Republic News India Gujarati
બિઝનેસસુરત

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો


દુબઈ ગવર્મેન્ટના અધિકારીઓ આવી રહ્યા છે સુરતમાં

  • આ સેમીનાર એસપીબી હોલ, સમૃદ્ધિ બિલ્ડીંગ, ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ૨૦૦ થી વધુ લોકો જોડાયા હતા.
  • આ સેમિનારમાં મુસ્તફા શેખર (ડાયરેક્ટર ઓફ રાકેઝ), સ્ફીરા માથુર (સીનીઅર ગવર્ન્મેન્ટ ઓફિસર ઓફ રાકેઝ) તથા અભિજિત પન્ધારે (ઓફિસર ઓફ રાકેઝ)  દુબઈથી વેબીનારના માધ્યમથી જોડાયા હતા.
  • દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ – RAKEZ) ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે.
  • વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેઝ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે.

સુરત. તા. 20 ઓગસ્ટ, ૨૦૨૪ : આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈપણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતું જાય છે. જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ – RAKEZ) ગવર્મેન્ટ એ સુરતના મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસી ની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણુક કરી છે.

રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બીઝનેસમેન વિકુંજ આંબલીયાના જણાવ્યા મુજબ, હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા ૧૪ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઈઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઈટ મેન્યુફેકચરનો ધંધો કરીએ છીએ. તેની સાથે સાથે અમો છેલ્લા દસ વર્ષથી ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટના બિઝનેશ સાથે પણ જોડાયેલ છીએ અને દુબઈમાં પણ ઓફીસ ધરાવીએ અને દેશ અને વિદેશમાં ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટનો ધંધો કરીએ છીએ. અમોએ થોડાક  દિવસો પહેલા સુરતમાં યોજાયેલ યાર્ન એક્ષ્પોમાં રાકેઝનો સ્ટોલ મુકેલ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેઝ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોઈ તેઓની વાતને ધ્યાનમાં રાખી આજરોજ અમોએ એસપીબી હોલ, સમૃદ્ધિ બિલ્ડીંગ, ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા, સુરત ખાતે આ સેમીનારનું આયોજન કર્યું હતું. જેમાં ૨૦૦ થી વધુ લોકો આ સેમિનારમાં જોડાયા હતા. આ સેમીનાર તદ્દન નિશુલ્ક રાખવામાં આવેલ હતો. આ સેમિનારમાં મુસ્તફા શેખર (ડાયરેક્ટર ઓફ રાકેઝ), સ્ફીરા માથુર (સીનીઅર ગવર્ન્મેન્ટ ઓફિસર ઓફ રાકેઝ) તથા અભિજિત પન્ધારે (ઓફિસર ઓફ રાકેઝ)  દુબઈથી વેબીનાર ના માધ્યમથી જોડાયા હતા.

સુરતના મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીના સીઈઓ જયેન્દ્ર આંબલીયાના જણાવ્યા મુજબ, રાકેઝ ગવર્મેન્ટ કોમર્શીયલ, એજ્યુકેશનલ, ઈ-કોમર્સ, જનરલ ટ્રેડીંગ, ઈન્ડીવિજ્યુઅલ/ પ્રોફેશનલ, ઇન્ડસ્ટીયલ, મીડિયા વિગેરે જેવા અલગ અલગ ક્ષેત્રમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ – RAKEZ) ગવર્મેન્ટ ના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે. જેમાં વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેઝ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે. રાકેઝ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો-વર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફીસ, લેન્ડ, સલામતી વિગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ રાકેઝ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ૧૦ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે.

આ માટે વધુ માહિતી મેળવવા માટે વેપારીઓ મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસી (મંત્ર એન્ટરપ્રાઈઝ), ૧૪૯, સ્મૃતિ સોસાયટી, સાઈ પેટ્રોલપંપ પાસે, ગજેરા સર્કલ, કતારગામ, સુરત ખાતે રૂબરૂ અથવા તો ૮૭૫૮૨૭૮૮૮૭ નંબર પર કોલ કરી શકે છે.


Related posts

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

Rupesh Dharmik

એસોચેમ અને SAIF ઝોને સુરતમાં ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપ્યું

Rupesh Dharmik

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

Rupesh Dharmik

મેનાક્સિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સીમાચિહ્નરૂપ ₹200Cr યુરોપિયન કોન્ટ્રાક્ટ જીત્યો, જે વૈશ્વિક વૃદ્ધિનો સંકેત આપે છે

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

Leave a Comment