર્ગો કામગીરી તરફ દોરી જાય છે, અને પ્લાન્ટની કાર્ગો જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈનાત જહાજોની સંખ્યામાં ઘટાડો કરે છે. જે એએમએનએસ ઈન્ડિયાની સ્ટીલ ઉત્પાદન સ્પર્ધાત્મકતાને એવા સમયે અસર કરે છે જ્યારે ભારતનું અર્થતંત્ર મહામારીમાંથી બહાર આવી ફરીથી આગળ વધી રહ્યું છે.

બીજું, 2021ની શરૂઆતમાં, 2013ના યુએસ ડોલર આધારિત ટેરિફ કરારના ભાગરૂપે, ઇબીટીએલએ મે 2013થી યુએસડી-આઈએનઆર વિનિમય દરનો ઉપયોગ કરીને એએમએનએસ પર કાર્ગો હેન્ડલિંગ ચાર્જ લાદ્યો હતો. કોર્ટના આદેશમાં આ યુક્તિને ‘વાહિયાત’ ગણાવી હતી અને ઇબીટીએલને ડિસેમ્બર ૨૦૨૦ ના વિનિમય દરનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. જો 1 મે, 2013ના રોજ એક્સચેન્જ રેટ આધારિત ચુકવણી આધારિત લાગુ કરવામાં આવે તો એએમએનએસને વાર્ષિક રૂ.300 કરોડ વધારાના ચૂકવવા પડશે (જે હવે ઘટાડીને વાર્ષિક આશરે રૂ.5 કરોડ). કોર્ટે કહ્યું: ”ઇબીટીએલએ માત્ર 2020માં (એ) લોન મેળવી હતી અને શું ઇબીટીએલનો ઇરાદો 2013ના વિનિમય દરે તેની 2020ની લોનને હેજ કરવાનો હતો. આનો જવાબ પણ ચોક્કસપણે નકારાત્મક હશે. દુસઃસાહસ અને મૂર્ખતા વચ્ચે ઘણો તફાવત છે…..જો કે, વર્તમાન જેવી પરિસ્થિતિને જોતાં, વર્ષ 2020માં 2013ના વિનિમય દરને લાગુ કરવાની આખી કવાયત સ્પષ્ટપણે એક મૂર્ખતા છે”.

એએમએનએસએ ટર્મિનલ ડ્રાફ્ટમાં કોઈ પણ પ્રકારનો સુધારો કર્યા વિના જહાજ સંબંધિત લેવીમાં એકતરફી વધારો કરવાના ઇબીટીએલના નિર્ણયોને પણ પડકાર્યા હતા. કોર્ટે એએમએનએસને આ માટે કોઈ રકમ જમા કરવા અથવા ચૂકવવાનો આદેશ આપ્યો નથી

દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે, બંદર સંબંધિત ચાલી રહેલા વિવાદને કારણે એએમ/એનએસ ઇન્ડિયા વાર્ષિક 80 મિલિયન ડોલરનું વ્યવસાયિક નુકસાન સહન કરી રહ્યું છે.

2019માં સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ એએમએનએસએ ગુજરાત સરકારને પત્ર લખીને ઇબીટીએલની તરફેણમાં જારી કરાયેલા તમામ લાઇસન્સ એએમએનએસને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. હાલમાં જેટીની કામગીરી અને સંચાલન એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ (ઇબીટીએલ) દ્વારા કરવામાં આવે છે, જે એસ્સાર ગ્રુપની માલિકીની 76 ટકાની એસપીવી છે, જેમાં 26 ટકા એએમએનએસ પાસે છે, જે આઇબીસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળી હતી.


Related posts

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

Leave a Comment