Republic News India Gujarati
એજ્યુકેશન

સુરતના એન્જાઈમ-16 સંસ્થાના વિદ્યાર્થીઓએ NEET-2025 માં ચમકદાર સફળતા હાંસલ કરી


સુરત, 23 જૂન 2025: સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા એન્જાઈમ-16 ના વિદ્યાર્થીઓએ NEET-2025 ની પરીક્ષામાં શાનદાર પરિણામ મેળવીને પોતાનું અને સમગ્ર સુરત શહેરનું ગૌરવ વધાર્યું છે.

NEET-2025 ની જાહેર થયેલી પરિણામ યાદી પ્રમાણે, વિદ્યાર્થી ગજેરા કાવ્યએ 720 માંથી 622 ગુણ મેળવીને સુરત શહેર અને જિલ્લામાં ત્રીજા ક્રમે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને, EWS કેટેગરીમાં સમગ્ર દેશમાં 24મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર શહેર અને પોતાની સંસ્થા તથા માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.

એન્જાઈમ-16 ના બીજા વિદ્યાર્થીઓ, માગુકિયા મન એ 581 અને ગજેરા પૂર્વએ 578, ગજેરા મીત 514, ઘોઘારી જય 509, ડોબરીયા પ્રિયાંશી 500 ગુણ મેળવીને પણ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે. આ વિદ્યાર્થીઓએ માત્ર પોતાના સપનાને જ નહીં, પણ સમગ્ર યોગીચોક વિસ્તારને ગર્વ અનુભવાડ્યો છે.

એન્જાઈમ-16 સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્થાએ વર્ષોથી NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સમર્પિત તાલીમ આપીને અનેક સફળતાઓ મેળવી છે, અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ તેમને મળેલ માર્ગદર્શનને સાર્થક કર્યો છે.


Related posts

માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

Rupesh Dharmik

સરસ્વતી વિદ્યાલયમાં 11 જાન્યુઆરીએ ભવ્ય કાર્નિવલનું આયોજન, બાળકોના સર્વાંગી વિકાસ પર રહ્યો વિશેષ ફોકસ

Rupesh Dharmik

ઘોડદોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ માં આજરોજ ક્રિસમસ પાર્ટી નું આયોજન

Rupesh Dharmik

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતીની આધ્યાત્મિક ગહનતા સાથે ઉજવણી

Rupesh Dharmik

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી ચલથાણ ખાતે “બી પ્લસ ટૉક્સ”નું પ્રથમ સંસ્કરણ ભવ્ય રીતે યોજાયું

Rupesh Dharmik

પારુલ યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક ચિકિત્સકો અને વિશેષજ્ઞો માટે આયુર્વેદિક ગેસ્ટ્રોએન્ટરોલોજી કોર્સની જાહેરાત

Rupesh Dharmik

Leave a Comment