Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલની ઉદ્યોગ સાહસિક બહેનો માટે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Medical Checkup Camp for Entrepreneurial women of Chamber's Women Entrepreneur Cell

મહિલા સાહસિકોનું હેલ્થ ચેકઅપ, આંખ-દાંતની તપાસ, બ્લડપ્રેશર, બ્લડશુગર, ઇસીજી, પીએફટી અને ગાયનેકોલોજી તપાસઉપરાંત શરીરમાં વધેલા ફેટનું એનાલિસિસ કરવામાં આવ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની ઉદ્યોગ સાહસિક બહેનો માટે બુધવાર, તા. ૯ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૩૦ કલાક સુધી અલથાણ ચોકડી ખાતે આવેલી બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક અને ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય એવા ગાયનેકોલોજિસ્ટ ડો. સોનિયા ચંદનાનીએ ઉદ્યોગ સાહસિક બહેનો તથા ચેમ્બરની મહિલા સ્ટાફ કર્મચારીઓનું હોસ્પિટલમાં વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ માટે સ્વાગત કર્યું હતું. આશરે ૩૦ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બોડી ચેકઅપ, આંખની તપાસ, દાંતની તપાસ, બ્લડપ્રેશર, બ્લડશુગર, ઇસીજી, પીએફટી અને ગાયનેકોલોજી તપાસ કરવામાં આવી હતી. સાથે જ શરીરમાં વધેલા ફેટનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં ડો. સોનિયા ચંદનાની ઉપરાંત ઇરીડોલોજિસ્ટ ડો. મિસ્ત્રી, ઓપ્થેમોલોજિસ્ટ ડો. અનિકેત, સર્જન ડો. પાયલ મહેતા, ડો. કાજલ તેજાની, ફિઝીયોથેરાપિસ્ટ ડો. ગૌરવ સમનાની તથા હેમરાજ ગંગવાની અને કૃતિકા નાઇક વિગેરેએ સેવા આપી હતી. ડો. સોનિયાએ વિમેન્સ ડેના દિવસે ચેમ્બરની સિનિયર સિટીઝન મહિલા સભ્યો માટે વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

ઉપરોકત મેડીકલ ચેકઅપ કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ વિનામૂલ્યે મેડીકલ ચેકઅપની સુવિધા પૂરી પાડનાર ડો. સોનિયા ચંદનાનીનો પરિચય આપ્યો હતો. અંતે સેલના સભ્ય શિલ્પી સાધે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.


Related posts

બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Leave a Comment