January 12, 2025
Republic News India Gujarati
હેલ્થ એન્ડ બ્યૂટી

પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ વિશે જાણો : Learn about prostate cancer diagnosis and treatment


Learn about prostate cancer diagnosis and treatment

પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ વિશે જાણો

ભારતમાં પ્રોસ્ટેટ પ્રોબ્લેમ્સનો વ્યાપ ક્રમશ: વધી રહ્યો છે અને નિષ્ણાતો પ્રારંભિક તબક્કે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવા અને રોગના ઉપચાર માટે ટાર્ગેટેડ અથવા સ્માર્ટ સ્ક્રિનિંગની ભલામણ કરે છે. સુરત ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડો. તન્વીર મકસુદના અનુસાર, “પ્રોસ્ટેટ કેન્સર એ પુરુષમાં જોવા મળતું બીજું સૌથી સામાન્ય કેન્સર છે. ભારતમાં તે લેસ ફ્રિકવન્ટ છે, કારણ કે મોટાભાગના કેસો બહાર આવતાં નથી, તે મુખ્ય કારણ હોઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સર થાય છે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિના કોષમાંથી ડીએનએ ક્ષતિગ્રસ્ત થાય છે અને તેઓ અનિયંત્રિત રીતે વધે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર ધીરે ધીરે વિકાસ પામે છે. સામાન્ય રીતે લોગ્રેડ પેશન્ટ્સ લાંબા સમય સુધી જીવે છે, અને અમુક કિસ્સાઓમાં, હાઈગ્રેડ પેશન્ટ્સમાં કેન્સર ઝડપથી વિકસે છે. બાયોપ્સી દ્વારા તેનું નિદાન શક્ય છે.”

પ્રોસ્ટેટાઇટિસ અને બિનાઇન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા (બીપીએચ) સામાન્ય પ્રોસ્ટેટિક રોગો છે; તેમ છતાં, પ્રોસ્ટેટ કેન્સર (પીસીએ) આરોગ્ય સિસ્ટમો માટે મોટા પડકારો છે.

પ્રોસ્ટેટ કેન્સર તેના પ્રારંભિક તબક્કે કોઈ ચિહ્નો અથવા લક્ષણો ઉત્પન્ન કરતું નથી, પ્રોસ્ટેટ કેન્સર જે વધુ એડવાન્સ છે તેનાથી અમુક ચિન્હો અને લક્ષણો હોઈ શકે છે, જેમ કે:

·        ટ્રબલ યુરીનેટિંગ

·        પેશાબના પ્રવાહમાં ઘટાડો

·        વીર્યમાં લોહી

·        પેલ્વિક એરિયામાં ડિસ્કમ્ફર્ટ

·        બોન પેઈન

·        ઇરેક્ટાઇલ ડિસફંક્શન

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે તેવા પરિબળોમાં શામેલ છે:

ઉંમરતમારી ઉંમર વધવાની સાથે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે.

લાઈફસ્ટાઈલ આજની બેઠાડુ લાઈફસ્ટાઈલ ઓબેસિટીનું મોટું કારણ છે, જે પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના વધારે છે.

ફેમિલી હિસ્ટ્રી  જો તમારા પરિવારના પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થયું હોય તો તમારું જોખમ વધી શકે છે. ઉપરાંત, જો તમારી પાસે જીન્સની ફેમિલી હિસ્ટ્રી છે, જે બ્રેસ્ટ કેન્સર (બીઆરસીએ 1 થવા બીઆરસીએ 2) અથવા બ્રેસ્ટ કેન્સરની ખૂબ જ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી ધરાવે છે, તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારે હોઈ શકે છે.

ઓબેસિટી પ્રોસ્ટેટ કેન્સર ધરાવતાં  મેદસ્વી પુરુષમાં એડવાન્સ રોગ થવાની સંભાવના વધારે છે, જેની સારવાર કરવી વધારે મુશ્કેલ છે.

પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન પીએસએ, ડીપીઆર અને બાયોપ્સી દ્વારા કરી શકાય છે.

પીએસએ (પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજેન) એક પ્રકારનું ટ્યુમર માર્કર છે. તે પરોક્ષ રીતે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવામાં મદદ કરે છે. પરીક્ષણ દ્વારા ડોકટરો સોનોગ્રાફી, બાયોપ્સી, એમઆરઆઈ જેવી આગળની કાર્યવાહી માટે જાણી શક્યા. ડીપીઈ (ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન) ડોક્ટર દ્વારા રેકટલનું એક્ઝામિનેશન જે ડોક્ટરને પ્રોસ્ટેટ ગ્લેન્ડની સાઈઝ વિશે જાણવા માટે મદદ કરે છે. બીજી તરફ બાયોપ્સી, પ્રોસ્ટેટ કેન્સરના નિદાનનો મહત્વપૂર્ણ ભાગ છે જે કેન્સરની પુષ્ટિ કરવામાં મદદ કરે છે અને કેન્સરના ગ્રેડની ખાતરી કરવામાં પણ મદદ કરે છે જે ત્રણ પ્રકારનાં છેમાઈલ્ડ, મોડરેટ અને એડવાન્સ.

જે પુરુષોની ઉંમર 50 વર્ષથી વધુ છે અને પ્રોસ્ટેટ કેન્સરનો ઇતિહાસ ધરાવતા હોય તેઓએ પીએસએ અને ડીપીઈ ટેસ્ટ્સ માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર દર્દીમાં કેન્સરના તબક્કા દ્વારા નક્કી કરવામાં આવે છે. તદનુસાર,સર્જરી, રેડિયોથેરાપી, હોર્મોન થેરાપી અને કીમોથેરાપીની ભલામણ કરવામાં આવે છે. ઉપચારની પ્રતિકૂળ ઘટનાઓ એ છે કે, ઈનકન્ટીનન્સ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ઓબેસિટી, ડિપ્રેશન. શરીરના નેચર અને દર્દીઓને આપવામાં આવતી સારવાર પ્રમાણે પ્રત્યેક વિપરીત ઘટના જુદી હોય છે. 


Related posts

આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે દીનદયાલ પોર્ટના સહયોગથી એક મોટું અભિયાન “ટીબી મુક્ત ભુજ (કચ્છ)” શરૂ કર્યું

Rupesh Dharmik

શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા

Rupesh Dharmik

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી

Rupesh Dharmik

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

Leave a Comment