૯ થી ૧૧મી ફેબ્રુ. સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
સુરત: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે માટેની GJ05.RC, GJ05.RD, GJ05.RE, GJ05.RF, GJ05.RG, GJ05.RH, GJ05.RJ, GJ05.RK, GJ05.RL & GJ05.RMના ગોલ્ડન અને સિલ્વર સિરીઝના નંબરની ઓનલાઈન હરાજી થશે.
આ હરાજીની અરજી તા.૦૯/૦૨/૨૦૨૧ થી તા.૧૧/૦૩/૨૦૨૧ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૧૧ અને ૧૨/૦૨/૨૦૨૧ના દરમિયાન ઓપન થશે. તા.૧૫મી સુધીમાં ફોર્મ જમા કરવાના રહેશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવા કરવામાં નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.