Republic News India Gujarati
બિઝનેસમની / ફાઇનાન્સ

એસબીઆઈ કાર્ડ ગ્રાહકોને 2020માં તહેવારોની ઓફર સાથે ઊજવણી માટે વધુ એક કારણ આપે છે


SBI Card gives customers added reason to celebrate with its festive offers for 2020
  • ગ્રાહકોની ખુશીઓ માટે 2,000 શહેરોમાં 1,000થી વધુ ઓફર્સની વ્યાપક શ્રેણી
  • ફ્લિપકાર્ટના ઑક્ટો.20માં ધ બીગ બિલિયન ડે શોપિંગ ફેસ્ટિવલ માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પાર્ટનર
  • 300થી વધુ રાષ્ટ્રીય ઓફર્સ, 700થી વધુ પ્રાદેશિક અને હાઈપર લોકલ ઓફર્સ, સ્ટોરમાં 900થી વધુ ઓફર્સ
  •  ગ્રાહકો 84,500 વેપારીઓ અને 1.3 લાખથી વધુ સ્ટોરમાં ઈએમઆઈ સુવિધા ઉપલબ્ધ

ભારતની સૌથી મોટી પ્યોર પ્લે ક્રેડિટ કાર્ડ ઈશ્યુઅર એસબીઆઈ કાર્ડે તહેવારોની આ મોસમમાં તેના કાર્ડધારકોની ખુશીઓમાં ઉમેરો કરવાની તૈયારી કરી છે. ગ્રાહકોની પસંદગીઓ અને બદલાતા ટ્રેન્ડના પડકારો પૂરા કરવા માટે વિશેષરૂપે 2000 શહેરોમાં 1,000થી વધુ ઓફર્સ સાથે એસબીઆઈ કાર્ડ તહેવારોની મોસમમાં ગ્રાહકોને તેમની ખરીદી પર લાભદાયક શોપિંગના અનુભવ પૂરો પાડવા પ્રયત્નો કરે છે.

કંપની દ્વારા ગ્રાહકો સમક્ષ રાષ્ટ્રીય સ્તરે 300થી વધુ અને પ્રાદેશિક તથા હાઈબર લોકલ સ્ટોર્સમાં 700થી વધુ ઓફર્સની વ્યાપક રેન્જ રજૂ કરવામાં આવશે, જેમાં ફેશન અને લાઈફસ્ટાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ્સ, જ્વેલરી, ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને ટ્રાવેલ તથા ઓનલાઈન માર્કેટ પ્લેસનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સ્તરે અમેઝોન, બ્રાન્ડ ફેક્ટરી, ક્રોમા, કેરેટલેન, ફેબઈન્ડિયા, ફર્સ્ટક્રાય, ગ્રોફર્સ, હોમ સેન્ટર, લોઈડ્સ, મોર હાઈપરમાર્કેટ, મોર સુપરમાર્કેટ, પેન્ટાલૂન્સ, સેમસંગ મોબાઈલ અને ટાટા ક્લિક જેવી બ્રાન્ડ્સ પર ઓફર્સ ઉપલબ્ધ છે. આ વ્યૂહાત્મક ભાગીદારી ગ્રાહકોને બધી જ સુસંગત શોપિંગ કેટેગરીસમાં લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે. ઓફર્સમાં આકર્ષક કેશબેક તેમજ 10 ટકા સુધીના તુરંત ડિસ્કાઉન્ટ સહિતનો સમાવેશ થાય છે.

એસબીઆઈ કાર્ડ ભારતની સૌથી મોટી ઓનલાઈન સેલ ઈવેન્ટ ફ્લિપકાર્ટના ધ બીગ બિલિયન ડે ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ માટે એક્સક્લુઝિવ ક્રેડિટ કાર્ડ પાર્ટનર પણ છે. એસબીઆઈ કાર્ડના ગ્રાહકો તેમના ઘરની સલામતી વચ્ચે ઓનલાઈન પ્લેટફોર્મ પર અનેક ડીલ્સ ઉપરાંત ઓફર સમય દરમિયાન ફ્લિપકાર્ટ પર 10 ટકા તુરંત ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશે.

તહેવારોની ઓફર્સ અંગે ટીપ્પણી કરતાં એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ શ્રી અશ્વિનિ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વર્ષે અમારા ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા અને કાળજીપૂર્વક ડિઝાઈન કરાયેલી રાષ્ટ્રીય અને પ્રાદેશિક ઓફર્સ મારફત ગ્રાહકોનેતેમની તહેવારોની ખરીદી પર મહત્તમ બચત કરવા માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ. આ વર્ષે અમે બધી જ કેટેગરીમાં અમારા કાર્ડધારકોને મહત્તમ લાભ પૂરા પાડવા રાષ્ટ્રીય અને સ્થાનિક વેપારીઓ સાથે 1,000થી વધુ ઓફર્સ તૈયાર કરી છે જેમાં સ્ટોર અને ઓનલાઈન બંનેનો સમાવેશ થાય છે. વધારામાં તહેવારોની ખરીદીને વધુ પરવડે તેવી બનાવવા માટે એસબીઆઈ કાર્ડ ગ્રાહકો 1.3 લાખથી વધુ સ્ટોર્સમાં ઈએમઆઈ ખરીદીની સુવિધાનો લાભ પણ મેળવી શકે છે. ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ્સમાં લોકપ્રિય બ્રાન્ડ્સ સાથે મોટી વસ્તુઓ પર કોઈપણ વધારાના ખર્ચ વિના ઈએમઆઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઓફર્સ મારફત અમે અમારા ગ્રાહકોને તેમની તહેવારોની ઊજવણીની ખુશીઓમાં વધારો કરવા માટે તેમના શોપિંગ અનુભવને સલામત બનાવવા અને તેમને વળતર પૂરું પાડતાં અમને આનંદ થાય છે.

 

રાષ્ટ્રીય સ્તરની ઓફર્સ ઉપરાંત એસબીઆઈ કાર્ડે નાના શહેરો અને નગરોના ગ્રાહકો માટે પ્રાદેશિક અને હાઈપર લોકલ ઓફર્સ પણ તૈયાર કરી છે. જેમકે, એસબીઆઈ કાર્ડે દુર્ગા પૂજા અને નવરાત્રીના તહેવારો દરમિયાન પ્રાદેશિક બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે, જે ગ્રાહકોને 17 શહેરોમાં 1100થી વધુ સ્ટોર્સમાં કેશબેક ઓફર્સ અને 120થી વધુ ડિસ્કાઉન્ટ ઓફર્સ મારફત મહત્તમ બચત કરવા સક્ષમ બનાવશે. 46 શહેરોમાં કાળજીપૂર્વક 10 ટકાથી 55 ટકા સુધીના ડિસ્કાઉન્ટની રેન્જ સાથે 700થી વધુ હાઈપરલોકલ ઓફર્સ પણ તૈયાર કરાઈ છે.

 

વધુમાં અફોર્ડેબિલિટીની ખાતરી માટે એસબીઆઈ કાર્ડ ગ્રાહકો 84,500 વેપારીઓ અને 1.3 લાખથી વધુ સ્ટોર્સમાં ઈએમઆઈ સુવિધાનો પણ લાભ મેળવી શકશે. ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ કેટેગરીસમાં 14 બ્રાન્ડ્સમાં કોઈપણ વધારાના ખર્ચ વિના ઈએમઆઈ સુવિધા મેળવી શકશે.

 

ફેસ્ટિવલ ઓફર્સ ઑક્ટોબર 01, 2020થી નવેમ્બર 15, 2020 સુધી ચાલશે.  

 

બિડાણ:

રાષ્ટ્રીય સ્તરની વિવિધ બ્રાન્ડ્સ પર ઓફર્સ :

પાર્ટનર

ઓફર

અમેઝોન

10% તુરંત ડિસ્કાઉન્ટ

બ્રાન્ડ ફેક્ટરી

5% તુરંત ડિસ્કાઉન્ટ

કેરેટલેન

5% તુરંત ડિસ્કાઉન્ટ

ક્રોમા

5% કેશબેક

ફેબઈન્ડિયા

10% તુરંત ડિસ્કાઉન્ટ

ફર્સ્ટક્રાય

5% તુરંત ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ

10% તુરંત ડિસ્કાઉન્ટ

ગ્રોફર્સ

5% તુરંત ડિસ્કાઉન્ટ

હોમસેન્ટર

5% કેશબેક

લોઈડ્સ

10% સુધી કેશબેક

મોર હાઈપરમાર્કેટ

રૂ. 150 કેશબેક

મોર સુપરમાર્કેટ

5% કેશબેક

પેન્ટાલૂન્સ

7.5% કેશબેક

સેમસંગ મોબાઈલ

10% કેશબેક

ટાટા ક્લિક

10% તુરંત ડિસ્કાઉન્ટ

 


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment