Republic News India Gujarati
લાઈફસ્ટાઇલસુરત

SGCCI લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન–૬’નો શુભારંભ


સુરત, ગુજરાત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે રાંદેર રોડ સ્થિત અમીધારા, કડવા પાટીદાર સમાજ વાડી ખાતે યોજાયેલા ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– ૬’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ એકઝીબીશન આગામી તા. ૭ ફેબ્રુઆરી ર૦ર૧ સુધી સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક દરમ્યાન જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.

Inauguration of 'Atmanirbhar Mahila Abhiyan Exhibition-2' by SGCCI Ladies Wing and Surat Olpad Choryasi Kadwa Patidar Samaj

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં કુલ ૧૦૯ મહિલા સાહસિકોને ચેમ્બર દ્વારા વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે. જેથી કરીને મહિલા સાહસિકો પરિવારને આર્થિક મદદ કરી શકે. જાન્યુઆરી મહિનામાં આ જ સ્થળે યોજાયેલા એકઝીબીશનમાં શહેરની બહેનોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી આ વખતે ફરીથી એ જ સ્થળે આ એકઝીબીશન થકી અન્ય મહિલા સાહસિકો પગભર થઇ શકે તે હેતુથી એકઝીબીશન યોજાયું છે. આશા છે કે તેમને પણ ખરીદી કરનાર સુરત શહેરની બહેનોનો સહકાર મળી રહેશે અને તેના થકી તેમનો બિઝનેસ વધશે.

તેમણે વધુમાં કહયું કે, કોવિડ– ૧૯ને કારણે લોકડાઉનમાં જે વિપરીત પરિસ્થિતિનું સર્જન થયું હતું તેમાંથી મહિલા સાહસિકોને બહાર કાઢવા તેમજ તેઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ચેમ્બર દ્વારા છઠ્ઠી વખત ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નું આયોજન કરાયું છે. આ એકઝીબીશનમાં મહિલા સાહસિકો દ્વારા ઘર સુશોભન, ખાણીપીણીની ચીજવસ્તુઓ, સાજ સજાવટ અને ડ્રેસ મટિરિયલ્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

વિસ્મૃતિમાં ગયેલી ધરોહરને નવા પ્રાણ — હરી ચંદના IAS ની દ્રષ્ટિ

Rupesh Dharmik

આઈએએસ અધિકારી હરિ ચંદના ને ડેમોક્રેટિક સંઘના ‘આઇકોનિક ચેન્જ મેકર એવોર્ડ 2025’ થી સન્માનિત

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment