Republic News India Gujarati
બિઝનેસસુરત

ચેમ્બરના સીટેક્ષ– ર૦રર (સિઝન ર) એકસ્પો થકી વર્ષ દરમ્યાન અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓમાં વધારાના રૂપિયા ૧પ૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના

More than 21,000 genuine buyers from across the country visited Sitex-2022 (Season 2) exhibition over three days

ચેમ્બરે ત્રણ મહિનામાં બે વખત ‘સીટેક્ષ એકઝીબીશનનું આયોજન કર્યું, સાથે જ સરકારી વિભાગોએ પણ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પીએલઆઇ સ્કીમ તેમજ પીએમમિત્રા પાર્ક મામલે ઉદ્યોગ સાહસિકોને કરેલા દિશાસૂચનથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભવિષ્યમાં કરોડોના રોકાણની સંભાવના : આશીષ ગુજરાતી

સીટેક્ષ ર૦રર (સિઝન ર) એકઝીબીશનમાં ત્રણ દિવસ દરમ્યાન દેશભરમાંથી ર૧ હજારથી વધુ જેન્યુન બાયર્સે મુલાકાત લીધી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તેમજ સુરત ટેકસમેક ફેડરેશનના સહકારથી તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ, ર૦રર દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર (સિઝન ર)’ યોજાયું હતું. ત્રિદિવસીય ‘સીટેક્ષ – ર૦રર (સિઝન ર) એકઝીબીશનનું આજે સમાપન થયું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ, યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતમાં ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન એકમાત્ર સુરત ખાતે ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટે બબ્બે વખત વિશાળ એકઝીબીશન યોજાયું હતું. આથી માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

ત્રણ દિવસ દરમ્યાન એકઝીબીટર્સને સ્થળ પર જ સેંકડો એરજેટ, વોટરજેટ અને રેપીયર મશીનરીના ઓર્ડર મળ્યા હતા. એના પહેલા જાન્યુઆરી– ર૦રર દરમ્યાન યોજાયેલા સીટેક્ષ એકસ્પોમાં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા રપ૦ કરોડથી વધુની મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા અને રૂપિયા ૧૩૦૦ કરોડના રોકાણની શકયતા સેવાઇ હતી. દરમ્યાન સીટેક્ષ– ર૦રર (સિઝન ર) થકી મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી એકાદ વર્ષમાં ટેકસટાઇલ મશીનરીઓમાં વધારાના રૂપિયા ૧પ૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શનમાં નવી દિલ્હી, મુંબઇ, તિરુપુર, પાણીપત, અમૃતસર, વારાણસી, કોલકાતા, ભોપાલ, ચેન્નાઇ, ઇન્દોર, મુઝફફરપુર અને ઉજ્જૈન ખાતેથી જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ દિવસે ૭ હજાર અને બીજા દિવસે ૮ હજાર જેટલા બાયર્સ એકઝીબીશનમાં ટેકસટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જ્યારે આજે ત્રીજા અને અંતિમ દિવસે ૬ હજાર જેટલા જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ ત્રણ દિવસ દરમ્યાન ર૧ હજારથી પણ વધુ બાયર્સે સીટેક્ષ– ર૦રર (સિઝન ર) એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

સીટેક્ષ પ્રદર્શનમાં વોટરજેટ મશીન, રેપીયર મશીન, એરજેટ મશીન, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, સકર્યુલર નીટિંગ મશીન, વોર્પ નીટિંગ મશીન, પાવર લૂમ્સ, જેકાર્ડ ટેકનોલોજી તથા એસેસરીઝ, ટેકનીકલ ટેકસટાઇલની મશીનરીઓ તથા એસેસરીઝ ઉપરાંત સ્પીનિંગ પ્રિપરેશન માટેની મશીનરીઓ, મેન–મેઇડ ફાયબર પ્રોડકશન, સ્પીનિંગ, વાઇન્ડીંગ, ટેકસ્ચ્યુરાઇઝીંગ, ટ્‌વીસ્ટીંગ, ઓકઝીલરી મશીનરી અને એસેસરીઝ, નીટિંગ એન્ડ હોઝીયરી મશીનરી, ઓન્સીલરી મશીનરી એન્ડ એસેસરીઝ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાન્ડીંગ મશીનરી એન્ડ એસેસરીઝ, ગારમેન્ટ મેકીંગ મશીનરી, અન્ય ટેકસટાઇલ પ્રોસેસિંગ મશીનરી, વેસ્ટ રિડકશન અને પોલ્યુશન પ્રિવેન્શન માટેના ઇકવીપમેન્ટ અને એસેસરીઝ, વોટરજેટ લૂમ્સ અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઉપયોગી ૧૦૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલીંગ સોલ્યુશન માટેની અદ્યતન મશીનરીઓને પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.


Related posts

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ

Rupesh Dharmik

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

Rupesh Dharmik

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

Leave a Comment