Republic News India Gujarati
ગુજરાતસુરત

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાનું નવી દિલ્હી ખાતે ‘કોવિડ વુમન વોરિયર્સ- ધ રિઅલ હીરોઝ’ એવોર્ડથી બહુમાન


સૂરતઃ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના ૨૯મા સ્થાપના દિવસ- તા.૩૧મી જાન્યુઆરીએ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારીમાં ઉમદા કામગીરી બદલ ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાને ‘કોવિડ વુમન વોરિયર્સ- ધ રિઅલ હીરોઝ’ એવોર્ડ અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી રતનલાલ કટારિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રામમોહન મિશ્રાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરના હસ્તે લીલાબેનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


Related posts

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

Leave a Comment