Republic News India Gujarati
બિઝનેસહેલ્થ એન્ડ બ્યૂટી

સ્માઈલ ટ્રેન ઈન્ડિયા કોવિડ- 19 દરમિયાન ક્લેફ્ટ દર્દીઓને સહાયતા આપે છે


 

Logo Credit : https://www.smiletrain.org/

ટોલ ફ્રી ક્લેફ્ટ હેલ્પલાઈન ભારતભરના ક્લેફ્ટ દર્દીઓને સહાય કરે છે

સુરત: ગવર્મેન્ટ ગાઈડલાઈન્સને કારણે ઓપીડી અને રેગ્યુલર હોસ્પિટલ સર્વિસીઝ થોભાવવામાં આવી હોવાથી કોવીડ -19 મહામારીને કારણે તમામ બિન-કોવિડ સંબંધિત આરોગ્ય મુદ્દાઓને અસર થઈ છે. આનાથી ના ફક્ત ટાઈમ સેન્સિટિવ ક્લેફ્ટ લિપ અને પેલેટ સર્જરી સ્થગિત થઈ પરંતુ ક્લેફ્ટ પેશન્ટ અને તેમના પરિવારને ચિંતિત અને ભ્રમિત કરી દીધા.

પરિસ્થિતિ વિશે વાત કરતાં, સ્માઈલ ટ્રેનના વાઈસ પ્રેસિડેન્ટ અને એશિયાના રિજનલ ડાયરેક્ટર મમતા કેરોલે જણાવ્યું હતું કે, “અમારી ટોલ ફ્રી ક્લેફ્ટ હેલ્પલાઇન ક્લેફ્ટ દર્દીઓ માટે સરળતાથી એક્સેસિબલ નેશનલ રિસોર્સ બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી અને આ લોકડાઉં દરમિયાન દર્દીઓ અને તેમના પરિવાર માટે એક મોટો સપોર્ટ સાબિત થયો. દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓ બંનેને સુરક્ષિત રાખવા માટે ઉન્નત સલામતી માર્ગદર્શિકા સાથે, દેશભરની અમારી પાર્ટનર હોસ્પિટલ્સ હવે ધીરે ધીરે ક્લેફ્ટ સર્જરી શરૂ કરી રહી છે. હકીકતમાં, ગુજરાતમાં સર્જરી ફરી શરૂ થઈ છે અને અમે ક્લેફ્ટ પેશન્ટ માટે ફ્રી ટ્રીટમેન્ટને સપોર્ટ કરી રહ્યાં છે.”

વાપીમાં સ્માઈલ ટ્રેન પાર્ટનર સર્જન્સ, ડો. મનદીપ ખોખર, હરીયા એલજી. રોટરી હોસ્પિટલમાં મેક્સિલોફેસિયલ સર્જન અને સ્માઇલ ટ્રેન પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે, “ક્લેફ્ટ લિપ અને પેલેટ માટેની સારવારમાં ચોક્કસ સમય કરતા વધુ વિલંબ થવો જોઈએ નહીં કારણ કે તે ઈન-કરેક્ટ સ્પીચ, ઓર્થોડોન્ટિક પ્રોબ્લેમ જેવી મોટી સમસ્યાઓ તરફ દોરી જાય છે. સ્માઈલ ટ્રેનની સહાયતા સાથે, અમે ક્લેફ્ટ લિપ અને પેલેટથી જન્મેલા બાળકોને પ્રોડક્ટિવ લાઈફ સુનિશ્ચિત કરવા માટે સેફ અને ક્વોલિટી ટ્રીટમેન્ટ આપવામાં સક્ષમ થયા છીએ. ક્લેફ્ટની ટ્રીટમેન્ટ થઈ શકે તેમ છે અને અમે ગુજરાતભરમાં ઘણા બાળકોને મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.”

આ એ જગ્યા છે જ્યાં એનજીઓ સ્માઈલ ટ્રેન ઈન્ડિયાની ટોલ ફ્રી નેશનલ ક્લેફ્ટ હેલ્પલાઈન- 1800 103 8301 વરદાનરૂપ સાબિત થઈ છે.  ક્લેફ્ટ હેલ્પલાઈન કોવિડ- 19 દરમિયાન પેરેન્ટ્સના પ્રશ્નોના જવાબ આપવા માટે એક સપોર્ટ સિસ્ટમ બની ગઈ છે, જેમાં નવજાતને ક્લેફ્ટ લિપ અને પેલેટ સાથે કઈ  રીતે ખવડાવવું, ક્યારે તેઓ તેમના બાળક માટે ફ્રી ટ્રીટમેન્ટની શોધ કરી શકશે,  એક યુવાન માતા જેની પુત્રી ક્લેફ્ટ લિપ સાથે જન્મી હતી તેને તેના પરિવાર દ્વારા છોડી દેવામાં આવી હતી વગેરે તે અંગે કહેવામાં આવે છે. મહામારી દરમિયાન 500+ કોલ્સ પ્રાપ્ત થયા છે.

ક્લેફ્ટ લિપ અને પેલેટ, જન્મની વિસંગતતા, સંપૂર્ણપણે મટાડવામાં આવે છે, પરંતુ બાળકોને હેલ્ધી અને પ્રોડક્ટિવ લાઈફ વવા માટે યોગ્ય ઉંમરે સારવાર મળે તે મહત્વનું છે. આમાં સર્જરી અને રિલેટેડ એન્સિલરી કેર સામેલ છે. વિલંબિત સારવારથી સ્પીચ અને હિયરિંગ પ્રોબ્લેમ્સ ઈ શકે છે, ઉપરાંત ક્લેફ્ટ પેશન્ટ માટે સામાજિક કલંક અને એકલતા પણ થી શકે છે. સ્માઇલ ટ્રેન ઈન્ડિયા એ એક એનજીઓ છે જે તદ્દન ફ્રી ક્લેફ્ટ ટ્રીટમેન્ટને સપોર્ટ કરે છે. છેલ્લા 20 વર્ષોમાં, તેઓએ ભારતભરના બાળકો માટે 6 લાખથી વધુ ફ્રી સર્જરીસને સપોર્ટ કર્યો છે.

સ્માઈલ ટ્રેને અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, સુરત, વાપી, વડોદરા અને રાજકોટની 11 પાર્ટનર હોસ્પિટલોના નેટવર્ક દ્વારા ગુજરાતમાં 16,700 થી વધુ ક્લેફ્ટ સર્જરીને સપોર્ટ કર્યો છે. ફ્રી ક્લેફ્ટ ટ્રીટમેન્ટ મેળવવા માટે, કૃપા કરીને ફ્રી ક્લેફ્ટ હેલ્પલાઈન- 1800 103 8301 પર કોલ કરો.


Related posts

હૈદરાબાદે “સિનિયર સાથી” શરૂ કર્યો – એકલો રહેતા વડીલો માટે સમુદાય આધારિત સાથસહકાર મોડલ

Rupesh Dharmik

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

Rupesh Dharmik

SJMA દ્વારા 29 નવેમ્બરથી ત્રણ દિવસીય ROOTZ Gems & Jewellery Manufacturers’ Show 2025નું આયોજન

Rupesh Dharmik

આ શિયાળામાં વધુ સારી રીતે શ્વાસ લેવા, લેવું પડશે સ્વસ્થ શ્વાસનું સંકલ્પ: વર્લ્ડ ન્યૂમોનિયા ડે પર ડૉ. દર્શન નિમાવતનું અગત્યનું અવલોકન

Rupesh Dharmik

એએસજી આઈ હોસ્પિટલની દિવાળી પહેલ: 15વર્ષથી ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરી!

Rupesh Dharmik

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

Leave a Comment