Republic News India Gujarati
બિઝનેસ

લેન્ક્સેસ ઇન્ડિયાએ વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષા માટે ગોલ્ડન પિકોક એવોર્ડ જીત્યો


મુંબઇ : સ્પેસિયાલિટી કેમિકલ કંપની લેન્ક્સેસ ઇન્ડિયાએ વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે પોતાની પ્રતિબદ્ધતા અને નોંધપાત્ર સિદ્ધિઓ બદલ 2020 માટે ગોલ્ડન પિકોક ઓક્યોપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી (GPOHSA) એવોર્ડ જીતી લીધો છે.

પોતાના કર્મચારીઓ અને સમાજને મહદઅંશે આવરી લઇને તેમના આરોગ્યનું રક્ષણ અને સુરક્ષા હાથ ધરવાની બાબતે લેન્ક્સેસ માટે હંમેશા ટોચની અગ્રિમતા રહી છે. જૂથની માર્ગદર્શિકા અને કાનૂની આવશ્યકતાઓ અનુસાર ઉત્પાદન પ્લાન્ટ્સમાં સુરક્ષિત અને સલામત ઓપરેશન જે સંસ્થાની સફળતા માટે પૂર્વજરૂરિયાતો છે. દરેક સ્તરના આગેવાનો અને કર્મચારીઓ ઝીરો અકસ્માતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સુરક્ષા પદ્ધતિઓ, વર્તણૂંકો અને પરિસ્થિતિમાં સતત સુધારો કરવાની ખાતરી માટે એક સાથે મળીને કામ કરી રહ્યા છે. 

કેમિકલ પદાર્થોની હેરફેર અને મૂળભૂત રીતે ટેકનિકલ સાધનો સાથે કામ કરવામાં આરોગ્ય અને સુરક્ષા જોખમોનો સમાવેશ થાય છે. લેન્ક્સેસ જ્યાં કાર્યરત છે તેવા 33 દેશોમાં સંસ્થા પદ્ધતિસર રીતે જ આ જોખમો અને સંભવિત જોખમો – ચાહે તે પ્રવર્તમાન કે નવી સવલતોમાં હોય તેમને ઓળખી કાઢે છે અને નિર્ધારિત અવરોધાત્મક અને રક્ષણાત્મક માપદંડો લાગુ પાડીને તેને ન્યૂનતમ બનાવે છે. કંપનીની OHS સંચાલન પદ્ધતિની રચના કાનૂની આવશ્યકતાઓ અને શ્રેષ્ઠ ઔદ્યોગિક આચરણો પર આધારિત છે.

આ એવોર્ડ 15 ડિસેમ્બરના રોજ ભારત સરકારના સંસદીય બાબતો અને ભારે ઉદ્યોગો અને જાહેર સાહસના માનનીય કેન્દ્રિય પ્રધાન શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના માનનીય કંપ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા, આઇએએસ શ્રી ગીરીશ ચંદ્ર મુર્મુ, યુકેના એસીસીએ (એસોસિયેશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટસ)ના પ્રમુખ શ્રી માર્ક મિલર એફસીસીએ તથા અને પ્રતિષ્ઠોની ઉપસ્થિતિમાં એક વર્ચ્યુઅલ વિધમાં લેન્ક્સેસને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટિપ્પણી કરતા લેન્ક્સેસના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, તેમજ જેમને તાજેતરમાં જ 2020-21 માટે સીઆઇઆઇ (કોન્ફ્ડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી)ની નેશનલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કમિટીના વાઇસ ચેર તરીકે નિમવામાં આવ્યા છે અને સીઆઇઆઇ ખાતે સુરક્ષા અને ટકાઉતા પરની એક પેટા કમિટીના વડા નીલાંજન બેનર્જીએ જણાવ્યું હતુ કે – “અમે લેન્ક્સેસ ખાતે ઇજા સાથે સંકળાયેલુ દરેક કાર્ય રોકી શકાય તેમ હોય છે અને અમારા કર્મચારીઓ અને અમારા તમામ બિઝનેસ ભાગીદારો અને એસોસિયેટ્સ જેઓની સાથે અમે કામ કરીએ છીએ તેમણે પોતાના ઘરની તંદુરસ્તી અને સુરક્ષા જાળવવી જોઇએ. અમે અમારી પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી અમારા કર્મચારીઓ અને સમાજમાં મોટે ભાગે થતા આરોગ્ય અને સુરક્ષાના બિનઆવશ્યક અથવા અસ્વીકાર્ય જોખમોને ટાળી શકાય અને આ એવોર્ડ અમારા સતત અને આગળ ધપી રહેલા પ્રયત્નોની સાબિતી છે. ખાસ કરીને પ્રવર્તમાન પડકારજનક સમયમાં આ એવોર્ડ મેળવવો તે અત્યંત પ્રોત્સાહક છે. તે અમને અમારી વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષા સંચાલન પદ્ધતિને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે.


Related posts

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

Rupesh Dharmik

એસોચેમ અને SAIF ઝોને સુરતમાં ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપ્યું

Rupesh Dharmik

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

Rupesh Dharmik

મેનાક્સિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સીમાચિહ્નરૂપ ₹200Cr યુરોપિયન કોન્ટ્રાક્ટ જીત્યો, જે વૈશ્વિક વૃદ્ધિનો સંકેત આપે છે

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

Leave a Comment