Republic News India Gujarati
લાઈફસ્ટાઇલસુરત

સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે “ટેકસટાઇલ ફેશન શો”નું આયોજન


સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા શહેરની પ્રતિષ્ઠિત ફેશન સંસ્થાના સંચાલિકા ડો. બંદના ભટ્ટાચાર્યના નિદર્શનમાં આત્મનિર્ભર અભિયાન અંતર્ગત શહેરના ફેશન ડિઝાઈનર તેમજ મોડેલ્સને પ્રોત્સાહન મળે તેમજ ‘બ્રાન્ડ સુરત’નો વિકાસ થાય તે હેતુથી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે “ટેકસટાઇલ ફેશન શો”નું આયોજન કરવામાં આવ્યું હતું.

Organizing "Textile Fashion Show" at Platinum Hall, Sarsana

આ ફેશન શોના ઉદ્દઘાટન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોને કારણે સ્થાનિક ટેલેન્ટને ખૂબ સુંદર તક પ્રાપ્ત થાય છે. આપણી પાસે આટલી સુંદર ટેલેન્ટ ઉપલબ્ધ હોય તો આપણે મુંબઈ કે અન્ય સ્થળોએ શા માટે નજર દોડાવવી જોઈએ? આ ફેશન શોને કારણે સ્થાનિક ટેલેન્ટનો ખ્યાલ સુરતના ટેક્ષ્ટાઈલ જગતને આવશે. સુરતના તમામ ટ્રેડર્સ એસોસીએશનોને પણ તેમણે જાહેર મંચ ઉપરથી વિનંતી કરી હતી કે તમામ ટ્રેડર્સ મિત્રોને આ સંદેશો આપ પહોંચાડશો અને વધુને વધુ સ્થાનિક ટેલેન્ટને તક આપશો તો ચેમ્બરનું આત્મનિર્ભર સુરતનું અભિયાન પણ સફળ ગણાશે.

Organizing "Textile Fashion Show" at Platinum Hall, Sarsana

જી.એફ.આર.આર.સી.ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચેમ્બર પ્રેરિત આ પ્રકારના ફેશન શો હંમેશા નવા પરિમાણો સ્થાપિત કરતી રહી છે. આ પ્રકારના નિયમિત આયોજનોથી શહેરની ટેલેન્ટ વધુને વધુ ઉભરી આવશે. કોરોનાના આ મહાસંકટ દરમ્યાન હવે જ્યારે ધંધા–ઉદ્યોગ પાટા પર ચઢી રહ્યા છે ત્યારે આ ફેશન શો ઉપર સૌની નજર હોય છે. નજરમાં સ્થાનિક ટેલેન્ટને મહત્વ આપશો તો સુરતનું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે.

Organizing "Textile Fashion Show" at Platinum Hall, Sarsana

આ સમગ્ર ફેશન શોના સંચાલિકા અને ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સુરતની ટેલેન્ટ કેટલી પાવરફુલ છે તેનો ખ્યાલ આમંત્રિતોને આપ્યો હતો. ઝીણવટભરી રીતે આ તમામ મોડેલ્સના ક્લોથ્સ જે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે તે પોતે પોતાનામાં એક મોટી ઘટના છે. સુરતમાં કવોલિટી ગારમેન્ટ બને અને ડિઝાઇન થાય તે ફેશન શોના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ભવિષ્યમાં સુરતને ભારતનું ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં પ્રયાસ કરવાનો છે. સુરતના મહત્વના ત્રણ ઉદ્યોગો જેવા કે ડાયમંડ, ટેકસટાઇલ અને ગારમેન્ટને બિઝનેસ પ્રમોશન માટે ફેશન શોની જરૂરિયાત હોય છે. આવા પ્રકારના ફેશન શોને કારણે સુરતમાં હવે વધુ એક ઇન્ડસ્ટ્રી ‘મોડલિંગ ઇન્ડસ્ટ્રી’નો ઉદય થશે.

Organizing "Textile Fashion Show" at Platinum Hall, Sarsana

ઉદ્દઘાટન સમારોહનું સંચાલન ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું. જ્યારે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ આભારવિધી કરી હતી.

આ ફેશન શોમાં શહેરના ફેશન ડીઝાઈનર્સ શિલ્પી સાધ, શાલીની શાંઘાઈ, સીમા કાલાવડીયા, નીરવ કાથરોટીયા અને મનીષ રેશમવાળાની ડિઝાઈનો પ્રસ્તુત કરવામાં આવી હતી. ફેશન શોનું સંચાલન વનિતા રાવતે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેમ્બરના વીમેન આંત્રપ્રિન્યોર્સ સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા, જ્યોત્સના ગુજરાતી અને નિમિષા પારેખનો ફાળો નોંધનીય હતો.

Organizing "Textile Fashion Show" at Platinum Hall, Sarsana

શહેરની ત્રણ જાણીતી બ્રાન્ડ લક્ષ્મીપતિ સારીઝ, કિમોરા ગૃપ અને શાહલોન ગૃપે આ ફેશન શોનું સૌજન્ય પુરૂ પાડ્‌યું હતું.


Related posts

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

હાઇ લાઇફ એક્ઝિબિશન ૬ અને ૭ ઓક્ટોબર ના રોજ હોટલ સુરત મેરીયટ ખાતે યોજાશે

Rupesh Dharmik

મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ

Rupesh Dharmik

હાઇ લાઇફ એક્ઝિબિશન ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર ના રોજ હોટલ સુરત મેરીયટ ખાતે યોજાશે

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૧૯ અને ૨૦ ઓગસ્ટ ના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

Amdavad ni Jui desai નવી દિલ્હી ખાતે વીઆરપી પ્રોડક્શન્સ તરફથી ગ્રાન્ડ ફિનાલેમાં મિસ્ટર, મિસ અને મિસિસ ઈન્ડિયા એશિયા ઈન્ટરનેશનલ 2025 જ્યુરી સભ્ય

Rupesh Dharmik

Leave a Comment