સુરત : તમામ અવરોધો અને મૂશ્કેલ પરિસ્થિતિને હરાવીને શહેરની અગ્રણી જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) સુરતે ઓનલાઇન ટીચીંગ અને લર્નિંગ પ્લેટફોર્મ્સ ઉપર પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે.
શાળા દ્વારા 23 ડિસેમ્બર, 2020ના રોજ ઓનલાઇન પ્લેટફોર્મ્સ ઉપર વર્ચ્યુઅલ રીતે ઇ-બિઝનેસ/ઇ-કોમર્સ ઉપર ગ્રાહક સુરક્ષા કાયદાની વિપરિત અસર પડે કે નહીં? તે વિષય ઉપર ઇન્ટર સ્કૂલ ડીબેટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ગ્રાહકોના હકો અને ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં સુધારાના સમાચાર અંગે જાગૃતિ પેદા કરવાનો હતો. આ સ્પર્ધામાં શહેરની સાત શાળાઓએ ભાગ લીધો હતો.
આ બે કલાક લાંબા પ્રોગ્રામને જીડીજીઆઇએસના પ્રિન્સિપાલ ડો. મૌપાલી મિત્રાએ પ્રેરક સંબોધન કર્યું હતું, જે બાદ પ્રાર્થના તથા સ્પર્ધાના નિયમો અને માર્ગદર્શિકા અંગે જાણકારી આપવામાં આવી હતી.
જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ,એસ્સાર ઇન્ટરનેશનલ સ્કૂલ,એસબીઆર મહેશ્વરી વિદ્યાપીઠ સ્કૂલ, માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલ, શ્રી શ્રી રવિશંકર સ્કૂલ અને વશિષ્ટ વિદ્યાલય જેવી શાળાઓએ સક્રિયપણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ અત્યંત સ્પર્ધાત્મક કોમ્પિટિશનની જુરીની પેનલમાં ટીઆઇઇ સુરતના સ્થાપક પ્રેસિડેન્ટ શ્રીસંજય પંજાબી, પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનેમેસર્સ શ્રીઅનુપ કે અગ્રવાલ એન્ડ એસોસિયેટ્સના સ્થાપક અનુપ કે અગ્રવાલ તેમજ જીડીજીઆઇએસ ખાતે હ્યુમાનિટીઝના ફેકલ્ટીમેમ્બર અમ્બરિશ ઉપાધ્યાય સામેલ હતાં. જુરીના તમામ સભ્યોએ અદભુત પ્રદર્શન કરવા બદલ તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતાં તથા વિષય અંગે કેટલીર રસપ્રદ વાતો પણ કરી હતી. શ્રીસંજય પંજાબીએ કાઉન્સિલ ઓફ કન્ઝ્યુમર રાઇટ્સ અને તેની કામગીરી વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. સીએ શ્રીઅનુપ અગ્રવાલે ગ્રાહકોના વિવિધ હકો અને જવાબદારીઓ વિશે ચર્ચા કરી હતી, જ્યારેકે અંબરિશ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓની જાણકારીમાં વધારો કરવા અંગે ચર્ચા કરી હતી કારણકે તેઓ આપણા દેશનું ભવિષ્ય છે. કોમર્સ વિભાગના વડા ડો. સુરેન્દર સિંઘ પુન્ડિરે એક્સપર્ટ્સ ઇન્સાઇટ્સમાં ગ્રાહક અધિકારોના કેટલાંક સાચા ઉદાહરણો રજૂ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ ડીબેટ કોમ્પિટિશનમાં ભાગ લેનારી પ્રત્યેક શાળાના પ્રિન્સિપાલ્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એસાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ સુનિતામટ્ટુએ વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહન આપતાં માહિતીસભર વિગતો રજૂ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ તૈયાર કરવા બદલ જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને અભિનંદન પાઠવ્યાં હતાં.
ફોર ધ મોશનના વિજેતાઓમાંપ્રથમસ્થાનએસ.બી.આર મહેશ્વરી વિદ્યાપીઠના પ્રાંજલ પટેલે,બીજોસ્થાન માઉન્ટ લિટેરા ઝી સ્કૂલના નિષ્ટી પારેખ, અનેત્રીજું સ્થાન શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના છવી ચંડાક, હાંસલ કર્યો હતો.
આજ પ્રકારે અગેઇન્ટ્સ ધ મોશનમાં વિશ્વા રાવલે પ્રથમ સ્થાન, વશિષ્ઠ વિદ્યાપીઠના સ્નેહા ગુપ્તાએ બીજો સ્થાનતથા જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના ડિંકી અમદાવાદીએ ત્રીજો સ્થાન હાંસલ કર્યો હતો. વધુમાં બેસ્ટ ટીમનો એવોર્ડ માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ અને એસઆરબી મહેશ્વરી વિદ્યાપીઠને એનાયત કરાયો હતો.