Republic News India Gujarati
બિઝનેસહેલ્થ એન્ડ બ્યૂટી

લેન્ક્સેસ ઇન્ડિયાએ છ વેન્ટીલેટર્સ દાનમાં આપ્યા


·        રૂ. 1 કરોડથી વધુના અગત્યના મેડીકલ સપોર્ટ પૂરા પાડ્યા

·        કોવિડ-19 સામેની લડાઇં 2020માં રૂ. 3.5 કરોડથી વધુની સહાય આપી

સુરત: દેશમાં નોવેલ કોરોના વાયરસ મહામારીને નાથવામાં મદદ કરવા માટે સ્પેસિયાલીટી કેમિકલ્સ કંપની લેન્ક્સેસે આજે થાણેની કૌશલ્ય મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પિટલ અને બેથની હોસ્પિટલને રૂ. 1 કરોડથી વધુના છ વેન્ટીલેટર્સ દાનમાં આપ્યા છે.

બન્ને હોસ્પિટલ્સને ત્રણ વેન્ટીલેટર્સ પૂરા પાડવામાં આવ્યા છે. આ દાન કંપનીની 2020-2021 માટેની સીએસઆર પહેલના ભાગરૂપે કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ્સમાં થાણેમાં આવેલી છે અને આ વેન્ટીલેટર્સનો પડોશની વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે કરશે. લેન્ક્સેસે સત્તાવાળાઓ અને મેડીકલ સંસ્થાઓ સાથે પોતાના કેન્દ્રિત પ્રયત્નો સાથે સક્રિય રીતે સહયોગ સાધ્યો છે જેથી સ્થાનિક પ્રજાને મહામારી સામે લડવામાં મદદ કરી શકાય.

ભૂતકાળના મહિનાઓમાં, લેન્ક્સેસ ઇન્ડિયાએ કોવિડ-19ની અસરને વઘુત્તમ કરવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં પ્રાઇમ મિનીસ્ટર્સ સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિત્યુએશન્સ ફંડ (પીએમ કેર્સ)માં રૂ. 2 કરોડની સહાયનો અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં સ્થાનિક સત્તાવાળાઓને રૂ. 30 લાખ સુધીની રાહત સામગ્રી પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથેના સહયોગને પણ સમાવી લેવામાં આવ્યો છે જેમાં કંપનીએ જરૂરિયાતમંદોને 30,000થી વધુ વિના મૂલ્યે ભોજન પૂરું પાડ્યું હતું.

લેન્ક્સેસે મહારાષ્ટ્ર રિલીફ કો-ઓર્ડીનેશન કેન્દ્ર મારફતે બીએમસી અને ટીએમસીને 1 ટન જેટલા અત્યંત અસરકારક ડિસઇન્ફેક્ટન્ટ, Rely+On™ Virkon™નું દાન કરીને કોરોનાવાયરસના એકબીજાને લાગતા ચેપને ઓછો કરવામાં સહાય કરી હતી.

કૌશલ્ય મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પિટલના એમએસ ઓર્થો, જડીએનબી ઓર્થો, એફઆઇસીેસ (યુએસએ) કન્સલટન્ટ ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. સમીપ સોહોનીએ જણાવ્યું હતું કે "આ વેન્ટીલેટર્સનું દાન કરવા માટે અમે લેન્ક્સેસ ઇન્ડિયાના આભારી છીએ કેમ આ અત્યંત અગત્યનું ઇક્વીપમેન્ટ છે જે આઇસીયુમાં કોવિડ દર્દીની સંભાળ રાખવામાં અને જેઓ ઓક્સીજનનું ઓછુ પ્રમાણ ધરાવે છે તેમના માટે અગત્યનું છે. આ સહાય માટે અમે લેન્ક્સેસ ઇન્ડિયાના સંચાલનનો આભાર માનીએ છીએ અને અમને ખાતરી છે આ દાન અમને વધુ જિંદગીઓ બચાવવામાં મદદ કરશે અને છેલ્લા 5 મહિનાથી કોવિડ દર્દીઓ માટે અથાગ રીતે કામ કરતી અમારી ટીમના નૈતિક જુસ્સાને વધારશે.

સહાય બદલ લેન્ક્સેસનો આભાર માનતા બેથની હોસ્પિટલના સીઓઓ વિજય લક્કાએ જણાવ્યું હતુ કે, “અગત્યના સંભાળ ઇક્વીપમેન્ટ માટે વૈશ્વિક સ્તરે ભારે અછત પ્રવર્તી રહી છે ત્યારે લેન્ક્સેસ ઇન્ડિયાનું અદ્યતન વેન્ટીલેટર્સના આ તબક્કે દાનથી અમને વધુ જિંદગીઓ બચાવવામાં મદદ મળશે. આ ચોક્કસ વેન્ટીલેટર્સ હાઇ ફ્લો નાસલ ઓક્સીજન (HFNO) થેરાપીથી સજ્જ છે જે તીવ્ર હાઇપોક્સેમિક રેસ્પિરેટરી ફેલ્યોર ધરાવતા દર્દીઓને રેસ્પીરેટરી ટેકો પૂરી પાડી શકે છે અને આ મહામારીની પરિસ્થિતિમાં પરિણમતા ઇન્શ્યુબેશન (શરીરીમાં ટ્યૂબ નાખવી)ને પણ રોકી શકે છે. અમારા સમુદાયનો ભાગ બનવા બદલ અને આ કપરા સમયને બહુ ઓછા લોકોએ પાર પાડ્યો છે તેમાં હાથ મિલાવવા માટે આભાર માનીએ છીએ.

લેન્ક્સેસ ઇન્ડિયાના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નીલાંજન બેનર્જીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “આ પડકારજનક સમયમાં, મેડીકલ સંસ્થાઓ અને તેમના આંતરમાળખાએ ભારે તણાવનો સામનો કર્યો છે. જેની પર ખાસ તાતી ધ્યાન આપવાની જરૂર છે તેવા અગત્યના વિસ્તાર તરીકે ઓળખી કાઢતા અમે દબાણ ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. અમારો હેતુ મૂળભૂત રીતે અગત્યની સંભાળ પૂરી પાડવાનો છે અને આ હોસ્પિટલોમાં જીવન બચાવતા આંતરમાળખામાં વધારો કરવાનો છે. અમે આપણા સમાજમાં નોંધપાત્ર તફાવત લાવવાની આશા સેવીએ છીએ અને મહામારી સામે લડવામાં વધુને વધુ મદદ કરવાનું ચાલુ રાખીશું.


Related posts

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

Rupesh Dharmik

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

Leave a Comment