સૂરત: વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષ દરમિયાન નેનો-ફર્ટીલાઈઝર્સનું 365.09 લાખ બોટલનું વેચાણ કર્યું છે, જે અગાઉના નાણાકીય વર્ષ (2023-24)માં 248.95 લાખ બોટલનું વેચાણ નોંધાવ્યું હતું. ઈફકોએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રૂપિયા 41,244 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે.
ઈફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સાંઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે દેશના સમગ્ર સહકારી ક્ષેત્ર માટે આ ગર્વની વાત છે કે ઈફકોના શાનદાર વિકાસ આંકડા “સહકાર સે સમૃદ્ધિ”ના સપનાને કરી રહેલ છે. તેમણે માહિતી આપી કે સોસાયટીએ સતત ત્રીજા નાણાકીય વર્ષમાં રૂપિયા 3000 કરોડથી વધારે નફો નોંધાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 23 વર્ષથી સતત ઈફકો તેના સભ્યોને ભરપાઈ થયેલ શેરમૂડી પર 20 ટકા ડિવિડન્ડ આપી રહી છે-જે સમાનતા તથા ટકાઉ વૃદ્ધિ પ્રત્યે તેમી સમર્પણ અને કટિબદ્ધતાની ઉમદા ભાવનાને દર્શાવે છે. કેમિકલ્સ અને ખાતર બાબતોના કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી નેનો-ફર્ટીલાઈઝર્સ સોસાયટી માટે ચાવીરૂપ ફોકસ ક્ષેત્ર રહેલ છે, વ્યાપક જાગૃતિ અભિયાન તથા રિસર્ચ એટલે કે સંશોધન કાર્યને લીધે ખેડૂતો વચ્ચે ઉત્પાદનોની સ્વીકૃતિ વધારવામાં મદદ મળી છે.
વેચવામાં આવેલ 365 લાખ બોટલ પૈકી ઈફકો નેનો યુરિયા પ્લસ (તરલ)ની 268 લાખ બોટલ તથા ઈફકો નેનો ડીએપી (તરલ)ની 97 લાખ બોટલ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વેચાણ કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ 2023-24ની તુલનામાં ઈફકો નેનો યુરિયા પ્લસ(લિક્વિડ)નું વેચાણ 31 ટકા તથા ઈફકો નેનો ડીએપી (લિક્વિડ)નું વેચાણ 118 ટકા વધારે છે. આ વેચાણ ફક્ત 12 લાખ મેટ્રીક ટન પરંપાગત યુરિયા તથા 4.85 લાખ મેટ્રીક ટન પરંપરાગત ડીએપીની સમકક્ષ છે. ઈફકોના ડબ્લ્યુએસએફ/સ્પેશ્યાલિટી ફર્ટીલાઈઝર્સ/સાગરિકા ગ્રેન્યુલે ફર્ટીલાઈઝરમાં 1.92 લાખ મેટ્રીક ટનનું વેચાણ હાંસલ કરવામાં આવ્યું છે. ડબ્લ્યુએસએફ/સ્પેશ્યાલિટી ફર્ટીલાઈઝર્સમાં વેચાણ 1.30 લાખ મેટ્રીક ટન થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 2 ટકા વધારે છે. સાગરિકા લિક્વિડનું વેચાણ 11.55 લાખ લીટર છે, જે 33 ટકા વધારે છે, સાગરીકા ગ્રેન્યુલ 68,000 મેટ્રીક ટન છે, જે 28 ટકા વધારે છે તથા બાયો-ફર્ટીલાઈઝરનું વેચાણ 8.61 લાખ લીટર છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 35 ટકા વધારે છે.
ઈફકોના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો.યુએસ અવસ્થીએ જણાવ્યું હતું કે ઈફકો માટીમાં મૂળભૂત ખોરાક એટલે કે પોષક તત્વ સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે દાણાદાર સ્વરૂપમાં નેનો એનપીકે ફર્ટીલાઈઝર પણ લોંચ કરશે. નેનો એનપીકે ફર્ટીલાઈઝર મેગ્નીશિયમ, સલ્ફર, ઝીંક અને કોપરથી સમૃદ્ધ છે, જે પાક ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ બનશે અને પોષક તત્વોની હાનીને ઓછી કરશે. લિક્વિડ નેનો યુરિયા પ્લસ અને લિક્વિડ નેનો ડીએપી સાથે મળી માટીમાં પરંપરાગત કેમિકલ ફર્ટીલાઈઝરના ઉપયોગનો અંત લાવી શકે છે. તેનાથી પ્રાથમિક પોષક તત્વોના વધુ અસરકારક કાર્યક્ષમ ઉપયોગ સાથે સંતુલિત પોષણને પ્રોત્સાહન આપશે. તેમણે વધુમાં કહ્યું કે ઈફકો માઈક્રો-ન્યુટ્રીએન્ટ્સની જરૂરિયાતોને પૂરી કરવા માટે 100 મિલીલીટરની બોટલમાં તરલ સ્વરૂપમાં નેનો ઝીંક, નેનો કોપર પણ લોંચ કરશે. નેનો ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજીને સામેલ કરીને ઈફકો દેશભરમાં કૃષિ અને ફૂડ વેલ્યુ ચેઈનમાં પરિવર્તન લાવી રહેલ છે. ખૂબ જ ઓછા સમયમાં ઈફકોના નેનો ફર્ટીલાઈઝરને વૈશ્વિક માન્યતા મળી ગઈ છે અને બ્રાઝીલ, કેન્યા તથા અમેરિકા જેવા વિવિધ દેશોએ નેનો ટેકનોલોજીને અપનાવવામાં ઊંડો રસ દર્શાવ્યો છે.
ઈફકોએ 40થી વધારે દેશોમાં પોતાની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે, જેમાં અમેરિકા, બ્રાઝીલ, સ્લોવેનિયા, મોરીશિયસ, ઝામ્બિયા, નેપાળ, બાંગ્લાદેશમાં વધુ સારા પર્ફોમન્સ તથા ઓછા ફર્ટીલાઈઝરનો ઉપયોગ નોંધાવ્યો છે. આ ઉપરાંત મેનેજીંગ ડિરેક્ટરે ઘરઆંગણે સંશોધનની સાથે ‘દેશી’ બિયારણો (બીજ)ને સંરક્ષિત કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે, જેના આધારે ઈફકોએ કલોક સ્થિત યુનિટ ખાતે અત્યાધુનિક સીડ ઈનોવેશન સેન્ટરનું નિર્માણ કરવાની પહેલ પણ હાથ ધરી છે.
ઈફકોએ બે પ્રતિષ્ઠિત સહકારી સમિતિઓને વર્ષ 2023-24 માટે ‘ઈફકો સહકારિતા રત્ન પુરસ્કાર’ અને ‘ઈફકો સહકારિતા બંધુ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવેલ. શ્રી માનસિંહભાઈ કલ્યાણજીભાઈ પટેલને ‘ઈફકો સહકારિતા રત્ન પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવેલ છે. શ્રી પટેલ ગુજરાત રાજ્યથી છે અને તેમણે પોતાના અસંખ્ય અને સતત પ્રયાસોથી સહકારી આંદોલનને મજબૂત કરવા માટે સહકારી સમિતિઓ વચ્ચે જમીની સ્તર પર ખૂબ જ કામ કર્યું છે.
તેઓ ગુજરાતમાં શ્રી મહિવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના સ્થાપક છે. હરિયાણા રાજ્યમાં સહકારિતાના એક પરિચિત ચહેરો એવા શ્રી અમરીક સિંહને વર્ષ 2023-24 માટે ‘ઈફકો સહકારિતા બંધુ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવેલ છે, શ્રી અમરીક સિંહે હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય અનેક રાજ્યોમાં સહકારી નેટવર્કને મજબૂત કરવા માટે જમીની સ્તર પર ખૂબ જ કામ કર્યું છે. કૃષિ ક્ષેત્રમાં તેમની અસાધારણ સેવાઓ બદલ તેમને અગાઉ પણ હરિયાણા સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન IFFCOએ 1લી જુલાઈ 2024થી રાષ્ટ્રવ્યાપી “મોડેલ નેનો વિલેજ/ક્લસ્ટર્સ પ્રોજેક્ટ” પણ શરૂ કરેલ છે, જેમાં 2000 એકરમાં ફેલાયેલા 203 ગામોના ક્લસ્ટરોને નેનો ફર્ટીલાઈઝર અપનાવવામાં અગ્રણી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેને લીધે પાક ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરીને વ્યાપક પ્રમાણમાં ફર્ટીલાઈઝર્સ એટલે કે ખાતરોનો ઉપયોગ ઘટાડી શકાય. નેનો વિલેજ પોર્ટલમાં 5 લાખ એકર વિસ્તારને આવરી લેતા 90,000 થી વધારે ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે, જેમાં 40,000 ખેડૂતોએ IFFCO નેનો ફર્ટીલાઈઝર અને સાગરિકાની 5.30 લાખથી વધુ બોટલો ખરીદી છે અને એગ્રી ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવેલ 72,000 એકર જમીનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને લીધે કેમિકલ ફર્ટીલાઈઝર એટલે કે રાસાયણિક ખાતરના ઉપયોગમાં 28.73%નો ઘટાડો થયો છે તથા પાક ઉત્પાદનમાં 5.8% નો વધારો થયો છે. આ ઉપરાંત ઈફકો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને નેનો ફર્ટીલાઈઝરના ઉપયોગથી જીએચજી એમિશનને ઘટાડવાના સર્ટીફિકેશન માટે કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ રાસાયણિક ખાતરો ઘટાડવાને લગતા ડેટાનો ઉપયોગ કરવાના વિકલ્પોને શોધી રહેલ છે.
નાણાકીય વર્ષ 2024-25માં મેગા કેમ્પેઇન હેઠળ ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટીલાઈઝર્સ (ડીઓએફ)ના માર્ગદર્શન હેઠળ “એગ્રો ક્લાઈમેટીક ઝોન વાઈઝ નેનો ફર્ટીલાઈઝર ટ્રાયલ્સ” પણ હાથ ધરવામાં આવ્યા હતા. ઈફકોએ ભારતના 15 એગ્રો ક્લાઈમેન્ટ ઝોનમાં 1,470 બે-પ્લોટ ડેમોસ્ટ્રેશન (નેનો યુરિયા પ્લસ માટે 200 અને નેનો ડીએપી માટે 1,270) હાથ ધર્યા છે. આ ટ્રાયલમાં પરંપરાગત પદ્ધતિઓ કરતાં નેનો ડીએપી માટે સરેરાશ ઉપજમાં 5.27% અને નેનો યુરિયા માટે 5.28%ની વૃદ્ધિ નોંધાઈ છે.
ઈફકોએ 2.5 લાખથી વધારે સ્પ્રેયરનું વિતરણ કર્યું છે અને ખેડૂતોને ઈફકો નેનો યુરિયા અને નેનો ડીએપી છંટકાવ કરવા એગ્રી ડ્રોન પૂરા પાડવા માટે “ઈફકો કિસાન ડ્રોન” રજૂ કરેલ છે. ઈફકો એ ઈફકો નેનો યુરિયા અને નેનો ડીએપી (લિક્વિડ)ના ઉપયોગને સરળ બનાવવા ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ (ઈવી) સાથે 1764 ડ્રોન ખરીદ્યા છે અને ખેડૂતોને સ્પ્રે સર્વિસ પૂરી પાડવા માટે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને તાલીમ આપે છે.